×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CM શિંદેને મળવા પહોંચ્યા NCP પ્રમુખ શરદ પવાર : અડધો કલાક ચાલી ચર્ચા, આ કાર્યક્રમ માટે આપ્યું આમંત્રણ

મુંબઈ, તા.01 જૂન-2023, ગુરુવાર

NCP પ્રમુખ શરદ પવાર ઘણા સમયથી મહારાષ્ટ્રમાં રાજકારણમાં કંઈક ને કંઈક ઉથલ-પાથલ મચાવતા જોવા મળી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે શરદ પવારે મુલાકાત કર્યા બાદ મહારાષ્ટ્રમાં ફરી રાજકારણ ગરમાયું છે. આ બંને નેતાઓ વચ્ચે ‘વર્ષા’ બંગલા પર મુલાકાત યોજાઈ હતી. દરમિયાન ઉદ્ધ ઠાકરે હાલ વિદેશમાં છે, ત્યારે શરદ પવાર મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી મુલાકાત યોજાઈ હતી.

શરદ પવારે શિંદેને આપ્યું આમંત્રણ

વાસ્તવમાં મરાઠા મંદિર સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થયા છે, જેની ઉજવણીમાં ભાગ લેવા શરદ પવાર આમંત્રણ આપવા શિંદેને મળ્યા હતા. મુંબઈમાં 24મી જુને કાર્યક્રમ યોજાવાનો છે. શરદ પવાર મરાઠા મંદિરના અધ્યક્ષ છે. ‘વર્ષા’ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો સરકારી બંગલો છે.

મુલાકાત બાદ શરદ પવારે શું કહ્યું ?

આ મુલાકાત બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે ટ્વિટ કરી જણાવ્યું કે, મરાઠા મંદિર, મુંબઈના અમૃત મહોત્સવની વર્ષગાંઠ નિમિત્તે સંસ્થા એક સ્મારક સમારોહનું આયોજન કરશે. સંસ્થાના પ્રમુખ આજે મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવા વર્ષા ખાતેના તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મ, થિયેટર અને કલા ક્ષેત્રના કલાકારો અને કારીગરોની સમસ્યાઓ જાણવા માટે એક બેઠકનું આયોજન કરવા અને ફિલ્મ, નાટ્ય, લોક કલા, ચેનલો અને અન્ય મનોરંજન માધ્યમોની સંસ્થાઓને આ બેઠકમાં આમંત્રિત કરવા વિશે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી...