×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BIPARJOY EFFECT| રાજસ્થાનમાં પણ ભારે વરસાદ, સેંકડો મકાન ધરાશાયી, 500 ગામડામાં અંધારપટ

image : Twitter


ગુજરાત બાદ બિપરજોય વાવાઝોડું રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ અને ભારે પવને રણના બાડમેર જિલ્લાને હચમચાવી નાખ્યું છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિના કારણે વીજળી ડૂલ થઈ જતાં 500થી વધુ ગામોમાં અંધારપટ થઈ ગયું છે. પાકિસ્તાનને અડીને આવેલા સરહદી ગામોમાં સેંકડો કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં 5 થી 7 ફૂટ પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. હાલ એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો બચાવ કામગીરી ચલાવી રહી છે. હવામાન વિભાગે આગામી 12 કલાકમાં અહીં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

આ શહેરો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે

હવામાન વિભાગે બાડમેર, ઝાલોર અને સિરોહીમાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. પાલી અને જોધપુર માટે "ઓરેન્જ એલર્ટ" જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ જેસલમેર, બિકાનેર, ચુરુ, સીકર, નાગૌર, ઝુનઝુનુ, અજમેર, ઉદયપુર, રાજસમંદ, જયપુર, જયપુર સિટી, દૌસા, અલવર, ભીલવાડા, ચિત્તોડગઢ, કરૌલી, સવાઈ માધોપુર, ટોંક, બુંદી અને કોટા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

500થી વધુ ગામડાઓમાં બ્લેક આઉટ

છેલ્લા 24 કલાકથી બાડમેરના 500 થી વધુ ગામોમાં વીજળીના થાંભલા પડી જવાને કારણે અને વાવાઝોડાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અનેક ગામો સાથેનો લોકોનો સંપર્ક તૂટી ગયો છે. ગામડાઓમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. કોઈપણ રીતે ગામમાં વીજળી ચાલુ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સતત વરસાદ અને ભારે પવને વહીવટીતંત્રની આખી રમત બગાડી નાખી છે.

રેલવેએ 13 ટ્રેનો રદ કરી છે

ચક્રવાત બિપરજોયને કારણે નોર્થ વેસ્ટર્ન રેલવે (NWR) ઝોનમાં રેલ ટ્રાફિકને પણ અસર થઈ છે. રેલવેએ અમૃતસર-ગાંધીધામ એક્સપ્રેસ, જોધપુર-ભીલડી એક્સપ્રેસ, વલસાડ-ભીલડી એક્સપ્રેસ, જોધપુર-પાલનપુર એક્સપ્રેસ, જોધપુર-પાલનપુર એક્સપ્રેસ, બાડમેર-મુનાબાવ એક્સપ્રેસ, મુનાબાવ-બાડમેર એક્સપ્રેસ સહિત 13 ટ્રેનો રદ કરી છે.