×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BJPએ નીતીશ કુમાર પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ, કહ્યું- બિહારની જનતા પાઠ ભણાવશે


પટના, તા. 10 ઓગષ્ટ 2022, બુધવાર

ભારતીય જનતા પાર્ટીએ પોતાના જૂના સહયોગી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. બીજેપીએ કહ્યું કે, ભાજપે કહ્યું કે રાષ્ટ્રીય જનતા દળ સાથેનું તેમનું નવું જોડાણ બિહારને ફરી એકવાર અરાજકતા અને ભ્રષ્ટાચાર તરફ ધકેલી દેશે. બિહારની જનતા તેમને ઓળખી ગઈ છે તે જ તેમને પાઠ ભણાવશે.ભાજપના રાજ્ય મુખ્યાલયમાં પાર્ટીની કોર કમિટીની બેઠક બાદ જાહેર કરાયેલા નિવેદનમાં પાર્ટીએ જાહેરાત કરી કે, બુધવારે બધા જિલ્લામાં જેડીયુ દ્વારા કરવામાં આવેલા વિશ્વાસઘાત વિરુદ્ધ મહાધરણાનું આયોજન કરવામાં કરશે તેના એક દિવસ બાદ પ્રખંડ સ્તરે આંદોલન કરવામાં આવશે.

ભાજપા સાંસદ અને રાજયના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, આ એકદમ સફેદ જૂઠ છે કે, ભાજપે નીતીશની સહમતિ વગર આરસીપી સિંહને મંત્રી બનાવ્યા હતા. એ પણ ખોટુ છે કે, ભાજપ JDU સાથે ગઠબંધન તોડવા ઈચ્છતી હતી અને તોડવાનું બહાનું શોધી રહી હતી. ભાજપ 2024માં પ્રચંડ બહુમતિથી આવશે.

નીતીશની પાર્ટીનો ભાજપ સાથે 1990ના દાયકાથી સબંધ  છે. જોકે, 2013માં પ્રથમ વખત 4 વર્ષ ભાજપથી અલગ રહ્યા હતા. જોકે, હાલમાં બંને પક્ષો વચ્ચે અનેક મુદ્દા પર વિવાદ થયા હતા.

રાજદના તેજસ્વી યાદવ સાથે રાજ્યપાલને મળ્યા બાદ તરત જ ભાજપ પ્રદેશ કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે નીતીશ કુમારને અનેક સવાલ કર્યા હતા અને કહ્યું કે, જેડીયુના લોકોને ટિકીટ આપવા માટે ભાજપે વર્તમાન સાંસદની ટિકીટ કાપી તો ભાજપ સારી બની ગઈ અને હવે તે તોડનારી પાર્ટી બની ગઈ. 

તેમણે કહ્યું કે, નીતીશ કુમાર 2019માં નરેન્દ્ર મોદીના કારણે જ લોકસભાની ચૂંટણી જીત્યા હતા, નરેન્દ્ર મોદીના નામ પર 2020માં વિધાનસભાની ચૂંટણી જીત્યા. તેમણે કહ્યું કે, 1990ના દાયકાથી જ ભાજપ તેને આગળવ વધારવાનું કામ કરી રહી છે. ભાજપે તેમને કેન્દ્રીયમંત્રી બનાવ્યા અને તેમની પાર્ટીમાં વિરોધ હોવા છતાં તેમને મુખ્યમંત્રી બનાવ્યા. 

પ્રસાદે કહ્યું, નીતીશ કુમાર ભાજપ પર JDUને તોડવાનો અને નબળો પાડવાનો આરોપ લગાવી રહ્યા છે. અમારાથી અલગ થયા પછી જ્યારે તેઓ એકલા હાથે લોકસભા ચૂંટણી લડ્યા ત્યારે તેમની પાર્ટીને બે બેઠકો મળી હતી અને હવે જ્યારે તેઓ સાથે મળીને લડ્યા ત્યારે તેઓ 16 બેઠકો જીતવામાં સફળ થયા છે.

જયસ્વાલે દાવો કર્યો કે, ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં બિહારની કુલ 40 બેઠકોમાંથી 35થી વધુ બેઠકો જીતી અને 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં બે તૃતિયાંશથી વધુ બહુમતીથી આવાનો દાવો કરતા કહ્યું કે, હવે નીતીશ કુમારની રાજનીતિ ખતમ થઈ જશે.