×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2022-23: ક્રિપ્ટો કરન્સીની આવક પર સરકાર વસૂલશે 30% ટેક્સ


અમદાવાદ, તા. 01 ફેબ્રુઆરી, 2022, મંગળવાર

અનેક અટકળો અને સંભાવનાઓ વગર જ સરકારે એકાએક બજેટમાં ક્રિપ્ટોકરન્સી અંગે મોટી જાહેરાત કરી છે. સરકારે હાલના તબક્કે તમામ વર્ચ્યુઅલ કરન્સી પર ટેક્સ વસૂલવાની જાહેરાત કરી છે.

 સરકારે બજેટમાં ક્રિપ્ટો સહિતની તમામ વર્ચ્યુઅલ કરન્સી પર ટેક્સ સ્કીમની જાહેરાત કરી છે. ક્રિપ્ટોકરન્સીની આવક પર સરકારે 30% ટેક્સ વસૂલવાની જાહેરાત કરી છે. 

આ સિવાય સરકારે વર્ચ્યુઅલ કરન્સી એસેટના ટ્રાન્સફર પર વધુ 1% TCSની જાહેરાત કરી છે. તદુપરાંત સરકારે ક્રિપ્ટોકરન્સીના ગિફ્ટ પર પણ 30% ટેક્સની જાહેરાત કરી છે.

 મહત્વની ટિપ્પણી કરતા બજેટ સ્પીચમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વર્ચ્યુઅલ કરન્સીથી થતા નુકશાનને ટેક્સમાં બાકાત નહિ કરી શકાય એટલેકે તેને ઓફસેટ નહિ કરી શકાય.