×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Cyclone Biparjoy : વાવાઝોડાને ધ્યાને રાખી ભારતીય સેનાએ તૈનાત કર્યા INS હંસા અને શિકરા

અમદાવાદ/મુંબઈ, તા.14 જૂન-2023, બુધવાર

વાવાઝોડા બિપરજોયની સ્પીડ અને ગુજરાત વધતી જતી ઘાતને ધ્યાને રાખી ભારતીય સેના પણ કામે લાગી ગયું છે. વાવાઝોડું બિપરજોય ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ટકરાય તે પહેલા તેની અર કચ્છના માંડવી દરિયાકાંઠા પર જોવા મળી રહી છે. દરિયાકાંઠા હડસકાભરી રહેલી ભયાનક લહેરો જોવા મળી રહી છે. વાવાઝોડાથી બચાવવા બંને રાજ્યોમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, તો ભારતીય સેનાએ INS હંસા અને શિકરાને પણ તૈનાત કરી દીધા છે. હંસાને ગોવામાં જ્યારે શિકરાને મુંબઈમાં એલર્ટ પર રખાયા છે.

મહારાષ્ટ્ર, ગુજરાતમાં 33 NDRF ટીમો સજ્જ

ગુજરાત અને મહારાષ્ટ્રમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દ્વારા કુલ 33 ટીમોને કામ સોંપવામાં આવ્યું છે. NDRFની 18 ટીમો ગુજરાતમાં રાખવામાં આવી છે, એક ટીમને દીવમાં તૈનાત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં NDRFની 4, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં 3-3, જામનગરમાં 2, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રની 14માંથી 5 ટીમો મુંબઈમાં તૈનાત કરાઈ

મહારાષ્ટ્રમાં કુલ 14 NDRF ટીમોમાંથી 5ને મુંબઈમાં તૈનાત કરાઈ છે, જ્યારે બાકીની ટીમોને સ્ટેન્ડબાય પર રખાઈ છે. આ દરેક ટીમોમાં લગભગ 35-40 કર્મચારીઓ છે અને તે વૃક્ષો અને પોલ કટર, ઈલેક્ટ્રીક આરી, ફુલાવી શકાય તેવી બોટ, દવાઓ અને રાહત સામગ્રીથી સજ્જ છે.