BCCIને આખરે બ્રહ્મજ્ઞાન લાદ્યુ : IPL અધવચ્ચેથી રદ કરવી પડી
- કોરોનાના કહેર વચ્ચે શરૂ થયેલી IPL માટે નાગરિકોને પહેલેથી જ રોષ હતો
- ખેલાડીઓ, ગ્રાઉન્ડ્સ સ્ટાફ સહિત 14 સંક્રમિત થતા આયોજકોને કડવો ઘૂંટ પીને શરણાગતિ સ્વીકારવી પડી
- BCCI ના જક્કી વલણને અંતે કોરોનાએ જ ઠેકાણે પાડયું
દિલ્હી : કોરોના કહેર વચ્ચે બહુમતી નાગરિકોના રોષ છતાં ગત ૯ એપ્રિલથી શરૂ થયેલી આઈપીએલને આખરે કોરોનાનું ગ્રહણ નડયું છે. છેલ્લા બે દિવસમાં ત્રણ ટીમના ચાર ખેલાડીઓ અને એક અન્ય ટીમના બોલિંગ કોચનો રીપોર્ટ પોઝિટિવ આવતા આઈપીએલની તમામ ટીમના કેમ્પમાં ભય અને ફફડાટનું મોજું ફરી વળ્યું હતું. આખરે નાછૂટકે ભારતીય ક્રિકેટ બોર્ડની આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે આઈપીએલ અધવચ્ચેથી રદ કરવાનો નિર્ણય લેતા કડવો ઘૂંટ પીધો હતો.
સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્પિનર વરૂણ ચક્રવર્તી અને મીડિયમ પેસર સંદિપ વૉરિયર તેમજ ચેન્નાઇ સુપર કિંગ્સના બોલિંગ કોચ લક્ષ્મપતિ બાલાજીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો. તે પછી આજે સવારે સનરાઇઝર્સ હૈદ્રાબાદના રિધ્ધીમાન સહા ને દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રાના રીપોર્ટ પણ પોઝિટિવ આવતા આયોજકો હેરાન થઇ ગયા હતા. શક્ય છે કે આગામી દિવસોમાં આઈપીએલના મહત્તમ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ, ટીમ મેનેજમેન્ટ અને પરિવારજનોમાં કોરોના ફેલાઇને હાહાકાર મચી જાત. આવી ગંભીર પરિસ્થિતિ પામી જઇ બીસીસીઆઇએ તાત્કાલિક નિર્ણય લઇ બપોર પહેલા જ આઈપીએલને આ વર્ષ પૂરતી આટોપી લેવાનો અસાધારણ અને મોડે મોડે પણ યોગ્ય નિર્ણય લીધો.
માની લઇએ કે હવે વધુ ખેલાડીઓ કે કોચ સંક્રમિત ન થાત તો પણ પણ નિર્ધારિત એસઓપી પ્રમાણે જે ટીમનો એક ખેલાડી પણ ચાલુ ટુર્નામેન્ટમાં પોઝિટિવ થાય તો પૂરી ટીમને એક અઠવાડિયું આઇસોલેશનમાં રહેવું પડે.
આથી જ બેંગ્લોર અને કોલકાતાની અમદાવાદની મેચ રીશેડયુલ કરવાનો સોમવારે નિર્ણય લેવાયો હતો કેમ કે કોલકાતાને તેના વરૂણ અને સંદિપ એમ બે ખેલાડી પોઝિટિવ આવતા આઇસોલેશનમાં રહેવું પડે. કોલકાતાની અઠવાડિયા દરમ્યાન જે મેચ આવે તે રીશેડયુલ કરવી પડે. કદાચ આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલને ત્યાં સુધી વાંધો ન હતો પણ સોમવારે સાંજે ચેન્નાઇના કોચ બાલાજીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો. તે બોલિંગ કોચ હોવાના નાતે ચેન્નાઇના તમામ ખેલાડીઓના સંપર્કમાં આવ્યો હતો એટલું જ નહીં શનિવારે મુંબઇ-ચેન્નાઇ વચ્ચેની મેચમાં 'ડગ આઉટ'માં બધા જોડે બેઠો હતો અને મુંબઇના ખેલાડીઓને જીત બદલ પણ અભિનંદન આપ્યા હતા. આમ મુંબઇના કેમ્પમાં ચિંતા ફરી વળી. હવે અઠવાડિયા માટે આઇસોલેશન ચેન્નાઇને તો રહેવાનું થયું જ. ચેન્નાઇની મેચો પણ ફરી આ જ તારીખમાં સમાવવી પડે. એક દિવસમાં બે-બે મેચ ગોઠવવાનો પણ વિચાર આવ્યો જ હોય. પણ, તમામ શક્યતાઓ પર આજે વધુ બે ખેલાડીઓ દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા અને સનરાઇઝર્સ હૈદ્રાબાદના રિધ્ધીમાન સહા પણ પોઝિટિવ આવતા આઇપીએલ પર પૂર્ણ વિરામ મૂક્યા સિવાય કોઇ છૂટકો ન હતો.
