×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Bappi Lahiri: જાણો છો બપ્પીદા આટલું સોનું કેમ પહેરતા?


- 2014માં લોકસભા ચૂંટણી વખતે સોગંદનામામાં બપ્પીદાએ પોતાના પાસે 754 ગ્રામ સોનું અને 4.62 કિગ્રા ચાંદી હોવાનું દર્શાવેલું

મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી, 2022, બુધવાર

મ્યુઝિક કંપોઝર અને સિંગર બપ્પી લહેરીએ 27 નવેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ છેલ્લા ઘણાં સમયથી તેમના ગીતો ઉપરાંત અન્ય એક કારણથી સતત લાઈમલાઈટમાં રહેતા હતા. આ અન્ય એક કારણ એટલે તેમનો સોના-ગોલ્ડ પ્રત્યેનો પ્રેમ. સોનાના ખૂબ જ વજનદાર ઘરેણાં એ બપ્પીદાની ઓળખ બની ગયા હતા. પરંતુ શું તમે જાણો છો બપ્પી દા કેટલી જ્વેલરી પહેરતા અને તેઓ જે જ્વેલરી પહેરતા તેનું વજન શું હતું એ વિશે?

મ્યુઝિક સિવાય બપ્પીદાની અન્ય એક ઓળખ તેમની જ્વેલરી પણ છે. બપ્પીદા હાથ અને ગળામાં ખૂબ જ વજનદાર જ્વેલરી પહેરતા. 2014ની લોકસભા ચૂંટણી વખતે તેમણે ઉમેદવારી દર્શાવી હતી અને તે સમયે પોતાની સંપત્તિ પણ જાહેર કરી હતી. ચૂંટણીના સોગંદનામા પ્રમાણે બપ્પી લહેરી પાસે 754 ગ્રામ સોનું અને 4.62 કિગ્રા ચાંદી હતા. જોકે, વર્તમાન સમયમાં તેમની સંપત્તિમાં ફેરફાર થયો હોય તેમ બની શકે. 

2014ના વર્ષના આંકડાઓને સોનાની વર્તમાન કિંમત સાથે સરખાવીએ તો તેમના પાસે આશરે 39 લાખ રૂપિયાનું સોનું હતું અને આશરે 3 લાખ રૂપિયાની ચાંદી હતી. તમને જણાવી દઈએ કે માત્ર બપ્પીદા જ સોના માટે પ્રખ્યાત નહોતા, તેમના પત્ની પાસે તેમના કરતાં ઘણું વધારે સોનું હતું. 2014માં બપ્પીદાએ જે માહિતી દર્શાવી હતી તે પ્રમાણે તેમના પત્ની પાસે 967 ગ્રામ સોનું, 8.9 કિગ્રા ચાંદી અને 4 લાખના હીરા હતા. એટલે જો સરવાળો કરીએ તો તે સમયે તેમના પાસે આશરે 20 કરોડની સંપત્તિ હતી જેમાં હાલ વધઘટ થઈ હોઈ શકે. 

હવે આ થઈ તેમની જ્વેલરીના વજન અને કિંમતની વાત પરંતુ શું તમે જાણો છો તેઓ શા માટે આટલી જ્વેલરી પહેરતા એ વિશે? એક વખત બપ્પી લહેરીએ જણાવ્યું હતું કે, 'હોલિવુડમાં એલ્વિસ પ્રેસલી સોનાની ચેઈન્સ પહેરતો અને મને તે ખૂબ ગમતો. એ સમયે હું વિચારતો કે, હું સફળ થઈશ ત્યારે મારી એક અલગ ઈમેજ સેલિબ્રેટ કરીશ અને એ પછી હું આટલું સોનું પહેરી શકવા સક્ષમ બન્યો અને ગોલ્ડ એ મારા માટે લકી છે.'