×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BREAKING : પાકિસ્તાનના નવા PM તરીકે શાહબાઝ શરીફ ચૂંટાયા

નવી દિલ્હી,તા.11 એપ્રિલ 2022,સોમવાર

પાકિસ્તાનના રાજકરણની રાજરમતને અંતે વિરોધ પક્ષના ટોચના નેતા શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. કાશ્મીર પ્રેમી ગણાતા PML-Nના કોઈપણ વિરોધ વિના શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી નિમવામાં આવ્યા છે.

શાહબાઝ શરીફના પ્રતિદ્ધવંધિ ગણાતા શાહ મહેમૂદ કુરેશીની પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફે વોટિંગથી અળગા રહેવાનો અને સંસદમાંથી બોયકોટ કરવાનો નિર્ણય કરતા શરીફ નવા પાક પીએમ બન્યાં છે.

342 સભ્યોના ગૃહમાં વિજેતા ઉમેદવારને ઓછામાં ઓછા 172 ધારાસભ્યોનું સમર્થન મળવું જોઈએ. ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલ નવાઝ શરીફના નાના ભાઈ શેહબાઝને 174 મત મળ્યા - 172ની સામાન્ય બહુમતી કરતાં બે વધુ છે.

ઇશ્કે મિજાજી છે નવા PM :

શાહબાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના ભાઇ છે. ઇમરાને ત્રણ વાર લગ્ન કર્યા હતા. શાહબાઝ શરીફની વાત કરીએ તો તેમણે પાંચ વાર લગ્ન કર્યા છે. સૌ પ્રથમવાર 1973માં બેગમ નુસરત શાહબાઝ સાથે લગ્ન કર્યા હતા. બેગમ નુસરત સાથેનું લગ્ન જીવન 20 વર્ષ સુધી ચાલ્યું હતું. 

1993માં શાહબાઝે આલિયા હની નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. જોકે અલિયા હની સાથેના સંબંધો ઝડપથી વિચ્છેદ થયા અને નિલોફર ખોસા નામની મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. 2003માં સામાજીક કાર્યકર્તા અને લેખિકા તેહમીના દુરાર્ની સાથે લગ્ન કર્યા જે તેમના ચોથા લગ્ન હતા.

કાશ્મીર મુદ્દે કકળાટી છે શરીફ : 

શાહબાઝની તાજપોશી ભારત માટે સારા અણસાર નથી કેમ કે શરીફ ખાનદાનનો ઈતિહાસ હળાહળ ભારત વિરોધી છે. ભારતમાં કહેવાતા વિશ્લેષકોનો એક વર્ગ શરીફ ખાનદાનને ભારતના મામલે શરીફ માને છે, શાહબાઝ ભારત સાથેના સંબંધો સુધરાશે એવી વાતો કરે છે પણ આ વાતોમાં દમ નથી.   પહેલી વાત એ કે, પાકિસ્તાનનો કોઈ રાજકીય પક્ષ ભારત તરફી છે જ નહીં. ભારતને ગાળો આપીને, ભારત સામે ઉશ્કેરણી કરીને પાકિસ્તાની નેતા પોતાની દુકાન ચલાવે છે પછી ભારત સાથે કઈ રીતે દોસ્તી કરી શકે ? 

આ પણ વાંચો : https://www.gujaratsamachar.com/news/international/shahbaz-to-become-pm-of-pakistan-more-romantic-even-imran-has-been-married-five-times

આ પણ વાંચો : https://www.gujaratsamachar.com/news/news-focus/india-need-not-rejoice-pakistans-new-ruler-kashmir-lover