×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2021: આમ આદમીના ખિસ્સા કેટલા થશે ઢીલાં: બજેટ બાદ શું થયું સસ્તુ અને શું થયું મોંઘુ, વાંચો

નવી દિલ્હી, તા. 01 ફેબ્રુઆરી 2021, સોમવાર

નાણાંમંત્રી નિર્મલા સિતારમણે દ્વારા 1લી ફેબ્રુઆરી 2021ના રોજ સંસદમાં બજેટ રજુ કર્યું. આ બજેટમાં લોકોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ બજેટ બાદ છેવટે આમ આદમીનો ખીસ્સો કેટલો ઢીલો થશે. કંઈ વસ્તુઓ મોંઘી થશે કંઈ વસ્તુઓ થશે મોંઘી? તમારા રોજીંદા જીવનમાં તેની શું અસર પડશે?

શરાબ

નાણાંમંત્રીએ નવા કૃષિ વિકાસ માટે સેસ આવતીકાલથી જ લાગૂ કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરી છે અને આ હિસાબથી કાલથી જ શરાબના શોખીનો માટે દારુ મોંઘો થઈ જશે. બજેટમાં માદક દ્રવ્ય પર 100% કૃષિ સેસ લગાવવાની જાહેરાત કરી છે.

પેટ્રોલ-ડિઝલ

દારુ સિવાય આ બજેટમાં સરકારે પેટ્રોલ પર 2.5 પ્રતિ લીટર અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લિટર દીઠ કૃષિ સેસ લગાવ્યો છે. એવામાં પેટ્રોલ-ડિઝલની કિંમત આવતીકાલથી ચોક્કસથી વધવાની શક્યતા છે.

મોબાઈલ, રેફ્રીજરેટર, ચાર્જર

સરકારે આ બજેટમાં મોબાઈલ ફોન અને તેના સાધનો તથા ચાર્જર પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક મુલ્યવર્ધનને વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. તેમાં મોબાઈલ ફોન મોંઘો થઈ શકે છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમણે નાણાંકિય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજુ કરતા કસ્ટમ ડ્યૂટીમાં 400 રાહતોની સમિક્ષા કરી જેમાં મોબાઈલ ઉપકરણ પણ સામેલ છે.

સેસ લાદ્યો પરંતુ મોંઘું નહી થાય ખાદ્ય તેલ

બજેટમાં કાચા તેલ પર 17.5% કૃષિ સેસ, કાચા સોયાબિન અને સુરજમુખીના તેલ પર 20% સેસ લગાવ્યો છે પરંતુ સરકારના આ નિર્ણયથી તેની કિંમતોમાં વધારાનો બોજો પડે નહી તે માટે સરકારે તેના પર બેઝિક સીમા શુલ્ક(BCD)માં કાપ મુખ્યો છે

સોનું-ચાંદી

નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પોતાના બજેટ પ્રસ્તાવોમાં સોના અને ચાંદીની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કાપની જાહેરાત કરી છે. નાણાંમંત્રીએ સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 5% કાપ મુક્યો છે. હાલમાં સોના પર 12.5% ઈમ્પોર્ટ ડ્યૂટી ચુકવવી પડે છે. તેવી રીતે હવે સોના અને ચાંદી પર માત્ર 7.5% ઈમ્પોર્ટ ડ્યૂટી ચુકવવી પડશે.

સફરજન, ચામડુ, ખાતર

સરકારે ચામડા પર કસ્ટમ ડ્યૂટીને 10% કરી દીધી છે. પહેલા આ શુન્ય હતી. જ્યારે સફરજન પર 35% અને ખાતર પર 5% કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે. જેનાની આ વસ્તુઓ મોંઘી થવાની શક્યતા છે.

સુતરાઉ કાપડ મોંઘુ, સિંથેટિક સસ્તુ

સરકારે કપાસ પર કસ્ટમ ડ્યૂટીને શુન્યથી વધારીને 5% અને કાચા રેશમ પર 10% થી 15% કરી દીધું છે. એવામાં સુતરાઉ કાપડ મોંઘું થશે. જોકે નાયલોનના દોરા પર ઉત્પાદન શુલ્ક 7.5%થી ઘટીને 5% રહ્યું છે.

શું સસ્તું થશે

શું મોંઘું થશે

વીજળી

મોબાઈલમોબાઈલના પાર્ટ્સ

ચામડાની વસ્તુઓ

કોટનનાં કપડાં

લોખંડ

લેધરનાં જૂતાં

ડ્રાય ક્લિનિંગ

ઈલેક્ટ્રોનિક્સ સામાન

ઈન્શ્યોરન્સ

ઓટોસ્પાર્ટ્સ

સોનું-ચાંદી

દારુ

સ્ટીલનાં વાસણો

પેટ્રોલ-ડીઝલ

પોલિસ્ટર

સોલર ઈન્વર્ટર

તાંબાનાં વાસણો

કાબુલી ચણા

કૃષિનાં સાધનો

યુરિયા અને ડીએપી ખાતર