×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી, દરિયાપુરની પોળમાં પતંગ ચગાવ્યો

ગુજરાત રાજ્યમાં આજે હર્ષઉલ્લાષથી ઉત્તરાયણના તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી હતી. સીએમ તેના કાર્યકર સાથે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી નવા તળિયા પોળમાં ઉજવણી કરી હતી.

ગુજરાતમાં આજે ઉત્તરાયણનો તહેવાર હોય લોકો પોતાના ધાબે પતંગ ચગાવાની મજા માણી રહ્યા છે ત્યારે હવે ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે પણ પતંગ ચગાવીને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી નવા તળિયા પોળમાં ભાજપના કાર્યકરો સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. ગુજરાતના સીએમ દરિયાપુર પોળમાં ધાબે પર જતા જ આસપાસના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ અગાસી પરથી જ લોકોનું અભિવાદન કર્યુ હતું. ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ આ પહેલો તહેવાર હોવાથી સીએમ અને કાર્યકરોમાં પણ ઉમંગ દેખાય રહ્યો હતો. આ ઉપરાંત સીએમ ભુપેન્દ્ર પટેલે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય તે માટે સરકાર કટિબદ્ધ તેમ કહ્યુ હતું. આ તકે કેટલાક લોકોએ તેમની સાથે મુલાકાત પણ કરી હતી અને તેની સાથે તસ્વીર પણ ખેંચાવી હતી.


ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરી આપી હતી શુભેચ્છા 

આજે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે એક ટ્વિટ કરી ગુજરાતના લોકોને શુભેચ્છા પણ આપી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વિટમાં લખ્યું હતું કે આપ સૌને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્‍છાઓ. ભગવાન સૂર્યનારાયણના ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્‍સવ સૌના જીવનમાં વિકાસની ઉર્ધ્વગતિ લાવે અને સમાજમાં સુખાકારી તથા ભાઈચારાની ભાવના વધુ સુદ્રઢ બને તેવી અભ્યર્થના.