×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CDS બિપિન રાવતનુ નિધન, હેલિકોપ્ટર દુર્ઘટનામાં પત્ની સહિત 13 ના મોત નીપજ્યા


નવી દિલ્હી, તા. 8 ડિસેમ્બર 2021 બુધવાર

હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનુ નિધન થઈ ગયુ છે જેમાં 14 લોકો સવાર હતા. સીડીએસ રાવતના પત્ની મધુલિકા રાવત પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. ઘટના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત તમામ નેતાઓએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે.

રક્ષા મંત્રીએ ટ્વીટ કરતા લખ્યુ, તમિલનાડુમાં આજ એક ઘણી દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તેમના પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળના જવાનોના આકસ્મિક નિધનથી ઊંડુ દુ:ખ થયુ. તેમનુ અસામયિક નિધન આપણા સશસ્ત્ર દળ અને દેશ માટે એક અપૂરણીય ક્ષતિ છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યુ કે હુ તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી ઘણો દુ:ખી છુ, જેમા આપણે જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સશસ્ત્ર દળના અન્ય કર્મીઓને ગુમાવ્યા છે. તેમણે પૂરી લગનથી ભારતની સેવા કરી. મારી સંવેદના શોક સંતપ્ત પરિવારની સાથે છે.

ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કરતા કહ્યુ કે દેશ માટે એક ખૂબ જ દુ:ખદ દિન છે... કેમ કે આપણે આપણા સીડીએસ જનરલ બિપિન રાવત જી ને એક ઘણી જ દુખદ દુર્ઘટનામાં ગુમાવ્યા છે. તેઓ સૌથી બહાદુર સૈનિકોમાના એક હતા, જેમણે અત્યંત ભક્તિની સાથે માતૃભૂમિની સેવા કરી છે. તેમના અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. મને ખૂબ દુ:ખ થયુ છે.

આ ઘટના પર દેશના અન્ય નેતાઓએ પણ દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા લખ્યુ કે હુ જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ. આ કઠોર સમયમાં અમારી સંવેદના તેમના પરિવારની સાથે છે. પોતાનો જીવ ગુમાવનાર અન્ય તમામ લોકોના પ્રત્યે પણ હાર્દિક સંવેદના. આ દુ:ખના સમયમાં ભારત એક સાથે ઊભુ છે. 

આ દર્દનાક ઘટના તમિલનાડુના કન્નૂર નજીક બપોરે થઈ છે. જે હેલિકોપ્ટરની સાથે આ ઘટના થઈ છે તે ભારતીય વાયુસેનાનુ Mi-17V5 હતુ. ડબલ એન્જીનવાળુ આ હેલિકોપ્ટર ઘણુ સુરક્ષિત માનવામાં આવે છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સવાર હતા. જેમનુ આ ઘટનામાં મોત નીપજ્યુ છે.

તમિલનાડુના કન્નૂરમાં ક્રેશ થયેલા ભારતીય વાયુસેના હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતે પાયલટ ગ્રૂપ-કેપ્ટન પીએસ ચૌહાણ અને સ્ક્વાડ્રન લીડર કુલદીપ સાથે ઉડાન ભરી હતી. આ દરમિયાન તેમની સાથે એક બ્રિગેડિયર રેન્કના અધિકારી સહિત 14 લોકો સવાર હતા.