×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Breaking : અમદાવાદની SVP હોસ્પિટલના ICU વિભાગમાં આગ



2 મે, 2022 સોમવાર 

અમદાવાદ : અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે. નવી VS હોસ્પિટલ તરીકે ઓળખાતી SVPમાં આગ લાગી હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યાં છે.

SVP હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી છે. શરૂઆતી અહેવાલ અનુસાર વેન્ટીલેટર જેવા મોટા મશીનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ICU વોર્ડમાં આગ લાગતા ચોતરફ ભયનો માહોલ સર્જાયો છે. હોસ્પિટલના સ્ટાફે ત્વરિત સતર્કતા દાખવીને ICUમાં દાખલ દર્દીઓને સલામત સ્થળે ખસેડ્યાં છે. હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યાં. 

SVP હોસ્પિટલના ત્રીજા માળે આગ લાગી લાગી છે. જોકે ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

અમદાવાદની સૌથી અદ્યતન હોસ્પિટલમાં SVPનું નામ શામેલ છે.