×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BCCI તરફ થી BCAને રૂપિયા 35 કરોડ ફાળવવામાં આવ્યા


- સન 2019ની સાલથી બરોડા ક્રિકેટ એસોસિયેશનની સબસિડી પેટે 160 કરોડ રૂપિયા લેણાં નીકળતા હતા

વડોદરા, તા. 15 એપ્રિલ 2022, શુક્રવાર

વર્ષ 2019થી BCCI પાસેથી લેણાં નીકળતા 160 કરોડ જેટલી માતબર રકમ પૈકીના 35 કરોડનો છેલ્લો હપ્તો BCAને આપવાની મંજૂરીની આજે BCCI દ્વારા ઘોષણા કરવામાં આવી છે. 

સન 2019ની સાલથી બરોડા ક્રિકેટ એસોસિયેશનની સબસિડી પેટે 160 કરોડ રૂપિયા લેણાં નીકળતા હતા. જે મેળવવા માટે BCAના પદાધિકારીઓ સતત કાર્યરત હતા. આ અંગે BCCI સાથે સતત વાટાઘાટો અને જરૂરી કાર્યવાહી બાદ આજ રોજ 160 કરોડ પૈકી છેલ્લા બાકી નીકળતા 35 કરોડ BCCI  દ્વારા આપવાની આજે ઘોષણા કરવામાં આવી છે.

આ સાથે વર્ષ 2018-19ની મળવા પાત્ર તમામ રકમ BCAને મળી ગઈ છે.

 આ અંગે બરોડા ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, BCCI  દ્વારા બાકી નીકળતા નાણાં આપવાની મંજૂરી બદલ અમે BCCIનો આભાર માનીએ છે. 

આ સાથે BCAના તમામ સભ્યો અને પદાધિકારીઓનો આભાર માનીએ છે કે જેઓના સહયોગ થકી 06 AGM બેઠક સંપન્ન થઈ, જેને કારણે BCCIના નિયમોનુસાર BCA બાકી નીકળતા નાણાં મેળવવા માટે હકદાર બન્યું.

 એક તરફ કોરોના મહામારી વચ્ચે પણ BCA દ્વારા સ્ટેડિયમ નિર્માણનું કાર્ય પૂરજોશમાં માં ચાલી રહ્યું છે. તો બીજી બાજુ BCA દ્વારા પ્રેક્ટિસ માટેની પીચ પણ ખુલ્લી મૂકવામાં આવી છે, જેની પર હાલ પ્રેક્ટિસ મેચો પણ રમાઈ રહી છે. તો તાજેતરમાં સ્ટેડિયમમાં લાઇટના ટાવર્સ પણ ઊભા કરી દેવા માં આવ્યા છે. 

કોરોનાની મહામારીથી આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમના નિર્માણમાં ખાસ કોઈ વિલંબ થયો નથી. જ્યારે BCCI દ્વારા આ રકમ મળતા સ્ટેડિયમ નિર્માણ કાર્યને પ્રબળ વેગ મળશે તેમાં બેમત નથી.

 તાજેતરમાં આદિત્ય બિરલા કેપિટલ દ્વારા BCAને રૂપિયા 50 લાખનું અનુદાન મળ્યું છે જે જિલ્લામાં ક્રિકેટની ટ્રેનિંગમાં વાપરવામાં આવશે.