×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CBIના પૂર્વ ડાયરેક્ટર અને આંધ્રપ્રદેશના મંત્રી વિજયા રામા રાવનું 85 વર્ષની વયે નિધન

Image : Twitter

નવી દિલ્હી, 14 માર્ચ 2023, મંગળવાર

અવિભાજિત આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મંત્રી અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ભૂતપૂર્વ ડાયરેક્ટર કે. વિજયા રામા રાવનું ગઈકાલે રાત્રે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 85 વર્ષના હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે રાવને બપોરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સાંજે મનું નિધન થયું હતું.

કે. વિજયા રામા રાવ નિવૃત્તિ બાદ એન. ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેલંગાણા રાજ્યની રચના પછી તેઓ શાસક ભારત રાષ્ટ્ર સમિતિમાં જોડાયા. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, નાયડુ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ રેવંત રેડ્ડી અને અન્ય નેતાઓએ વિજયરામ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓને કે. વિજયા રામા રાવના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવા નિર્દેશ આપ્યો છે.