×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2021 : સામાન્ય કરદાતા અને મધ્યમ વર્ગના લોકોને આ બજેટમાં શું મળ્યું?

- ટેક્સ રિઅસેસમેંટ, એનઆરઆઇ, નોકરી કરતા લોકો, સ્ટાર્ટઅપ વગેરેને આંશિક રાહત

નવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી 2021, સોમવાર

નાણા મંત્રી નિર્મલા સીતારમને સામાન્ય બજેટ 2021-22 રજૂ કરી દીધું છે. આ બજેટનું હવે નિષ્ણાંતો દ્વારા અર્થઘટન અને વિવેચન કરવામાં લાગ્યા છે. ત્યારે જે સામાન્ય કરદાતાઓ છે અને મધ્યમ વર્ગના લોકો છે તેમને આ બજેટમાં શું લાભ મળ્યો છે? 

કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં સામાન્ય કરદાતાને કોઇ રાહત આપવામાં આવી નથી. સામાન્ય કરદાતાઓએ ગયા વર્ષેમના ટેક્સ સ્લાબના આધારે જ ટેક્સની ચૂકવણી કરવી પડશે. વર્તમાન સમયે અઢી લાખ રુપિયા સુધીની આવક ટેક્સના દાયરાથી બહાર છે. 

તો સરકારે અન્ય ક લાન કર્યુ છે કે 75 વર્ષથી ઉપરના લોકોએ આઇટી રિટર્ન નહીં ભરવું પડે. આ વાતનું ર્થઘટન મોટાભાગના લોકોએ એવું કર્યુ છથે કે 75 વર્ષથી ઉપરના લોકે ટેક્સ નહીં ભરવો પડે. પરંતુ હકીકત એવી નથી. સરકારના આ નિયમ અંતર્ગત માત્ર એવા જ લોકો આવશે જેમની આવકનો આધાર પેંશન અથવા તો એફડી સહિત અન્ય માધ્યમોથી મળનાર વ્યાજ છે. આવા લકોને માચ્ર રિટર્ન નહીં ભરવું પડે, પહેલાની માફક બેંકમાં જ તેમનો ટીડીએસ કપાઇ જશે. જો આવકનું માધ્યમન અન્ય કોઇ હશે તો રિટર્ન ફાઇલ કરવું પડશે.


અત્યાર સુધી ટેક્સ રિઅસેસમેંટને લઇને છ વર્ષથી લઇને દસ વર્ષ બાદ પણ કેસ ખોલવામાં આવતા હતા. જેના કારણે કરદાતોએ આ તમામ દસ્તાવેજો સાચવવા પડતા હતા. ત્યારે હવે સરકારે ટેક્સ રિઅસેસમેંટને ઘટાડીને ત્રણ વર્ષનો કરી દીધો છે. 

નોકરી કરતા લોકોને સરકારે થોડી રાહત પી છે. અત્યાર સુધી રિચર્ન ફાઇલ કરતા સમયે લોકોને ફોર્મ 16એ સિવાય એફડી સહિત અન્ય માધ્યમોમાં રોકાણ કર્યુ હોય તેમાંથી મળતા વ્યાજની માહિતિ લગથી પવી પડતી હતી. હવે ફોર્મ 16એમાં આ બધી જાણકારી પહેલાથી જ હશે એટલે અલગથી માહિતિ આપવાની રહેશે નહીં. 

નાણા મંત્રીએ કહ્યું કે તમામ લોકો માટે ઘર અમારી પ્રાથમિકતા છે. અત્યાર સુધી હોમ લોન ઉપર વ્યાજમાં 1.5 લાખ રુપિયા કાપવાનો નિયમ હતો. ત્યારે હવે મકાન માટેના વ્યાજમાં 1.5 લાખ રુપિયાની વધારાની છૂટ 31 માર્ચ 2021 સુધી મળશે. 

બજેટની અંદર વિદેશમાં રહેતા ભારતીયો એટલે કે એનઆરઆઇ લોકોને પણ રાહત આપવામાં આવી છે. અત્યાર સુધી તેમને ડબલ ટેક્સ આપવો પડતો હતો, જ્યારે હવે તેવું નહીં થાય. સરકારે તેમને રાહત આપવાનું એલાન કર્યુ છે. તો સ્ટાર્ટઅપ દરમિયાન પણ ટેક્સ જમા કરવાને લઇને સરકારે રાહત આપી છે. હવે સરકારે તેની સમય સીમા વધારીને 31 માર્ચ 2021 સુધી કરી છે.