×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2022: શું સસ્તુ થયુ અને શું મોંઘુ થયુ, જાણો


નવી દિલ્હી, તા. 1. ફેબ્રુઆરી 2022 મંગળવાર

નાણામંત્રી નિર્મલા સિતારમને આજે રજૂ કરેલા બજેટમાં સંખ્યાબંધ વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટીમાં ફેરફારની જાહેરાત કરી છે.જેના પગલે આ વસ્તુઓના ભાવ પર પણ અસર પડવાની છે.

બજેટની જાહેરાતો પર ધ્યાન આપવામાં આવે તો સ્ટીલ સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટીમાં અપાયેલી છુટ એક વર્ષ માટે વધારવામાં આવી છે.બીજી તરફ અનપોલિશ્ડ ડાયમંડ તેમજ જેમ્સ અને જ્વેલરી પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને પાંચ ટકા કરાઈ છે.હાલમાં આ ડ્યુટી 7.5 ટકા છે.

બજેટમાં જાહેરાતના પગલે જે વસ્તુઓ સસ્તી થવાની છે તે નીચે પ્રમાણે છે.

કપડા

ચામડાનો સામાન

મોબાઈલ ફોન

હીરાના ઘરેણા

ખેતીનો સામાન

વિદેશથી મંગાવાતી વસ્તુઓ

ઈલેક્ટ્રોનિક વસ્તુઓ

સ્ટીલ

બટન

ઝિપર

પેકિજિંગ બોક્સ

મેથોનોલ

ડ્યુટી લગાવાઈ છે અથવા વધારાઈ છે તેનાથી જે વસ્તુઓ મોંઘી થવાની છે તે નીચે પ્રમાણે છે

દારુ

કોટન

ખાદ્ય તેલ

એલઈડી લાઈટ

ઈમિટેશન જ્વેલરી

છત્રીઓ

બ્લેન્ડિંગ વગરનુ ફ્યુલ કે જેના પર પ્રતિ લિટર બે રુપિયા એક્સાઈઝ ડ્યુટી લાગશે.