×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2021: ડિફેન્સ બજેટના મામલે કેટલામાં નંબર પર છે ભારત, જાણો…


નવી દિલ્હી, તા. 01 ફેબ્રુઆરી 2021 સોમવાર

નાણા મંત્રી નિર્મલા સીતારામને સોમવારે બજેટ રજૂ કર્યુ. નાણા મંત્રીએ ડિફેન્સ બજેટ માટે 4,78,195.62 લાખ કરોડ રૂપિયા જારી કર્યા. જેમાં 1,15,850 લાખ કરોડ રૂપિયાનુ પેન્શન સામેલ છે. સતત આ 7મુ વર્ષ છે જ્યારે મોદી સરકારે ડિફેન્સ બજેટ વધાર્યુ છે. અગાઉ 2020માં રક્ષા બજેટ 4,71 લાખ કરોડ રૂપિયા હતુ.

ડિફેન્સના કુલ બજેટમાં જો પેન્શનની રકમ હટાવી દેવામાં આવે તો તે લગભગ 3.63 લાખ કરોડ છે. 2020માં આ રકમ 3.37 લાખ કરોડ હતી. તે 2019માં મોદી સરકારે રક્ષા બજેટ માટે 3.18 લાખ કરોડ રૂપિયા જારી કર્યા હતા.

રાજનાથ સિંહે નાણા મંત્રીનો આભાર માન્યો

રક્ષા બજેટના મામલે કયા નંબરે છે ભારત? સ્ટૉકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સિટ્યુટ (SIPRI) સમગ્ર દુનિયાના સૈન્ય બજેટ પર નજર રાખે છે. SIPRI અનુસાર 2019માં સમગ્ર દુનિયાનુ રક્ષા બજેટ 1917 અરબ ડૉલર હતુ. આ સિવાય ભારત રક્ષા બજેટ પર સૌથી વધારે ખર્ચ કરનારૂ દુનિયાના ટોપ 5 દેશોમાં સામેલ છે.

કોણ છે પહેલા નંબર પર?

રક્ષા બજેટના મામલે અમેરિકા દુનિયાના પહેલા સ્થાને છે. 2019માં અમેરિકાએ રક્ષા બજેટ પર 732 અરબ ડૉલર ખર્ચ કર્યા હતા. કુલ બજેટમાં આ 38% હતુ. અમેરિકા દુનિયામાં સૌથી વધારે હથિયાર વેચે છે. આ ત્યાંની અર્થવ્યવસ્થાનો સૌથી મોટો ભાગ છે.

ચીન બીજા નંબર પર....

SIPRI અનુસાર ચીન આ મુદ્દે બીજા નંબરે છે. 2019માં ચીનનુ રક્ષા બજેટ 261 અરબ ડૉલર હતુ. દુનિયાના કુલ બજેટમાં આની ભાગીદારી 14% છે. ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના રક્ષા બજેટમાં વધારો કર્યો છે.

ભારત ત્રીજા નંબર પર...

ભારતની પાસે દુનિયાની સૌથી મોટી ગ્રાઉન્ડ આર્મી છે. ભારતમાં 14 લાખ જવાન છે. પરંતુ રક્ષા બજેટના મામલે ભારતનુ સ્થાન ત્રીજુ છે. ભારતે 2019માં પોતાના રક્ષા બજેટ માટે 71.1 અરબ ડૉલર ખર્ચ કર્યા હતા.

ચોથા સ્થાન પર રશિયા...

રક્ષા બજેટના મામલે રશિયાનુ ચોથુ સ્થાન છે. રશિયાએ 2019માં 65.1 અરબ ડૉલર ખર્ચ કર્યા હતા. આ કુલ બજેટનુ 3.4% હતુ.

સાઉદી અરબ...

આ યાદીમાં સાઉદી અરબ 5 માં નંબરે છે. સાઉદી અરબે પોતાના રક્ષા બજેટ પર પોતાની જીડીપીના 8 ટકા ભાગ ખર્ચ કર્યો. 2019માં સાઉદી અરબનુ રક્ષા બજેટ 61.9 અરબ ડૉલર હતુ.

દર વર્ષે વધી રહેલુ ડિફેન્સ બજેટ

વર્ષ 
રક્ષા બજેટ
2014 
2.29 લાખ કરોડ
2015 
2.47 લાખ કરોડ
2016 
3.41 લાખ કરોડ
2017 
3.6 લાખ કરોડ
2018
4.04 લાખ કરોડ
20194.31 લાખ કરોડ
2020
4.71 લાખ કરોડ
2021 
4.78 લાખ કરોડ