આઇપીએલ જેમ જેમ આગળ વધતી ગઇ તેમ ભારતમાં કોરોનાએ દેશવ્યાપી ભય, ફફડાટ અને માતમનું મોજું ફેરવી દીધું છે. જે દિલ્હી, મુંબઇ, અમદાવાદ જેવા કેન્દ્રોમાં પ્રેક્ષકો વગર બંધ બારણે આઇપીએલનો જલસો ચાલતો હતો તે શહેરોમાં બહાર નાગરિકોને હોસ્પિટલોમાં બેડ માટે કલાકો, દિવસ લાઇનમાં ઓક્સિજન વગર ટળવળવું પડયું હતું. સામૂહિક અંતિમ સંસ્કાર માટે પણ કલાકોનું વેઇટિંગ ચાલતું હતું ત્યારે બીસીસીઆઇએ નૈતિક રીતે માનવીય અભિગમ સ્વીકારીને જ આઇપીએલ બંધ કરી દેવા જેવા હતી પણ ટીવી પર રમતના નામે મનોરંજનની મહેફિલ જારી રહી હતી. નાગરિકોનો બહોળો વર્ગ આ તમાશો જોઇ નારાજગી વ્યક્ત કરતો હતો. અંતે કોરોનાએ જ આઇપીએલની વિકેટ ખેરવી.
ચૂસ્ત બાયો બબલ છતાં કઇ રીતે આ હદે ખેલાડીઓ, કોચ કોરોના પોઝિટિવ બન્યા તે વ્યવસ્થાથી પણ બીસીસીઆઇને નીચા જોવાપણું થયું.
ખેલાડીઓ, કોચ અને મોટી સંખ્યાનો સ્ટાફ સંક્રમણથી બચતા દેશ બચી ગયો
IPL કોરોના છતાં યુએઇના બદલે ભારતમાં યોજવાની જીદ ભારે પડી
- 60માંથી 29 મેચો જ રમાઈ : બ્રોડકાસ્ટર અને પ્રાયોજકો તરફથી અડધી રકમ જ મળશે
- IPL સસ્પેન્ડ થતા BCCIને રૂ. 2200 કરોડનું નુકસાન
આઇપીએલ ૨૯ મેચો જ રમાઈ છે ત્યારે અધવચ્ચેથી પડતી મુકવાના નિર્ણયને લીધે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ને રૂ. ૨૦૦૦ કરોડનો કારમો ફટકો પહોંચ્યો જ છે. પણ જે રીતે કોરોનાના પોઝિટિવ રિપોર્ટ બહાર આવતા જાય છે તે પછી એવું લાગે કે હજુ મોટેપાયે ક્રિકેટ વિશ્વના મોટાભાગના ખેલાડીઓ, કોચ, પરિવાર, ટીમ મેનેજમેન્ટ અને કંપનીનો સ્ટાફ કોરોનાની લપેટમાં આવી જાત અને તેઓ સંક્રમિત થઈને દેશ માટે પણ બોજરૂપ બન્યા હોત જે બીસીસીઆઈના કરોડોના નુકસાન કરતા અનેક ગણું સરભર ન કરી શકાય તેવું હાનિકારક પૂરવાર થાત.
