×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corbevax કોરોના વેક્સિન કેમ ખાસ છે? બાળકો માટે આજે મળી શકે છે આને મંજૂરી, જાણો ખાસ વાતો


નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2022 સોમવાર

કોરોના વાયરસ વિરૂદ્ધ વધુ એક દેશી વેક્સિન કોર્બેવેક્સને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી પર 14 ફેબ્રુઆરીએ બેઠકમાં વિચાર થશે. મુખ્ય રીતે બાળકો માટે બનાવવામાં આવેલી આ વેક્સિનને લીલી ઝંડી આપવા પર ડ્રગ્સ કંટ્રોલર ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી વિચાર કરશે. જો મંજૂરી મળે છે તો કોર્બેવેક્સ વેક્સિનને હાલ 12 વર્ષથી ઉપરના બાળકોને લગાવવામાં આવશે. સરકારે 15થી 18 વર્ષ સુધી બાળકોને વેક્સિનેશનની પરવાનગી પહેલેથી જ આપવામાં આવી છે. 

કોર્બેવેક્સને હૈદરાબાદની કંપની બાયલોજિકલ-ઈ એ તૈયાર કરી છે. ખાસ વાત એ છે કે સરકાર આ વેક્સિનને મંજૂરી પહેલા જ આના 5 કરોડ ડોઝનો ઓર્ડર આફીને 1500 કરોડ રૂપિયા કંપનીને આપી ચૂકી છે. સરકારે કોર્બેવેક્સની 30 કરોડ ડોઝના એડવાન્સ ઓર્ડર આપી રાખ્યા છે.

કોરોના સામે કેટલી કારગર?

કોર્બેવેક્સને ડ્રગ્સ કંટ્રોલર ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી પહેલા જ અપ્રૂવલ મળી ચૂક્યુ છે. બાળકો પર આ વેક્સિનના ફેઝ-1, 2 અને 3 ટ્રાયલ થઈ ચૂક્યા છે. આ દરમિયાન 5-12 અને 12-18 એજ ગ્રૂપના બાળકો પર વેક્સિનની પ્રભાવશીલતા પારખવામાં આવી પરંતુ પ્લેસબો કંટ્રોલ્ડ એફિકેસી ટ્રાયલ થઈ નહીં કેમ કે અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમણ ઘણુ વધારે હતુ આના ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયા પહેલા જ બે વેક્સિનને મંજૂરી મળી હતી.

કેટલા રૂપિયામાં મળશે, ક્યાં સુધી ઉપલબ્ધ થશે?

આ વેક્સિનના પણ બે ડોઝ આપવામાં આવશે. પહેલી વેક્સિન લાગવાના 28 દિવસ બાદ બીજી વેક્સિન લગાવવામાં આવશે. આ વેક્સિન ઈન્જેક્શન દ્વારા આપવામાં આવશે. કેન્દ્ર સરકારે 145 રુપિયા પ્રતિ ડોઝના હિસાબથી આ વેક્સિન માટે કંપનીને પેમેન્ટ કર્યુ છે. જેમાં ટેક્સ અલગ રહેશે. મતલબ આ દેશની સૌથી સસ્તી કોરોના વેક્સિનમાંની એક હોઈ શકે છે.

અત્યાર સુધી કેટલા બાળકોનુ વેક્સિનેશન થયુ?

દેશમાં 15થી 17 વર્ષ સુધીના બાળકોનુ વેક્સિનેશન 3 જાન્યુઆરીથી શરૂ થયુ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 13 ફેબ્રુઆરી સુધી 15થી 18 વર્ષ સુધીના 5,21,32,053 બાળકોને પહેલો ડોઝ લગાવાયો છે. બીજો ડોઝ લેનાર બાળકોની સંખ્યા 1,50,14,801 છે.