×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CDS વિપિન રાવતે જણાવ્યું કે, પૂર્વી લદ્દાખમાં ભારત ચીન કરતાં વધુ મજબૂત કેમ છે

નવી દિલ્હી, 22 જુન 2021 મંગળવાર

ભારતીય સેનાનાં ચીફ ઓફ આર્મી સ્ટાફ (CDS) વિપિન રાવતે કહ્યું છે કે પુર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ભારત ચીનની તુલનામાં વધુ મજબુત સ્થિતીમાં છે, તેમણે તે પણ કહ્યું કે ગયા વર્ષે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ પછી ચીનને તેની નબળાઇ અંગે જાણ થઇ છે, અને ત્યાર બાદથી જ તે પોતાની સેનામાં ફેરફાર કરવામાં લાગ્યું છે, તેમણે તે પણ જણાવ્યું કે સેના માટે નોર્ધન અને વેસ્ટર્ન એમ બંને ફ્રન્ટ મહત્વનાં છે.   

વિપિન રાવતે LACની આસપાસ પીએલએની ગતિવિધી અંગે કહ્યું કે ભારતની સાથે સરહદે ખાસ કરીને ગલવાન ખીણ અને બીજા વિસ્તારોમાં મે અને જુન 2020માં જે થયું તે બાદથી ચીનનાં જવાનોની તૈનાતીમાં પણ બદલાવ આવી રહ્યો છે. ત્યાર બાદ તેમને તે બાબતની અનુભુતી થઇ કે તેમને વધુ ટ્રેનિંગની અને ઉત્તમ તૈયારીની જરૂર છે.

CDSએ વધુમાં કહ્યું કે, "તેમના સૈનિકો મુખ્યત્વે નાગરિકોથી આવે છે, તેઓ ટૂંકા ગાળા માટે સેનામાં જોડાયેલા હોય છે. તેમની પાસે આવા પ્રદેશોમાં લડવાનો અને ઓપરેશનનો વધુ અનુભવ પણ  હોતો નથી. તે એક મુશ્કેલ અને પર્વતીય વિસ્તાર છે. તમારે આ માટે વિશેષ તાલીમ લેવાની જરૂર હોય છે, જેમાં આપણા જવાનો વધુ કુશળ છે, કારણ કે પર્વતો પર યુદ્ધ માટેની આપણી પાસે વધુ તાલીમ છે. આપણે પર્વતો પર ઓપરેશન હાથ ધરીએ છિએ અને સતત અમારી હાજરી જાળવીએ છીએ.

રાવતે એમ પણ કહ્યું કે ભારતે ચીનની દરેક પ્રવૃત્તિ પર નજર રાખવી પડશે અને આવું થઈ પણ રહ્યું છે. તેમણે કહ્યું કે આવું કરવા માટે LAC પર સેનાની તૈનાતી રાખવી પડશે.