×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Editor’s Desk – December 2022

દિવાળીના તહેવારો પતતાં જ વાતાવરણમાં ફ્લગલાબી મોસમની શરૂઆત થઇ ગઇ છે. જયારે
ગુજરાતના વાતાવરણમાં રાજકારણ ગરમાયું છે. આ વખતે પણ ચૂંટણીમાં ત્રિપાંખીયો સંઘર્ષ જોવા મળશે.
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એડી-ચોટી સુધીનું
જોર લગાવ્યું છે. ચૂંટણી પ્રચારનો દોર ધમધમી રહ્યો છે. જેને લઇ પ્રજા પણ અચંબિત અનુભવે છે. દરેક પક્ષો
દ્રારા દરવખતની જેમ વચનો અને લ્હાણીઓની ભરમાર કરાઈ છે. દરેક પક્ષે સબળા અને નબળા બંને
ઉમેદવારોને મા ઉતાર્યા છે, ત્યારે મહત્વની બેઠકો ઉપર મોટો મદાર રખાયો છે. ભાજપ સામે નારાજગી
છતાં પણ કોઈ, કયારે ને કયાં બાજી મારી જાય તે કહેવું મુછેલ છે. નારાજ સભ્યો કેટલેક ઠેકાણે અપક્ષમાં
ઉતર્યા છે. તો બીજી તરફ બે-ત્રણ ટર્મમાં જીતી આવતા ઉમેદવારોને રદ કરી નવા ચઢેરાઓને અને રીપીટ
થિયરી પણ જે તે પક્ષોએ અપનાવી છે. કેટલાક વિસ્તારોમાં મતદારો નિશાન સાધીને બેઠા છે તો કેટલીક
જગ્યાએ ચૂંટણીના બહિષ્કારનું શસ પણ અજમાવાયું છે. કેટલાક મતદારો દ્રારા સરકાર પાસે માંગણીઓ
મુકાઈ રહી છે. આમ ચૂંટણીનો માહોલ ધમધમવાની સાથે થોડે ઘષ અંશે અસમંજસની પરિસ્થિતિ પેદા થવા
ન હાલ તો ચૂંટણી પ્રચારમાં સૌ મેદાને પડયા છે અને ઠેર ઠેર ચૂંટણી સભાઓ, રેલીઓ ને દેખાવો થઇ
રહ્યા છ.

દર વખતની જેમ ચૂંટણીમાં વિજય મેળવવા ‘મફત’ની લ્હાણી કરાય છે અને તે મુજબના સંખ્યાબંધ
વચનો પણા અપાય છે, પરંતુ જે સારા અને વિચારશીલ નાગરિકો છે, જે દેશનું ભવિષ્ય જુએ છે તેવા
નાગરિકો આવા લોકોને ફરી ચૂંટતા નથી તે તાજેતરની અમેરિકાની ચૂંટણીમાં જોવા મળેલ છે. જો દેશને
આગળ લાવવો હોય, પ્રજાને સુખ-શાંતિ મળે તેવી સરકાર લાવવી હોય તો જે સરકારે સારં કામ કર્યું છે તેને
લાવવી એ પ્રજાના હિતમાં છે.

આશા રાખીએ કે ફરી એક વાર કોઈ સારી સરકાર આવે અને જલદ એવા પ્રશ્નોનું નિરાકરણ લાવી પ્રજાને
ધ્યાનમાં રાખી તેની મુછેલીઓ હલ કરે. બાકી પ્રજાની હાડમારી તો ગઇકાલે પણ કન આજે પણ એવી
છે અને આવતા દિવસોમાં પણ એવી જ રટેવાની એમાં કોઇ મીનમેખ નથી.

તાજેતરમાં દેવભૂમિ દ્વારકાનું બેટ દ્રારકા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યું છે. મૂળ કૃષ્હાભૂમિ ઉપર
સુન્ની વકફ બોર્ડ દ્રારા એવું જાઢેર કરવામાં આવ્યું છે કે બેટ દ્વારકાને અજમેરની જેમ શરીફ દરગાહની જેમ
ઓળખાય એ માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવતા ગુજરાત સરકારની સાથે હાઈકોર્ટ પણા
અયચંબા મૂકાઇ ગઇ છે. આજે બેટ દ્વારકામાં હિન્દુઓ કરતા મુસ્લિમોની સંખ્યા ત્રણ ગણી કહી શકાય તેટલી
છે. બહારથી આવી વસેલા લોકો દ્વારા અહીં કબ્જો જમાવાઈ દેવામાં આવ્યો છે. હિન્દુઓને ખદેડી બહારની
પ્રજા જોર જુલમથી, ધંધા-રોજગાર હડપ કરી હિન્દુઓને હિજરત કરવા પર મજબૂર કરી દીધા છે. જેને
કારણે ૧૦ હજારની આબાદીમાંથી આજે ૯૦ ટકા વસ્તી આવા વિધર્મી લોકોને થવા પામી છે જેણે
ન ચોતરફથી ઘેરી લઇ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે. જેમાં ગુજરાત સરકાર દ્રારા હાલમાં આવી

[નામી અને ગેરરીતિ દ્વારા પચાવી પાડેલ જમીન ઉપર બુલડોઝર ફેરવી તવાઈ પણ બોલાવાઈ રહી છે. દરિયા

કિનારે મતસ્ય ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટેશન તેમજ ધંધા-રોજગાર પણ છીનવી લેતાં હિન્દુઓને સ્થળાંતર કરવા
માટે મજબૂર કરી દીધા છે જેના કારણે હિન્દુઓની વસ્તી માત્ર ૧૦ જેટલી રહેવા પામી છે. અગાઉ
સોમનાથની પણ હાલત આવી થવા પામી હતી. જો સોમનાથ જેવી હાલત બેટ દ્વારકાની ન થવા દેવી હોય તો
સ્થાનિક લોકોની સાથે સરકારે પણ જાગૃત થવું પડશે. ઉત્તર પ્રદેશની સરકારની જેમ કડક અને મકકમપણે.
કાર્યવાહી હાથ ઘરવામાં આવે તો પરિસ્થિતીને ઠાળે પાડી શકાય એમ છે.

હાલ તો ચૂંટણી માથે હોઈ સરકારની નજર હિમાચલ પ્રદેશ અને ગુજરાત ઉપર ઠરીઠામ થઈ છે. જોવાનું |
એ છે કે કઇ સરકાર કેન્દ્રની સાથે કદમ મિલાવી તાલ બનાવી શકે છે. એ તો આવનાર સમય જ નકકી કરશે.

અસ્તુ!
તંત્રી, સુભાષ થાહ