×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BJPનું ટેન્શન વધ્યું! 2024માં વિપક્ષની એકજૂટતા મોદી સરકારનો ગણિત બગાડી શકે

image : Twitter


નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2023, શુક્રવાર

આગામી લોકસભાની ચૂંટણી અંગે અત્યારથી જ તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ફરી એકવાર પૂર્ણ બહુમત સાથે સરકારમાં વાપસી કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યો છે ત્યાં વિપક્ષ 2024માં ભાજપને ઘેરવાના પ્રયાસો કરી રહ્યો છે. આ દરમિયાન દેશની પ્રજાનો મૂડ જાણવાનો દાવો કરતો એક સરવે સામે આવ્યો છે. 

સરવેમાં શું બહાર આવ્યું જાણો...

સરવેમાં એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે જો હાલમાં લોકસભા ચૂંટણી યોજાય તો કોને બહુમત મળશે? જોકે સરવેના પરિણામો ચોંકાવનારા રહ્યા હતા. એક સરવેમાં લોકોએ આ સવાલનો જવાબ આપ્યો હતો કે જો હાલમાં ચૂંટણી યોજાય તો ફરી એનડીએની સરકાર રચાઈ શકે છે. જોકે કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો થયો છે પરંતુ તે એટલી હદે નથી કે મોદી સરકારને સત્તાથી દૂર કરી શકે.

સરવે મુજબ લોકસભાની 543 સીટોમાંથી 298 સીટો એનડીએ ગઠબંધનને મળી રહી છે

જોકે સરવેમાં ભલે એનડીએને બહુમત મળતો બતાવાયો હોય પણ આંકડા તેની તરફેણમાં નથી. આંકડા જણાવે છે કે  જો વિપક્ષ એકજૂટ થઈ જાય તો ભાજપ તેના હાથમાંથી સત્તા ગુમાવી દેશે. ચાલો આંકડાથી સમજીએ. સરવે મુજબ લોકસભાની 543 સીટોમાંથી 298 સીટો એનડીએ ગઠબંધનને મળી રહી છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનને 153 સીટો મળી રહી છે. જ્યારે અન્ય પક્ષોના ખાતામાં 92 બેઠકો આવી રહી છે. ટકાવારીની વાત કરીએ તો એનડીએને 43 ટકા, યુપીએને 30 ટકા અને અન્યને 27 ટકા વોટ મળતા દેખાઈ રહ્યા છે. 

હાલમાં વિપક્ષ એકજૂટ નથી 

સરવેમાં આ સ્થિતિ ત્યારે જોવા મળી રહી છે જ્યારે વિપક્ષ એકજૂટ નથી. કેસીઆર અલગ રાષ્ટ્રીય પાર્ટી સાથે કેન્દ્ર તરફ મીટ માંડીને બેઠા છે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ કેજરીવાલ પણ રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી લડવાનું સપનું જોઈ રહ્યા છે. મમતા બેનરજી અને નીતીશ કુમારને લઈને પણ અવારનવાર ચર્ચા થતી રહે છે. એવામાં જો વિપક્ષ એજૂટ થાય તો લોકસભામાં બાજી પલટાઈ શકે છે.