×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Covid-19: રાજ્યમાં આજે રેકોર્ડ 8152 નવા કેસ, 81 દર્દીઓનાં કરૂણ મોત કુલ મૃત્યુઆંક 5076

ગાંધીનગર, 15 માર્ચ 2021 ગુરૂવાર

ગુજરાતમાં કોરોના વાયરસ શહેરથી માંડીને ગામડામાં પણ મજબુત ભરડો લઇ રહ્યો છે, આજે રાજ્યમાં 8152 નવા કેસ નોંધાયો છે. જો કે 81 દર્દીઓનાં કરૂણ મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ રાજ્યમાં 3023 લોકો સાજા થયા છે. આ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3,75,768 થઈ ગઈ છે. કોરોનાથી રાજ્યમાં 5076 લોકોના મોત થયા છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 27 લોકોના મોત થયા છે. તો સુરત શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 6, બનાસકાંઠા, ગાંધીનગર શહેર, રાજકોટ ગ્રામ્ય, સાબરકાંઠામાં બે-બે તથા અમદાવાદ ગ્રામ્ય, આણંદ, ભરૂચ, ગાંધીનગર ગ્રામ્ય, જુનાગઢ, સુરત ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્યમાં એક-એક દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોના કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદમાં 2672 કેસ, સુરતમાં 1864 કેસ, રાજકોટમાં 762 અને વડોદરામાં 486 કેસ, જામનગરમાં 309 અને ભાવનગરમાં 170 કેસ, ગાંધીનગરમાં 129 અને જૂનાગઢમાં 107 કેસ, મહેસાણામાં 249, ભરૂચમાં 161, નવસારીમાં 104 કેસ, બનાસકાંઠામાં 103, પંચમહાલમાં 87, પાટણમાં 82 કેસ, કચ્છમાં 81, દાહોદમાં 79, અમરેલીમાં 74 કેસ, સુરેન્દ્રનગરમાં 72, તાપીમાં 61, મહિસાગરમાં 57 કેસ, સાબરકાંઠામાં 52, ખેડામાં 49, આણંદમાં 48 કેસ, મોરબી – વલસાડમાં 48 – 48, દ્વારકામાં 46 કેસ, નર્મદામાં 42 અને અરવલ્લીમાં 30 કેસ, ગીર સોમનાથમાં 24 અને બોટાદમાં 17 કેસ, છોટાઉદેપુરમાં 16, ડાંગમાં 12, પોરબંદરમાં 11 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં એક્ટિવ કેસ વધીને 44298 થઈ ગયા છે. જેમાં 267 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં 3 લાખ 26 હજાર 394 લોકો સાજા થયા છે. અત્યાર સુધી 5076 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 86.86 ટકા આવી ગયો છે. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 1,49,507 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 86,29,022 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 12,53,033 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 93,457 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 47186 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 98,82,055 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.