×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Asia Cup 2022નું ટાઈટલ પોતાના નામે કરતા શ્રીલંકા પર પૈસાનો વરસાદ


- એશિયા કપ ટાઈટલ જીતવા પર શ્રીલંકાની ટીમને લગભગ 1.20 કરોડ રૂપિયા (1.5 લાખ ડોલર) આપવામાં આવ્યા છે

નવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર 2022, સોમવાર

રાજકીય અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે ક્રિકેટના મેદાનમાં 11 ખેલાડીઓ હીરો બનીને ઉભરી આવ્યા હતા, તેમણે રવિવારે પાકિસ્તાનને 23 રને હરાવીને છઠ્ઠી વખત એશિયા કપ જીત્યો હતો અને દેશવાસીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું. આ જીત માત્ર શ્રીલંકન ક્રિકેટ માટે જ નહીં પરંતુ ઐતિહાસિક અને રાજકીય રીતે પણ ઘણો મહત્વનો છે. એક તબક્કે 58 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકાએ ભાનુકા રાજપક્ષેના 45 બોલમાં અણનમ 71 રનની મદદથી છ વિકેટે 170 રન બનાવ્યા હતા.

જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રન પર આઉટ થઈ હતી જ્યારે એક સમયે તેનો સ્કોર બે વિકેટ પર 93 રન હતા. ફાસ્ટ બોલર મધુશાને 4 ઓવરમાં 34 રન આપીને ચાર અને લેગ સ્પિનર વાનિંદુ હસરંગાએ 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. 

વિજેતા ટીમને મળ્યા 1.20 કરોડ રૂપિયા

એશિયા કપનો ખિતાબ જીતવાથી રાજકીય અને આર્થિક અસ્થિરતા સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાને રાહત થઈ છે. એશિયા કપ ટાઈટલ જીતવા પર શ્રીલંકાની ટીમને લગભગ 1.20 કરોડ રૂપિયા (1.5 લાખ ડોલર) આપવામાં આવ્યા છે. બીજી તરફ હારેલી ટીમ એટલે કે, પાકિસ્તાનને લગભગ 60 લાખ રૂપિયા (75 હજાર ડોલર) પ્રાઈઝ મની તરીકે મળી છે.

આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં કમાલ કરનારા ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ થયો છે. પ્લેયરલ ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ વાનિંદુ હસરંગાને મળ્યો હતો જેને લગભગ 11.94 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્લેયર ઓફ ધ ફાઈનલનો ખિતાબ ભાનુકા રાજપક્ષેને મળ્યો હતો જેને ઈનામ તરીકે લગભગ 4 લાખ રૂપિયા મળ્યા હતા. 

એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર ટોપ બેટ્સમેન

મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન)- 281 રન

વિરાટ કોહલી (ભારત)- 276 રન

ઈબ્રાહિમ જાદરન (AFG)- 196 રન

સૌથી વધુ વિકેટ લેનારા બોલર

ભુવનેશ્વર કુમાર (ભારત)- 11 વિકેટ 

વાનિંદુ હસરંગા (શ્રીલંકા)- 9 વિકેટ

શાદાબ ખાન (પાકિસ્તાન)- 8 વિકેટ