×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona epidemic: બિહારનાં બક્સરમાં ગંગા નદીમાં વહેતા જોવા મળ્યા 30થી વધુ મૃતદેહ

નવી દિલ્હી, 10 મે 2021 સોમવાર

ઉત્તર પ્રદેશ બાદ હવે બિહારનાં બક્સરમાં ગંગા નદીમાં લાશોનાં ઢગલા જોવા મળતા હડકંપ મચી ગયો છે, કોરોનાથી મોત થયા બાદ તેને  ગંગામાં વહાવવાની આશંકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, આ પહેલા હમીરપુર અને કાનપુરમાં યમુના નદીમાં ઘણી લાશો વહેતી જોવા મળી હતી. 

લોકોનું કહેવું છે કે કોરોનાથી મોતની સંખ્યા વધવાનાં કારણે લોકો અંતિમ સંસ્કાર કરવાનાં બદલે પવિત્ર  ગંગા નદીમાં લાશોને પ્રવાહિત કરી રહ્યા છે, કેટલીક લાશો તો કિનારા પર આવી ગઇ છે, લોકોનું કહેવું છે કે લાશો યુપી તરફથી આવી રહી છે. આના કારણે હવે ઘણા પ્રકારની સંક્રમણજન્ય બીમારીઓ ફેલાવાનું જોખમ વધી ગયું છે. કોરોના રોગચાળા દરમિયાન અગ્નિ સંસ્કારનો ખર્ચ વધી જતાં હવે લોકો મૃતકોને ગંગામાં પ્રવાહિત કરવાનું શરૂ કરી દીધું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 1 સપ્તાહમાં બક્સરનાં ચૌસા સ્મશાન ઘાટ પર ઘણા મૃતદેહો ગંગા કિનારે મળ્યા છે, હવે આ મૃતદેહોને સમડીઓ અને કુતરાઓ પોતાનો આહાર બનાવી રહ્યા છે. હવે બક્સરનાં ડીએમએ ઉત્તર પ્રદેશાનાં અધિકારી સાથે આ મુદ્દે ચર્ચા કરી છે, અને ગંગા નદીમાં મૃતદેહ વહાવી દેવામાં ન આવે તે અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરી છે.