×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona Cases : રાજ્યમાં આજે નવા 3187 કેસ, 45 દર્દીઓના મોત, કુલ મૃત્યુઆંક 9621

ગાંધીનગર, 24 મે 2021 સોમવાર

ગુજરાતમાં કોરોનાનાં કેસમાં થઇ રહેલો ઘટાડો તે પ્રજા અને સરકાર માટે રાહતનાં સમાચાર છે, રાજ્યમાં આજે કોરોનાના નવા 3187 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 45 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,55,657 થઇ છે અને કુલ મૃત્યુઆંક 9621 થયો છે. 

રાજ્યમાં 24 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 9305 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,13,065 દર્દીઓને  ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 90.07 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 68,971 થયા છે, જેમાં 648 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 68,323 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

રાજ્યનાં  વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદમાં 475, વડોદરામાં 465, રાજોકટમાં 275, બનાસકાંઠામાં 110, સાબરકાંઠામાં 105, પંચમહાલમાં 101, કચ્છમાં 89, જામનગરમાં 1039, ખેડા, પોરબંદર, 87-87. સુરતમાં 267, ભરૂચમાં 81, જૂનાગઢમાં 140, ભાવનગરમાં 106, મહીસાગરમાં 52, પાટણમાં 47, નર્મદામાં 47, મહેસાણામાં 46, નવસારીમાં 46, ગીરસોમનાથમાં 43, વલસાડમાં 42, દેવભૂમિ દ્વારકામાં 41, અરવલ્લીમાં 36, ગાંધીનગરમાં 56, સુરેન્ગ્રનગરમાં 18, દાહોદમાં 29, તાપીમાં 13, મોરબીમાં 11, બોટાદમાં 9, છોટાઉદેપુરમાં 8, ડાંગમાં 7 મળી કુલ 3187 નવા કેસ નોંધાયા છે. 

રાજ્યમાં  ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે  2,17,513 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આજે થયેલા રસીકરણમાં,4386 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 6595 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 89,057 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 18,730 લોકોને બીજો ડોઝ તથા 18-45 વર્ષ સુધીના 98,745 લોકોને રસીનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો છે.