×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BBC ડોક્યુમેન્ટરીને લઈને SFI અને ABVPના કાર્યકરો સામસામે,હૈદરાબાદ યુનિવર્સિટીમાં હોબાળો

Image: Twitter



BBC ડોક્યુમેન્ટરીને લઈને ઉત્તર અને દક્ષિણ ભારતની કેટલીક યુનિવર્સિટીમાં હોબાળો ચાલી રહ્યો છે. ગઈકાલે હૈદરાબાદ યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગને લઈને ભારે વિવાદ જોવા મળ્યો હતો. અહીં SFI અને ABVPના કાર્યકરો સામસામે આવી ગયા હતા. જ્યારે SFIએ BBC ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનીંગ આયોજિત કર્યું, ત્યારે ABVPએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનું સ્ક્રીનિંગ કર્યું હતું. બે જૂથ વચ્ચે થયેલી અથડામણના પણ વીડિયો સામે આવ્યો છે.

હૈદરાબાદ યુનિવર્સિટીમાં BBC ડોક્યુમેન્ટરીને લઈને SFI અને ABVPના કાર્યકરો સામસામે આવી ગયા હતા. SFI દ્વારા BBC ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. જેના વિરોધમાં  ABVPના કાર્યકરોએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બતાવી હતી. પહેલા પણ 21 જાન્યુઆરીના રોજ, વિદ્યાર્થીઓના એક જૂથે વહીવટીતંત્રની પરવાનગી વિના હૈદરાબાદ યુનિવર્સિટીમાં બીબીસી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ આયોજિત કર્યું હતું. આ પછી યુનિવર્સિટી પ્રશાસને આ મામલે રિપોર્ટ માંગ્યો હતો. યુનિવર્સિટી પ્રશાસને બંને જૂથના વિદ્યાર્થીઓને કોઈપણ ફિલ્મ ન બતાવવાની સલાહ આપી હતી.

કેન્દ્રએ BBC ડોક્યુમેન્ટરીને પ્રોપોગેંડા ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં SFIએ ગઈકાલે ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કર્યું હતું. SFI અનુસાર, હૈદરાબાદ યુનિવર્સિટીમાં આયોજિત સ્ક્રીનિંગમાં 400 વિદ્યાર્થીઓ હાજર હતા. SFIએ ટ્વીટ કરીને કહ્યું કે, વિદ્યાર્થીઓએ ABVP અને વહીવટીતંત્રના ખોટા પ્રચાર અને અશાંતિ ફેલાવવાના અને સ્ક્રીનિંગને બંધ કરવવાના પ્રયાસોનો અસફળ કરી દીધો છે.