૨૦૨૦માં ભારતમાં કોરોનાને લીધે બીસીસીઆઈએ ડહાપણભર્યો નિર્ણય લઇને યુએઇમાં આઇપીએલ શિફટ કરી સફળતાથી પાર પાડી હતી પણ આ વખતે ગયા વર્ષ કરતા ખરાબ સ્થિતિ હતી છતાં બોર્ડે ભારે ટીકા અને વિરોધ છતાં ભારતમાં જ આઇપીએલ યોજી, તેઓને તેમની જીદની મોટી કિંમત ચુકવવી પડી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના ઓફિસિયલે કહ્યું હતું કે આઇપીએલ મોકુફ રાખવાને લીધે અમને રૂ. ૨૦૦૦ થી ૨૫૦૦ કરોડ રૂપિયાની ખોટ જશે. જો વધુ નજીકનો આંકડો જોઈએ તો ૨૨૦૦ કરોડ રૂપિયા કહી શકાય.
૫૨ દિવસની ટુર્નામેન્ટમાં કુલ ૬૦ મેચો રમાવાની હતી. ફાઇનલ અમદાવાદમાં ૩૦ મે ના રોજ નિર્ધારિત હતી. તે અગાઉ બે ક્વોલિફાયર, એક એલિમિનેટર પણ અમદાવાદમાં જ યોજાવાની હતી.
બ્રોડકાસ્ટર કંપનીએ ભારતીય ક્રિકેટ બોર્ડ જોડે પાંચ વર્ષનો રૂ. ૧૬,૩૪૭ કરોડનો કરાર કર્યો છે. એટલે કે એક વર્ષના રૂ. ૩૨૬૯ કરોડ. એક ગણતરી પ્રમાણે એક મેચના પ્રસારણ દીઠ ભારતીય ક્રિકેટ બોર્ડને રૂ. ૫૪.૫ કરોડ મળતા હોય છે. જો પુરી ટુર્નામેન્ટ રમાઈ હોત તો ભારતીય ક્રિકેટ બોર્ડને ૬૦ મેચના રૂ. ૩૨૭૦ કરોડ મળવાના હતા હવે ૨૯ મેચ જ રમાઇ હોઈ રૂ. ૧૫૮૦ કરોડ જ મળશે.
તેવી જ રીતે ટાઇટલ સ્પોન્સર મોબાઇલ કંપની રૂ. ૪૪૦ કરોડ આપવાની હતી તે હવે અડધા જ કવર થશે. અન્ય પ્રાયોજક કંપનીઓની રૂ. ૧૨૦ કરોડની આવક પણ બોર્ડ ગૂમાવશે.
જો કે અન્ય નુકશાન તો આ અંદાજમાં ગણ્યું જ નથી જે નોંધપાત્ર હોઈ શકે. આઠ ફ્રેન્ચાઇઝીઓને પણ બીસીસીઆઈની આવકમાંથી તે ફાળવણી થવાની હતી તેમાં અડધો કાપ આવશે.
અબ તક 40
IPL : સંક્રમિત થઈ ચૂકેલાની સંગીન ટીમ
વરૂણ
ચક્રવર્તી
કોલકાતા
વોરિયર
કોલકાતા
રાણા
કોલકાતા
પડ્ડીકલ
બેંગ્લોર
અક્ષર પટેલ
દિલ્હી
સહા
હૈદ્રાબાદ
અમિત મિશ્રા
દિલ્હી
બાલાજી
ચેન્નાઈ
મોરે
મુંબઈ
વિશ્વનાથન
ચેન્નાઈ
* પાંચ ગ્રાઉન્ડ સ્ટાફ દિલ્હીના, ૧૧ ગ્રાઉન્ડ સ્ટાફ વાનખેડે મુંબઈના અને ૧૪ સ્ટાફ બ્રોડકાસ્ટિંગ ટીમના પોઝિટિવ થઈ ચૂક્યા છે.

વરૂણ ચક્રવર્તી |
કોલકાતા |
વોરિયર |
કોલકાતા |
રાણા |
કોલકાતા |
પડ્ડીકલ |
બેંગ્લોર |
અક્ષર પટેલ |
દિલ્હી |
સહા |
હૈદ્રાબાદ |
અમિત મિશ્રા |
દિલ્હી |
બાલાજી |
ચેન્નાઈ |
મોરે |
મુંબઈ |
વિશ્વનાથન |