×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શ્રીમદ ભાગવત મહાપુરાણ – January 2023

(ગતાંકથીચાલું….)) સાંખ્યયોગઃ

પ્રભુ કપિલદેવ બોલ્યા, માતે અધ્યાત્મ યોગ જ મનુષ્યોના ઉત્તમ કલ્યાણનું સાધન છે અને તે જ સાંખ્યયોગ છે.

હવે કપિલદેવ માતાને આત્મયોગ સમજાવતાં કહે છે કે, ‘દરેકના જીવનમાં જીવના બંધન અને મોક્ષનું કારણ મન જ છે, જો આ મન ઈશ્વરમાં આશકત થાય તો મોક્ષ આપનાર છે. સુખ દુઃખથી છૂટવા માટે મનને સૌપ્રથમ લોભ આદિના મેલથી મુકત થવું પડે છે. સમાન દ્રષ્ટિવાળું બનવું પડે છે. આસકિત જો વિષયમાં હોય તો તે બંધનકારક છે. પરંતુ તે જ આસકિત જો ઉત્તમ ઉપર એટલે પરમાત્મા માટે હોય તો તે મોક્ષ આપે છે. બ્રહ્મપદને પામવા માટે ભગવાનમાં જોડેલી ભકિત જેવો બીજો કોઇ ઉત્તમ માર્ગ નથી. જે સતપુરુષો મારી અનન્ય ભાવથી સ્થિર ભકિત કરે છે, મારે માટે સર્વ કર્મો, સગાં, સ્વજનો છોડે છે તથા કેવળ મારો જ અનુગ્રહ કરે છે, તેઓ પાસેથી મારી પવિત્ર કથા સાંભળવામાં આવે અને સેવા કરવામાં આવે તો અવિદ્યા નાશ પામે છે. અને ત્યારે જ ભગવાન માટે શ્રધ્ધા, સ્નેઠ અને ભકિત થાય છે. આ ભકિતથી વિષયસુખો ઉપર નિવૃત્તિ ઉપજશે અને મન કાબુમાં આવશે તથા મારો સાક્ષાત્કાર થઇ શકે છે.’ માતા દેવહુતિએ પ્રભુને મેળવવા માટેનો યોગ એટલે કે સાંખ્યશાસ્ત્ર જે વિસ્તારથી અને સરળ રીતે સમજાવવાની માગણી કરી એટલે શ્રી કપિલ ભગવાન બોલ્યા કે, ‘જેઓ વેદોકત કર્મોમાં જ રત રહે છે, સદા ભકિતમાં લીન રહે છે છતાં સાયુજય

મુકિત પણ ઇચ્છતા નથી અને મારા પરાકમોના ગુણગાન ગાય છે તથા | તેછે.

બીજાને સંભળાવે છે તેઓ મારા દિવ્ય દર્શન કરે છે, તેમની અવિધા નાશ પામે છે. તેઓ મોક્ષની ઈચ્છા ન પણ રાખે તોય મોક્ષ પામે છે. અને વૈકુંઠલોક ભોગવે છે. જેઓ મને સ્નેહ આપે છે, મિત્રરૂપ, ગુરુરૂપ, ઈષ્ટદેવ ગણે છે તેઓને મારું શસ્ત્ર કે કાળચક્ર કદી વિનાશ કરતું નથી. મારા સ્વરૂપો તેમના ચિત્ત પ્રાણ તથા ઇન્દ્રિઓને આકર્ષે છે. જેઓ મને અનન્ય ભાવથી ભજે છે તેઓને હું આ સંસારથી પાર પમાડું છું. હું જ સર્વ જીવોનો આત્મા છું. જ્ઞાન અને વૈરાગ્યથી જોડાઇ જે ભકિત યોગ વડે મારો આશ્રય કરે છે તૈવા યોગીઓને મુકિત મળે છે. હું પ્રકૃતિ અને પુરુષનો પણ ઇશ્વર છું-અને સર્વશકિતમાન છું. પ્રકૃતિનાં લક્ષણોના જ્ઞાનથી સત્પુરૃષોને મોક્ષ મળે છે. અને અહંકારનો નાશ થાય છે. પુરુષ જ અનાદિ આત્મા છે અને તે સર્વ જીવોના અંતઃકરણમાં જ્ઞાનસ્વરૂપ અને સ્વયં પ્રકાશરૂપે રહે છે. તે પુરુષ વડે જ આખું જગત જોડાયેલ છે. પ્રકૃતિ સત્વ આદિ ગુણોથી પોતાના સ્વરૂપવાળી પ્રજા ઉત્પન્ન કરે છે અને તે જ્ઞાનને દબાવી દે છે તેથી પુરુષ તત્વ મોહને વશ થાય છે અને પોતાનું સ્વરૂપ જ્ઞાન ભુલી જાય છે. આમ તો પ્રકૃતિ જ કર્તા છે. પણ પુરૃષ એ કર્તાપણાને પોતા વિષે માને છે. પુરુષ પોતે તો ખરેખર અકર્તા છે અને તેનું કર્તાપણાનું અભિમાન સંસારરૂપ જન્મ મરણના ફેરાનુંકારણ બને છે.’

