×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Co-Location Scam: NSEના પૂર્વ CEO રવિ નારાયણની ધરપકડ


- EDએ ગત મહિને એનએસઈના પૂર્વ પ્રમુખ ચિત્રા રામકૃષ્ણનની ધરપકડ કરી હતી

નવી દિલ્હી, તા. 07 સપ્ટેમ્બર 2022, બુધવાર

ઈડીએ (ED) મંગળવારના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જના (NSE)ના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) રવિ નારાયણની કો-લોકેશન કૌભાંડ મામલે ધરપકડ કરી છે. 

ઉલ્લેખનીય છે કે, નારાયણ એપ્રિલ 1994થી 31 માર્ચ 2013 દરમિયાન NSEના મેનેજિંગ ડીરેક્ટર અને CEO હતા. ત્યાર બાદ 01 એપ્રિલ 2013થી 01 જૂન 2017 સુધી તેમને કંપની બોર્ડમાં બિન-કાર્યકારી શ્રેણીમાં ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

શું છે આરોપ

નારાયણ પર વર્ષ 2009થી 2017 દરમિયાન ગેરકાયદેસર રીતે NSEના કર્મચારીઓના ફોન ટેપ કરવાનો આરોપ છે. EDએ ગત 14 જુલાઈના રોજ નારાયણ, એનએસઈના પૂર્વ પ્રમુખ ચિત્રા રામકૃષ્ણન અને મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે વિરૂદ્ધ PMLA અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. અગાઉ CBIએ બંને વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. 

વધુ વાંચોઃ NSEના પૂર્વ CEO ચિત્રા અને પૂર્વ પોલિસ કમિશ્નર સામે ફોન ટેપિંગ મામલે કેસ દાખલ

જાણો શું છે Co-Location સેવા

આ સેવા અંતર્ગત બ્રોકર્સને એક્સચેન્જ પરિસરમાં પોતાનું સર્વર લગાવવા માટે મંજૂરી આપવામાં આવે છે. તેના દ્વારા તેઓ શેર માર્કેટમાં ચાલી રહેલી હલચલને ઝડપથી જાણી શકે છે અને તેનો ફાયદો લઈ શકે છે. 

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અનેક બ્રોકર્સે તેમાં ગોલમાલ કરીને ફાયદો ઉઠાવેલો અને ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની કમાણી કરી હતી. તપાસમાં અલ્ગોરિધમમાં છેડછાડની વાત પણ સામે આવી હતી. EDએ ગત મહિને ચિત્રા રામકૃષ્ણનની ધરપકડ કરી હતી. ગેરકાયદેસર રીતે ફોન ટેપિંગ અને એક્સચેન્જના કર્મચારીઓની જાસૂસી સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગના કેસ અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

વધુ વાંચોઃ NSE કો-લોકેશન કેસમાં EDએ ચિત્રા રામાકૃષ્ણનની ધરપકડ કરી

EDના વકીલનું કોર્ટમાં નિવેદન

ઈડીના વકીલ એન.કે. મટ્ટાએ એક સપ્તાહ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં એમ કહ્યું હતું કે, નારાયણ અને અન્ય આરોપીઓએ એનએસઈ અને તેના કર્મચારીઓનો વિશ્વાસઘાત કરવા માટે ષડયંત્ર રચ્યું. તેમણે સંજય પાંડે સાથે સંકળાયેલી આઈસેક સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે એક્સચેન્જના કર્મચારીઓના ફોન ટેપ કર્યા. એનએસઈની સાઈબર સુરક્ષાની આડમાં આ ગતિવિધિ કરવામાં આવી.