×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona cases: રાજ્યમાં 13050 નવા કેસ, 131 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 7,779

ગાંધીનગર, 4 મે 2021 મંગળવાર

ગુજરાતમાં બે દિવસ બાદ ફરી એકવાર કોરોના વાયરસે 13 હજારની સપાટી વટાવી દીધી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 13,050 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે જ્યારે 131ના મૃત્યુ થયા છે. રાજ્યમાં 12 દિવસ બાદ નોંધાયેલો આ સૌથી ઓછો દૈનિક મરણાંક છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે 6,20,472 છે જ્યારે કુલ મરણાંક 7,779 છે. હાલમાં 1,48,297 એક્ટિવ કેસ છે જ્યારે 778 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 12,121 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ 74.85% છે. 

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 4691-ગ્રામ્યમાં 61 સાથે 4754 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંક હવે 1,85,436 છે જ્યારે 68,513 એક્ટિવ કેસ છે. સુરત શહેરમાં 1214-ગ્રામ્યમાં 360 સાથે 1574, વડોદરા શહેરમાં 563-ગ્રામ્યમાં 380 સાથે 943, રાજકોટ શહેરમાં 593-ગ્રામ્યમાં 133 સાથે726 નવા કેસ નોંધાયા હતા. કુલ કેસનો આંક હવે સુરતમાં 1,22,349-વડોદરામાં 54,463 અને રાજકોટમાં 45,900 છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી અન્યત્ર જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં728 સાથે જામનગર, 472 સાથે ભાવનગર, 459 સાથે મહેસાણા, 350 સાથે જુનાગઢ, 309 સાથે ગાંધીનગર, 200 સાથે નવસારી,  198 સાથે ખેડા-સાબરકાંઠા, 195 સાથે મહીસાગર, 162 સાથે કચ્છ-દાહોદ, 149 સાથે ગીર સોમનાથ, 143 સાથે નર્મદાનો મુખ્યત્વે સમાવેશ થાય છે. 

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 23, રાજકોટ-જામનગરમાંથી 14, વડોદરામાંથી 13, સુરત-ભાવનગરમાંથી 10, જુનાગઢમાંથી7 એમ રાજ્યભરમાંથી 131ના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક અમદાવાદમાં 3016, સુરતમાં 1660, વડોદરામાં 569, રાજકોટમાં 526 અને જામનગરમાં 275 છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 4648, સુરતમાંથી 2502, વડોદરામાંથી 662, રાજકોટમાંથી 533 એમ રાજ્યભરમાંથી કુલ 12,121 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી 4,64,396 વ્યક્તિ કોરોનાને હરાવી ચૂકી છે અને રીક્વરી રેટ 74.85% છે. વધુ 1,31,882 ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક 1.84 કરોડ છે. રાજ્યમાં હાલ 4,58,182 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. 

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ-મૃત્યુ?

જિલ્લો કેસ     મૃત્યુ      એક્ટિવ કેસ

અમદાવાદ4,754 23      68,513

સુરત 1,574 10      18,719

વડોદરા 943          13        8,184

જામનગર 728           14         5,561

રાજકોટ 726           14          4,120

ભાવનગર 472           10           5,280

મહેસાણા 459            03            5,091

જુનાગઢ 350             07     1,791

નવસારી 200             00      1,370

સાબરકાંઠા 198             03             1,578

ખેડા          198      02        1,098

અમદાવાદ જિલ્લામાં કોરોનાથી ક્યારે કેટલાના મૃત્યુ?

તારીખ મૃત્યુ

17 મે 524

9 જૂન 1,066

8 જુલાઇ 1,501

26 નવેમ્બર 2,015

14 એપ્રિલ 2,514

4 મે                  3,016

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,00,20,449  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 26,82,591 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. આમ કુલ- 1,27,03,040  લોકોને રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 52,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું, તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજો ડોઝ લગાવવામાં આવ્યું છે.