દેવહુતિએ પુછ્યું, જો પ્રકૃતિ અને પુરુષ આ સૃષ્ટિના કારણે હોય તો આ બંનેમાં શું ભેદ છે ?

ભગવાન ભેદ સમજાવે છે કે “પ્રકૃતિ એ પ્રધાન તત્વ છે. તે મહતત્વનો આધાર છે. તે ત્રિગુણાત્મક છે. તેથી બ્રહ્મસ્વરૂપ નથી. તેનામાં કાર્ય નથી એટલે મહત્વાદિક રૂપ નથી. તે આદિસ્વરૂપ પણ નથી અને જીવરૂપ પણ નથી. પ્રકૃતિમાં પચ્ચીસ તત્વો સમાયેલા છે. જેવાં કે, પાંચ મહાભૂતો- પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. અને શબ્દ, રૂપ તથા ગંધ, રસ, સ્પર્શ એ તેની માત્રાઓ છે. અંતઃકરણ જેમાં મન, બુધ્ધિ, અહંકાર અને ચિત્ત એમ ચાર તત્વો છે. ઇન્દ્રિઓ દશ છે-કાન, ત્વચા, ચક્ષુ, જીભ, નાક, વાચા, હાથ, પગ, લીંગ ને ગુદા પચ્ચીમું તત્વ-કાળ તે પ્રકૃતિની અવસ્થા ગણાય છે અને તે પરમેશ્વરની સિદ્ધિ છે તેમ પણ કહેવાય છે.’

આ પ્રકૃતિએ ઘણા તેજવાળા મહત્ત્વનું સર્જન કર્યું. આ મહત્તત્વ નાશવિહિન છે અને ભગવાનની ચૈતન્ય શકિતથી ઉપજેલું છે. તે વિકાર પામ્યુ અને સાત્વિક, રાજસ અને તમસ એમ ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. આ અહંકારના પાંચ લક્ષણો છે તે કર્તાપણું, કારણપણુ, શાંતપણુ, રદ્રપણું અને મૂઢપણુ. આ અહંકારમાંથી સાત્વિક અહંકાર વિકાર પામ્યો તેમાંથી મનસ્તત્વ એટલે કે સંકલ્પ વિકલ્પની ઇચ્છાઓ ઉત્પન્ન થઇ, પછી રાજસ અહંકાર ઉત્પન્ન થયો. તેમાંથી બુદ્ધિ, તત્વ અને ઇન્દ્રિઓ ઉત્પન્ન થઇ. તે ઇન્દ્રિઓ બે પ્રકારની છે. કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય.

આ ઇન્દ્રિઓ ક્રિયાશકિત અને વિજ્ઞાનશકિતના કારણરૂપ છે. તમસ અહંકારમાંથી આકાશતત્વ બન્યું, જે નાડી, અંદર-બહારના વ્યવહારસ્થાન, પ્રાણ, ઇન્દ્રિય તથા મનના આશ્રયરૂપ છે. પછી શબ્દ, સ્પર્શ, ત્વચા, વાયુ, ગંધ, રૂપ, જળ, રસ, ચક્ષુ અને તેજ ઉત્પન્ન થયા. ગંધ માત્રાથી પૃથ્વી ઉત્પન્ન થઈ. આ પૃથ્વીમાં લક્ષણો જળધારણ કરવું, આકાશ માપવું, સર્વ પ્રાણીઓને પુરુષપણુ-સ્તરીપણું વિગેરે ગુણો દર્શાવવા

તેમ છતાં મહત્ત્વ સૃષ્ટિ ઉત્પન્ન કરવા અસમર્થ રહ્યું એટલે સત્વાદિ ગુણો સાથે જગતના આદિ પરમાત્માએ તેમાં પ્રવેશ કરી ઓતિન બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું અને તેમાંથી વિરાટ પુરુષ ઉત્પન્ન થયા. આ બ્રહ્માંડમાં દેવ- મનુષ્ય વિ. સમગ્ર લોકનો વિસ્તાર રહેલો છે અને તે ભગવાન હરિનું કોમળ સ્વરૂપ છે. આ બ્રહ્માંડ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર અને મહત્તત્વ એમ સાત તત્વોથી આવરાયેલું છે.

આ શ્રી હરિના વિરાટ શરીરે મુખ, નાસિકાઓ, નેત્રો, ત્વચા, કેશ, હાથ, પગ, લીંગ, ગુદા, બળ અને તેનો દેવતા ઇન્દ્ર ઉત્પન્ન કર્યા. પછી નાડીઓ અને તેમાં લોહી બન્યુ, તેના દેવતા ક્ષેત્રજ્ઞ બન્યા. પેટ બન્યું, તેમાં ક્રુધા અને તૃષા થઇ, હૃદયસ્થાન અને મનની ઉત્પત્તિ થઈ. બુદ્ધિ અને તેના દેવતા બ્રહ્મા થયા. અહંકાર અને તેના દેવતા રુદ્ર થયા. આ સાથે મૃત્યુદેવ, વિષ્ણુદેવ અચ્નિદેવ વિ. પણ ઉત્પન્ન થયા. બધું જ ઉત્પન્ન થયું અને સૌએ વિરાટ પુરુષને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ રીતે વિરાટ પુરુષ જાગ્યા નહીં. છેવટે ક્ષેત્રશ એટલે કે લોહીના દેવતા વિરાટ પુરુષના હૃદયમાં દાખલ થયા કે તરત તે જળમાંથી ઉભા થયા. હવે પ્રશ્ન એ થાય છે કે જેને પ્રાણ, મન, ઇન્દ્રિઓ કે બુદ્ધિ ઊઠાડી શકયા નહીં. અગ્નિ, વાયુ, સૂર્ય, જળ, મૃત્યુ વિ. સૌએ અનેક પ્રયત્નો છતાં જગાડી શકયા નહીં તેને જો

ક્ષેત્રશ જગાડી શકયા હોય તો તે કાર્ય કારણ ગણાય કે કેમ અને જો તેમ હોય તેની શકિતને પરમાત્માની શકિત ગણી પરમેશ્વરૂપ જાણી તેમનું ચિંતન કરવું જોઇએ.

હવે જેમ જળમાં પડેલા સૂર્યના પ્રતિબિંબને જળની ભીનાશ અથવા બીજા ગૃણોની અસર થતી નથી તેવી રીતે જીવાત્મા કે મનષ્યાદિ શરીરમાં

સ્થિત છે તે સુખ દુઃખ, પાપ-પૂણ્ય જેવા પ્રકૃતિના સત્ય આદિ ગુણોથી લેપાતો નથી. પ્રકૃતિના ગુણોમાં આસકિત થાય તો જ મનુષ્યને કર્તાપણાનું અભિમાન થાય અને આમ થવાથી અનેક જન્મો લઇ સંસારમાં ભટકતા રહેવું પડે છે. એટલે ત્યાં સુધી જીવ સંસારથી છૂટી શકતો નથી. માટે વિષયથી આસકત થયેલા મનને સ્થિર ભકિતથી અને તીવ્ર વૈરાગ્યથી ધીરે ધીરે કાબુમાં લાવવું અને મનને યોગમાર્ગથી સ્થિર કરવું. મારામાં શ્રધ્ધાથી જોડાઈ નિષ્કપટ સ્નેહભાવ રાખવો, સદા મારી કથાનું શ્રવણ કરવું, જીવમાત્ર પર સમભાવ રાખવો, બ્રહ્મચર્યનું પાલન કરવું. મૌન રાખવું, સ્વધર્મ ઇશ્વરને અર્પણ કરવો. કોઇ સાથે અધિક સંગ અથવા શત્રુતા કરવી નહીં. અધિક આહાર કરવો નહીં. અને જે આપમેળે આવી મળે તેનાથી ખુશ રહેવું, એકાંત સેવવું અને રાગદ્વેષ છોડી ઈશ્વરનું ચિંતન કરવું. દરેક પ્રકારની મમતા છોડવી. આ રીતે પુરુષ તથા પ્રકૃતિના તત્વોનો સાક્ષાત્કાર થવાથી શુદ્ધ અંતઃકરણ દ્રારા શુદ્ધ આત્માને જોઇ શકાય છે અને આવી વ્યકિત સર્વ ઉપાધિથી મુકત બને છે. બ્રહ્મને મેળવે છે. આ રીતે જે નિંદ્રારહિત અને અહંકાર રહિત થાય છે તેજ આત્મા છે.

આ ઉત્તમ ઉપદેશ છતાં દેવહુતિને એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે જો પ્રકૃતિ અને પુરુષ એકબીજા સાથે સંકળાયેલા હોય અને એકનું અસ્તિત્વ બીજા વગર શકય જ નહોય તો પુરુષ જો અકર્તા થાય તો પણ પ્રકૃતિના ગુણો હોય તો મોક્ષ જ કેવી રીતે શક્ય બને.

કપિલ ભગવાને માતાના મનનું સમાધાન કરતાં કહ્યું કે, “હે માતા, મેં તમને અગાઉ જે જે કરવાનું કહ્યું તે કરવાથી અને તીવ્ર આત્મધ્યાનથી પુરુષની પ્રકૃતિ રાત-દિવસ નાશ પામતી જાય છે અને ધીમે ધીમે અદ્રથ થઇ જાય છે. પછી તે પુરષનું વિપરીત કરી શકતી નથી અને આથી બ્રહ્મલોક સુધીના સર્વ પદાર્થોમાં વૈરાગ્યવાળો રહી શકે છે અને આવો પુરુષ જો આત્મચિંતનમાં તલ્લીન રહે તો આત્મતત્વનો પ્રખર જાણકાર થાય છે અને મિથ્યાજ્ઞાનરૂપ સંદેહ નષ્ટ થાય છે. આવી પરિસ્થિતિમાં આવો ધીર પુરુષ એકલો મારો જ આશરો લઇને સંસાર વિષે પાછો ફરતો નથી અને મારા સ્વરૂપ મંગલમય કેવલ્ય પદને એટલે કે ઉત્તમ ગતિને આ જન્મમાં સહેલાઇથી મેળવી શકે છે અને આ જ સાલંબન યોગનું સ્વરૂપ છે. હવે સાલંબન યોગ કરવાની રીત કહું છું તે સાંભળો.’

સૌ પ્રથમ ઉત્તમ આસન પર બેસી મારા નામનો જપ કરતાં સ્થિર થવું, પ્રાણવાયું પર આધિપત્ય મેળવવું, પ્રાણવાયુમાં મન પરોવવું અને ભગવાનની લીલાઓનું સ્મરણ કરી આત્મામાં લીન થવું. આ રીતે દુષ્ટ મન ધીમે ધીમે ભગવાનમાં સ્થપાશે. પ્રાણવાયું ને જીતી આળસનો ત્યાગ કરી પવિત્ર આસન પર બેસી પ્રાણવાયુમાંથી મનને સ્થિર કરી પાપો બાળવાં, વિષયોના સંબંધનો નાશ કરવો. આ રીતે યોગાભ્યાસથી મન શુદ્ધ અને સ્થિર થાય, ત્યારે નાકની અણી પર નજર સ્થિર કરી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું.

જીવન સીમિત છે અને જયારે તેનો અંત આવશે ત્યારે આ દુનિયાની કોઈ પણ વસ્તુ તેની સાથે જશે નહીં. તો આવી પરિસ્થિતિમાં પેટ કાપીને, કંજસાઈ કરીને બચત કેમ કરવી જોઇએ ? જરૂરિયાત મુજબ ખર્ચ કેમ નથી કરતા ? જે સારી બાબતોમાં આનંદ છે, તેકરવા જ જોઇએ.

આપણા ગયા પછી શું થશે ? કોણ શું કહેશે ? આ બધી ચિંતા છોડો, કારણ કે શરીર પાંચ તત્વોમાં ભળી ગયા પછી કોઇ વખાણ કરે કે કોમેન્ટ કરે તો શું ફરક પડી શકે છે ? તે સમયે જીવનનો આનંદ માણવાનો સમય અને મહેનતની કમાણી વીતી ગઇ હશે. તમારા બાળકોની જરૂરિયાતો વિશે વધુ ચિંતા કરશો નહીં. તેમને પોતાનો રસ્તો શોધવા દો. તેમને પોતાનું ભવિષ્ય બનાવવા દો. તેમની ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને સપનાઓના ગુલામ ન બનો.

બાળકોને પ્રેમ કરો, તેમની સંભાળ રાખો, તેમને ભેટો પણ આપો, પરંતુ તમારી પોતાની આકાંક્ષાઓ પર પણ કેટલાક જરૂરી ખર્ચાઓ કરો. જન્મથી મૃત્યુ સુધી દુઃખ સહન કરવાનો એકમાત્ર રસ્તો નથી. આ ધ્યાનમાં રાખો.

તમે છ દાયકા પૂર્ણ કર્યા છે, હવે જીવન અને આરોગ્ય સાથે રમીને પૈસા કમાવવા એ અયોગ્ય છે, કારણ કે હવે પૈસા ખર્ચ્યા પછી પણ તમે સ્વાસ્થ્ય ખરીદી શકતા નથી. આ યુગમાં બે પ્રશ્નો મહત્વના છે : પૈસા કમાવવાનું કામ કયારે બંધ કરવું અને બાકીના જીવન માટે કેટલા પૈસા સુરક્ષિત રીખે રાખવા. તમારી પાસે હજારો એકર ફળદ્ઠુપ જમીન હોવા છતાં પેટ ભરવા માટે કેટલું અનાજ જોઇએ ? જો તમારી પાસે ઘણાં બધાં મકાનો છે, તો પણ તમને રાત્રે સૂવા માટે માત્ર એક જ રૂમની જરૂર પડે છે. જો કોઈ દિવસ આનંદ વિના પસાર થાય તો તમે તમારા જીવનનો એક દિવસ ગુમાવ્યો છે. અને જો એક દિવસ આનંદમાં વિતાવ્યો હોય તો એ દિવસ તમે કમાયા છો. આ બાબતને ધ્યાનમાં રાખો.

બીજી એક વાત : જો તમે રમતવીર છો અને ખુશમિજાજ છો તો પછી બલે તમે બીમાર હોવ, પણ તમે જલદી સ્વસ્થ થઇ જશો અને જો તમે હંમેશા ખુશખુશાલ રહેશો તો તમે કયારેય બીમાર થશો નહીં. સૌથી મહત્વની વાત એ છે કે તમારી આસપાસ જે કંઇ સારું છે તે શુભ છે, ઉત્કૃષ્ટ છે તેનો આનંદ લો અને તેની કાળજી લો.

તમારા મિત્રોને કયારેય ભૂલશો નહીં. તેમની સાથે હંમેશા સારા સંબંધો રાખો. જો આમાં સફળ થશો, તો તમે હંમેશા હૃદયથી યુવાન રહેશો અને દરેકને પ્રેમ કરશો. તમારા મિત્રો ના હોય તો તમે એકલા પડી જશો અને આ એકલતા બહ્‌ ભારે પડશે. તો વ્હોટસએપ દ્રારા દરરોજ સંપર્કમાં રહો, હસતા રહો, એકબીજાના વખાણ કરો ને આનંદ માણો.