×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Cyber attack: હેક થયું એર ઇન્ડિયાનું સર્વર, 45 લાખ યાત્રિકોનાં પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ સહિતની માહિતી ચોરાઇ

નવી દિલ્હી, 21 મે 2021 શુક્રવાર

એર ઇન્ડિયા સહિત વૈશ્વિક એરલાઇન્સ કંપનીના સર્વર પર થયેલા એક મોટા સાયબર હુમલામાં 45 લાખ યુઝર્સના ડેટા લીક થયો છે. જેમા મુસાફરોનાં પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિતની ઘણી મહત્વપૂર્ણ અંગત માહિતી લીક થવાનો ભય છે. આ સાયબર હુમલો જે એરલાઇન્સ કંપનીઓ પર થયો છે તેમાં મલેશિયા એરલાઇન્સ, ફિનએર, સિંગાપુર એરલાઇન્સ, લુફથાંસા અને કેથે પેસિફિક પણ સામેલ છે.

એર ઇન્ડિયાએ તેના પ્રભાવિત ગ્રાહકોને મોકલેલા સંદેશમાં કહ્યું છે કે તેના SITA PSS સર્વર પર સાયબર એટેક થયો છે, જેમાં ગ્રાહકોની વ્યક્તિગત માહિતી સ્ટોર અને પ્રોસેસ કરવામાં આવે છે. 26 ઓગસ્ટ 2011 થી 20 ફેબ્રુઆરી 2021 સુધીનાં સ્ટોર થયેલા ડેટા પર સાયબર એટેક કરવામાં આવ્યો છે.

આ સાયબર હુમલામાં ગ્રાહકોનાં નામ, જન્મ તારીખ, ફોન નંબર, પાસપોર્ટની વિગતો, ટિકિટની માહિતી, નિયમિત મુસાફરી અને ક્રેડિટ કાર્ડની વિગતો બહાર આવી છે. જો કે એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે ક્રેડિટ કાર્ડના CVV અને CVC નંબરો આ સર્વરમાં સ્ટોર થયેલા નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે સ્ટાર એલાયન્સ એક વૈશ્વિક કંપની છે, જેની સાથે એર ઈન્ડિયાનું ટાઇઅપ છે. એર ઇન્ડિયાએ કહ્યું કે ક્રેડિટ કાર્ડનો ડેટા ચોરી કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ સીવીવી CVV) અથવા સીવીસી (CVC) નંબર ચોરાયો નથી. આ ડેટા SITA PSS પાસેથી ચોરી કરવામાં આવ્યો છે જે મુસાફરોની સેવાઓ માટે ડેટા પ્રોસેસર તરીકે કામ કરે છે. એર ઇન્ડિયાએ કહ્યું કે આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

કંપનીએ કહ્યું કે ડેટા સુરક્ષા ઘટનાની તપાસ માટે બાહ્ય નિષ્ણાતને રાખવામાં આવ્યા છે. એર ઇન્ડિયાના FFP પ્રોગ્રામનો પાસવર્ડ બદલાઈ રહ્યો છે. એર ઇન્ડિયાએ તેના મુસાફરોને પાસવર્ડ બદલવા કહ્યું છે જેથી તેમનો ડેટા વધુ સુરક્ષિત રહે.

એર ઇન્ડિયા સાથે અન્ય જે એરલાઇન્સ કંપનીઓ પર આ સાયબર એટેક થયો છે, તેમાં મલેશિયા એરલાઇન્સ, ફિનએર, સિંગાપોર એરલાઇન્સ, લુફ્થાંસા અને કેથે પેસિફિકનો સમાવેશ થાય છે. તેમના મુસાફરોનો ડેટા પણ ચોરાઇ ગયો છે.