×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Editor’s Desk – February 2023

વાતાવરણમાં હવે શિયાળો બરાબર જામતો જાય છે. ઠંડીએ તેનું જોર પકડયું છે. બરફવર્ષાની સાથે ઠંડા પવનો ફૂંકાતા જાહેર જીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે. ઠંડીને કારણે પ્રજામાં અને ધંધા-વેપારમાં પણ અસર જોવા મળી રહી છે. તાજેતરમાં અમદાવાદ નજીક ઓગણજ ખાતે બીએપીએસના સર્વેસર્વા ગણાતા પ.પૂ.પ્રમુખ સ્વામીની શતાબ્દી મહોત્સવનો ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવો સુંદર મહોત્સવ ૧૫ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી ચાલ્યો. જેની મુલાકાત અસંખ્ય ભાવિકભકતો અને જનતાએ લીધો હતો. ખુબસુંદર મેનેજમેન્ટ આયોજકોની શકિતનો પરચો બતાવતો હતો. હજારોની સંખ્યામાં સ્વયંસેવકોએ કયાંય પણ, કોઈપણ વાતની ખામી દેખાવા દીધી નથી, અમેરિકા તથા વિશ્વભરમાંથી આવેલ ભકતોએ સ્વયંસેવક તરીકેની સુંદર કામગીરી બજાવી હતી. અભૂતપૂર્વ માનવમહેરામણ હોવા છતાં સ્ટેજપણ અડચણ કે અવરોધ ઉભો થવા પામ્યો નથી. ૧૫ જાન્યુઆરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અલભ્ય-અલૌકિક અને અજબ કહેવડાવું તેવું આ શતાબ્દી મહોત્સવ લોકોને દીર્ઘકાળ સુધી યાદ રહેશે.

તાજેતરમાં જ ઝારખંડ સરકારે જૈન સમાજના મહાતીર્થ સમા પારસનાથ પહાડને (સમેદ શિખર) તરીકે જાણીતું છે તેને પ્રવાસન સ્થળ જાહેર કરાતાં આ નિર્ણયથી દેશભરના જૈન સમાજને ભારે આંચકો લાગ્યો છે જેના જવાબમાં દેશભરના જૈનસમાજે વિરોધ જગાવ્યો. સમ્મેદ શિખર તરીકે ઓળખાતા સમગ્ર ભૂમિની પવિત્રતા છીનવાઈ જશે. જેથી દેશભરના જૈન સમાજે આ નિર્ણયનો રસ્તા પર ઉતરીને વિરોધ શરૂ કર્યો. સમ્મેદ શિખરજી માટે રાજસ્થાનમાં તો એક મુનિનો પ્રાણત્યાગ પણ થયો છે, જયારે રાજયના જદા જુદા શહેરોમાં લાંબી મહારેલીઓ પણ યોજાઈ.અંતે રાજ્ય સરકારે આ નિર્ણયરોકી માત્ર ધાર્મિક યાત્રાસ્થળ તરીકે જ દરજો રહેશે તેવો સ્વીકાર કર્યો છે.

આ પહેલા રાજયમાં શ્વેતામ્બર જૈન સમાજના પવિત્ર ધર્મસ્થાન ગણાતા પાલીતાણાના દેરાસરમાં તોડફોડ કરનારા તથા શેત્રુંજય પર્વત પર થઇ રહેલા અતિક્રમણના વિરોધમાં સમગ્ર રાજયના જૈન સંઘોએ અમદાવાદ સહિત વિવિધ સ્થળે વિશાળ રેલી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેનાં કોઇ પરિણામ કે ઉકેલ હજી સુધી આવેલ નથી.

જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજે આ રેલી દ્રારા મેસેજ પહોંચાડયો હતો કે, અમારી શકિત વાપરવી પડે તેવા દિવસો લાવતા જ નહીં, આ જોઇને તમે ડરી જાવ નહીં તો વીઆર રેડી. ‘સમજાવટથી કામ ન ચાલે તો દંડો હાથમાં લેવો પડે, બેન-દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ થાય તો શાંતિ રાખવી ?’ જૈન સમાજ અચાનક આટલો ઉગ્ર થયો તેની પાછળનું મુળ કારણ ગમે તે હોય પણ એક વાત તો નકકી જ છે કે, જયારે કોઇપણ સમાજની કે ધર્મ બાબતે તેની ધાર્મિક લાગણી દુભાય ત્યારે આવી ઘટનાઓને રોકવી અશકય બને છે. હંમેશા શાંત અને અહિંસક રહેતો જૈન સમાજ સરકારના આ પગલાનો હાલ તો વિરોધ કરી રહ્યો છે ઉલ્રેખનીય છે કે, જૈન સમાજના આ પગલાંથી વિવિધ સંપ્રદાયોમાં વહેંચાયેલા હિન્દુઓએ જૈનધર્મમાંથી શિખવા જેવું છે.

વારાણસીના “રવિદાસ ઘાટ’થી ‘ગંગા વિલાસ ક્રુઝ’નું મકરસંક્રાંતિના દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કાશીથી દિબ્રુગઢ વચ્ચે દુનિયાની સૌથી મોટી નદીની જળયાત્રા ‘ગંગા વિલાસ ક્રુઝ’ નો શુભારંભ થયો છે ત્યારે આંતરરાષ્ઠીય પર્યટકોને ગંગા કિનારો તો જોવા મળશે પરંતુ સાથે દેશના ગૌરવશાળી વારસા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના લઇને ગંગા વિલાસ પર્યટકોને આપણી સમૃદ્ધિ એતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓની સાથે સાથે નવા ભારતનું પણ અવલોકન કરાવશે. રવિદાસ ઘાટથી શરૂ થઈ ૫૦ જેટલી જગ્યાઓ તથા બાંગલાદેશના કેટલાંક સ્થળો ઉપરથી પસાર થઈ ૫૧ દિવસે અસમ ખાતે પહોંચશે. દરમ્યાન મુસાફરોને ક્રુઝ યાત્રામાં લકઝરી સુવિધાઓ પણ મળશે. અંદાજે રોજના પચ્ચીસ હજાર રૂપિયાનો દર રહેશે.

“તંત્રી, સુભાષ શાહ