×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CDS બિપિન રાવતને લઈને જઈ રહેલું સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, પત્ની સહિત 14 લોકો હતા સવાર


- સીડીએસ બિપિન રાવત પોતાના પત્ની સાથે વેલિંગટનમાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા

નવી દિલ્હી, તા. 08 ડિસેમ્બર, 2021, બુધવાર

તમિલનાડુના કુન્નૂર ખાતે સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. જાણવા મળ્યા મુજબ સીડીએસ બિપિન રાવત પણ તે હેલિકોપ્ટરમાં સવાર હતા. અત્યાર સુધીમાં હેલિકોપ્ટરમાં સવાર 3 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. 

જાણવા મળ્યા મુજબ ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હતી. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમના પત્ની સવાર હતા. અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘવાયા હોવાનું સામે આવ્યું છે. હાલ ઘાયલોને સારવાર માટે વેલિંગ્ટન બેઝ લઈ જવાઈ રહ્યા છે અને ચોથા વ્યક્તિની તલાશ ચાલુ છે. જે 2 મૃતદેહ મળી આવ્યા છે તેમું 80 ટકા બોડી સળગી ગયું છે માટે હાલ પૂરતી તેમની ઓળખ શક્ય નથી બની. 

પ્રાથમિક વિગતો પ્રમાણે સીડીએસ બિપિન રાવત પોતાના પત્ની સાથે વેલિંગટનમાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા. વેલિંગટન ખાતે આર્મ્ડ ફોર્સીઝની કોલેજ છે. ત્યાં સીડીએસ રાવતનું લેક્ચર હતું. ત્યાંથી તેઓ કુન્નૂર પાછા આવી રહ્યા હતા અને કુન્નૂરથી દિલ્હી માટે રવાના થવાનું હતું. પરંતુ કુન્નૂર ખાતે ગાઢ જંગલોમાં આ દુર્ઘટના બની છે. જોકે હજુ સુધી આર્મી તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું. 

દુર્ઘટના બની તે વિસ્તાર ખૂબ ગાઢ છે અને ચારેબાજુ ખૂબ જ ઝાડ છે. દુર્ઘટના એટલી ગમખ્વાર હતી કે ચારેબાજુ આગની લપેટો જોવા મળી રહી છે. સેના અને વાયુસેનાની ટુકડીઓ પોલીસ સાથે તે સ્થળે પહોંચી ગઈ છે અને આસપાસના વિસ્તારોમાં તલાશ ચાલુ છે. 

દુર્ઘટનાનો ભોગ બનેલું હેલિકોપ્ટર એમઆઈ સીરીઝનું હતું. તેમાં સીડીએસ બિપિન રાવત, તેમના કર્મચારીઓ અને પરિવારના કેટલાક સદસ્યો સવાર હતા. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.