×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Cyclone Biparjoy : અમદાવાદમાં કાલથી 2 દિવસ આ જગ્યાઓ રહેશે બંધ, AMCએ લીધો મોટો નિર્ણય

અમદાવાદ, તા.14 જૂન-2023, બુધવાર

વાવાઝોડું બિપરજોયને લઈ સમગ્ર જિલ્લાનું વહિવટી સંત્ર સહિત પોલીસ તંત્ર એલર્ટ પર છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ સંપૂર્ણ તકેદારીને ધ્યાને રાખી એક પછી એક નિર્ણય લઈ રહ્યું છે. જો તો મે આવતીકાલથી 2 દિવસ સુધી અમદાવાદમાં તમારા મનપસંદ સ્થળે ફરવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન થઈ જજો... કારણ કે AMC દ્વારા કેટલાક મહત્વના સ્થળો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

AMCએ આ સ્થળો બંધ રાખવાનો કર્યો નિર્ણય

બિપરજોય વાવાઝોડાને ધ્યાને રાખી AMCએ સાવચેતીના પગલારૂપે મહત્વના નિર્ણય લીધો છે. AMCએ 15 જૂનથી ગુરૂવારના રોજ બપોરે 2 વાગ્યાથી 16 જૂન શુક્રવારના રોજ સુધી કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ છેડેના લોઅર પ્રોમિનાડ સહિત તમામ એક્ટિવીટીઝ તથા અટલ બ્રિજ મુલાકાતીઓ માટે બંધ રહેશે.

AMCએ અખબારી યાદીમાં આપી જાણકારી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર 15 જૂનથી ગુરૂવારના રોજ બપોરે 2 વાગ્યાથી 16 જૂન શુક્રવારના રોજ સુધી કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ તેમજ મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ છેડેના લોઅર પ્રોમિનાડ સહિત તમામ એક્ટિવીટીઝ તથા અટલ બ્રિજ મુલાકાતીઓ માટે "બિપરજોય" વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે જાહેર જનતાની સુરક્ષા અને સલામતીના કારણોસર બંધ રાખવામાં આવશે.