×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BREAKING: ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ



ગાંધીનગરઃ પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની ધરપકડ કરવામાં આવી છે. સરકારી જમીન પ્રકરણમાં ગેરરીતિ કરી હોવાના આરોપ સાથે તેમની ધરપકડ કરાઈ છે. તેઓ લાંબા સમયથી ગાંધીનગરમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતાં. આવતીકાલે વિધિસર કાર્યવાહી કરીને રિમાન્ડ માંગવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એસ.કે લાંગાની ધરપકડથી મહેસુલી અધિકારીઓમાં ભારે ચકચાર, અન્ય કેટલાક અધિકારીઓની પણ ધરપકડના ભણકારા વાગી રહ્યાં છે. 

કમિટીની તપાસમાં તેઓ દોષિત સાબિત થયા હતાં

એસ.કે. લાંગાએ તેમના કલેક્ટર કાળ દરમિયાન જમીન કૌભાંડ આચર્યું હતું. લાંગા સમક્ષ ગાંધીનગર સેક્ટર-7 પોલીસમાં ફરિયાદ થતાં સરકારે એક કમિટીનું ગઠન કર્યું હતું. આ કમિટીની તપાસમાં તેઓ દોષિત સાબિત થયા હતાં. ગાંધીનગર એલસીબીએ લાંગાની ધરપકડ કરી છે. તેઓ વિજય રૂપાણીની સરકારમાં ગાંધીનગરના કલેક્ટર હતાં. તેઓ માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળતાં ગાંધીનગર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમને સકંજામાં લીધા હતાં.