×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CWCની બેઠકમાં સોનિયા ગાંધીએ પોતાને ગણાવ્યા ફુલ ટાઈમ કોંગ્રેસ અધ્યક્ષ


- સોનિયા ગાંધીએ કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કહ્યું હતું કે, કોંગ્રેસના નિર્ણયો કોણ લે છે તે તેમને સમજાઈ નથી રહ્યું તેનો જવાબ આપ્યો

નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર, 2021, શનિવાર

દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય ખાતે આજે લાંબા સમય બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ છે. આ બેઠકને લઈ અનેક પ્રકારની અટકળો થઈ રહી છે કે, કોંગ્રેસમાં સંગઠન ચૂંટણી, નવા અધ્યક્ષ પદની શોધ અંગે ચર્ચા થઈ શકે છે. જોકે સોનિયા ગાંધીએ પોતે ફુલ ટાઈમ પાર્ટી અધ્યક્ષ હોવાનો સંકેત આપી દીધો છે. 

બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ જણાવ્યું કે, જો તમે બધા મને એવું કહેવાની અનુમતિ આપશો તો હું મારી જાતને ફુલ ટાઈમ પાર્ટી અધ્યક્ષ તરીકે રાખીશ. અમે કદી સાર્વજનિક મહત્વ અને ચિંતાના મુદ્દાઓને સમજ્યા-વિચાર્યા વગર નથી જવા દીધા પરંતુ મીડિયાના માધ્યમથી મારા સાથે વાત કરવાની કોઈ જ જરૂર નથી. 

એવું માનવામાં આવે છે કે, સોનિયા ગાંધીનું આ નિવેદન પાર્ટીના અસંતુષ્ટ નેતાઓના સમૂહ જી-23ને કરારો જવાબ છે. હકીકતે થોડા દિવસો પહેલા જ કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કહ્યું હતું કે, કોંગ્રેસના નિર્ણયો કોણ લે છે તે તેમને સમજાઈ નથી રહ્યું. 

સોનિયા ગાંધીએ સંગઠનની ચૂંટણી મુદ્દે સ્પષ્ટ કહ્યું કે, પૂર્ણ સંગઠનાત્મક ચૂંટણીઓનો કાર્યક્રમ તમારા સામે છે. 30 જૂન, 2021ના રોજ ચૂંટણીલક્ષી રોડમેપને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું પરંતુ કોરોનાના કારણે ચૂંટણી ન યોજાઈ શકી. તમે બધા એ નક્કી કરો, પાર્ટીમાં કોઈ એકની મરજી નહીં ચાલે. આ સાથે જ સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓને આત્મ-નિયંત્રણ અને અનુશાસનનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું હતું.