×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona Cases: રાજ્યમાં કોરોનાના 122 કેસ, 3 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.31 ટકા

ગાંધીનગર, 26 જુન 2021 શનિવાર

રાજ્યમાં કોરોનાનાં દૈનિક કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, પરંતું કોરોનાનાં નવા ડેલ્ટા પ્લસ વેરિયેન્ટએ ચિંતા વધારી છે,  રાજયમાં આજે કોરોનાનાં 122 કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાથી ત્રણ લોકોના મોત થયા છે. આજે 352 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,09,201 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.31 ટકા છે.

રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 3883 છે. જેમાંથી 23 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 3860 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10048  થયો છે.

રાજ્યનાં વિવધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 11, સુરત 10, રાજકોટ કોર્પોરેશનમાં 7, વલસાડ 4, બનાસકાંઠા 2, ગીર સોમનાથ 4, અમરેલી 5, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 4, વડોદરા 10, આણંદ 1, ગાંધીનગર  1, જામનગર 1, જુનાગઢ 2,  જૂનાગઢ કોર્પોરેશન 3, ખેડા 1, રાજકોટ 3, અરવલ્લી 1, ભરૂચ 2, ગાંધીનગર કોર્પોરેશન 2, નવસારી 2, પોરબંદરમાં 3, ભાવનગરમાં  3, સુરેન્દ્રનગરમાં 1, તાપીમાં એક કેસ નો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે 3,77,439 લોકોને વેક્સિન લગાવવામાં આવી છે. 18-45 વર્ષનાં  નાગરિકોમાં 219584 લોકોને પ્રથમ ડોઝ અને 18840 લોકોને રસીનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 288 લોકોને પ્રથમ ડોઝ અને 20569 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 50992 લોકોને પ્રથમ અને 67166 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,46,38,142 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે.