×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BBC ડોક્યુમેન્ટ્રીનો મામલોઃ દિલ્હી હાઈકોર્ટે ગુજરાતની NGO દ્વારા દાખલ માનહાની કેસમાં BBCને સમન્સ પાઠવ્યું



નવી દિલ્હીઃ બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને દેશમાં અનેક જગ્યાએ વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે દિલ્હી હાઈકોર્ટમાં બીબીસીને એક માનહાની કેસની સુનાવણીમાં સમન્સ પાઠવવમાં આવ્યું છે. આ સમન્સમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, વડાપ્રધાન મોદી પર બનાવેલી ડોક્યુમેન્ટ્રી ન્યાયપાલિકા અને વડાપ્રધાન પદ સહિત ભારત દેશની પ્રતિષ્ઠાને પ્રભાવિત કરે છે. 

બીબીસીને સમન્સ પાઠવવામાં આવ્યું
દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ દત્તાએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ગુજરાત સ્થિત એક એનજીઓ જસ્ટિસ ઓન ટ્રાયલ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં બીબીસીને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેની સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં યોજાશે. કોર્ટે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી પર બનાવેલી ડોક્યુમેન્ટ્રી  દેશ અને ન્યાયપાલિકાની પ્રતિષ્ઠા અને વડાપ્રધાન વિરૂદ્ધ માનહાનિ પૂર્ણ આરોપ તથા જાતિગત કલંક લગાવે છે. જેથી પ્રતિવાદિઓને નોટીસ ફટકારવામાં આવે. 

ડોક્યુમેન્ટ્રીએ દેશને બદનામ કર્યો
એનજીઓ તરફથી સિનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ દલીલ કરી હતી કે, બે ભાગની ડોક્યુમેન્ટ્રીએ ન્યાયપાલિકા સહિત દેશને બદનામ કર્યો છે. એક નીચલી કોર્ટે તાજેતરમાં જ બીબીસી, વીકીમીડિયા ફાઉન્ડેશન અને ઈન્ટરનેટ આર્કાઈવને ભાજપના નેતા વિનયકુમારસિંહ તરફથી દાખલ કરવામાં આવેલ એક માનહાની કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જેમાં વિવાદિત ડોક્યુમેન્ટ્રી અથવા આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સંબંધિત કોઈ અન્ય સામગ્રીને પ્રકાશિત કરવા અંગે રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી.