×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona cases: રાજ્યમાં સતત 25માં દિવસે કોરોનાનો નવો રેકોર્ડ: 14,097 કેસ-152 દર્દીનાં મોત

ગાંધીનગર, 24 એપ્રિલ 2021 શનિવાર

ગુજરાતમાં કોરોના વાયરસે સતત 25માં દિવસે નવી સપાટી વટાવી લીધી છે. છેલ્લા 24 કલાકમાં 14,097 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 28-અમદાવાદમાં 26 સહિત કુલ 152ના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે 4,81,737 છે જ્યારે કુલ મરણાંક 6,171 છે. આ પૈકી એપ્રિલના 24 દિવસમાં જ 1,74,039 કેસ નોંધાયા છે જ્યારે 1,652ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ 10 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. 

રાજ્યમાં હાલ 1,07,594 એક્ટિવ કેસ છે જ્યારે 396 દર્દી વેન્ટિલેટર પર છે, 1,07,594 એક્ટિવ કેસ-396 દર્દી વેન્ટિલેટર પર: અમદાવાદ બાદ હવે સુરતમાં કુલ કેસ 1 લાખને પાર

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ 5,683 નવા કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી 5617-ગ્રામ્યમાંથી 66 કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંક હવે 1,26,971 છે. સુરત શહેરમાં 2,321-ગ્રામ્યમાં 361 સાથે 2686, વડોદરા શહેરમાં 523-ગ્રામ્યમાં 178 સાથે 701 જ્યારે રાજકોટ શહેરમાં 462-ગ્રામ્યમાં 38 સાથે 500 કેસ નોંધાયા છે. 

કુલ કેસનો આંક હવે સુરતમાં 1 લાખને પાર થયો છે. સુરતમાં અત્યારસુધી કોરોનાના કુલ 1,02,481 કેસ નોંધાઇ ચૂક્યા છે. વડોદરામાં 46,330 જ્યારે રાજકોટમાં 39,581 વ્યક્તિ અત્યારસુધી કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. 

રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 639 સાથે જામનગર, 430 સાથે મહેસાણા, 410 સાથે ભાવનગર, 291 સાથે બનાસકાંઠા, 286 સાથે ગાંધીનગર, 248 સાથે જુનાગઢ, 212 સાથે પાટણ, 190 સાથે કચ્છ, 154 સાથે ભરૂચ, 146 સાથે ખેડા, 144 સાથે સાબરકાંઠા, 143 સાથે નવસારી, 126 સાથે દાહોદ, 110 સાથે મહીસાગર, 107 સાથે ગીર સોમનાથ, 105 સાથે પંચમહાલ-વલસાડ, 104 સાથે તાપીનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી 28, અમદાવાદમાંથી 26, જામનગરમાંથી 15, વડોદરામાંથી 14, રાજકોટમાંથી 12,ભાવનગરમાંથી 8, સાબરકાંઠા-સુરેન્દ્રનગરમાંથી 6-6, મોરબીમાંથી 5 એમ રાજ્યભરમાંથી કુલ  152ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે અમદાવાદમાં 2761, સુરતમાં 1457, વડોદરામાં 407, રાજકોટમાં 373 છે. 

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 1664, સુરતમાંથી 777, વડોદરામાંથી 662, રાજકોટમાંથી 709 એમ રાજ્યભરમાંથી કુલ 6479 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 3,67,972 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને રીક્વરી રેટ 76.38% છે.ગુજરાતમાં વધુ 1,89,902 સાથે કુલ ટેસ્ટનો આંક 1.68 કરોડ છે. રાજ્યમાં હાલ 3,45,584 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ-મૃત્યુ?

જિલ્લો કેસ       મૃત્યુ

અમદાવાદ -5,683 26

સુરત -2,686 28

વડોદરા -701 14

રાજકોટ -500 12

જામનગર -639 15

મહેસાણા -430 04

ભાવનગર -410 08

બનાસકાંઠા-291 03