શ્રીમદ ભાગવત મહાપુરાણ – February 2023
(ગતાકથા ચાલુ….)
પ્રસન્ન મુખ કમળવાળા, લાલ નેત્રોવાળા, શ્યામ, શંખ ચક્ર ગદા ધારણ કરનારા, રેશમી પીળા વસ્ત્રોવાળા, વક્ષસ્થળમાં શ્રીવત્સના ચિન્હવાળા, કોસ્તુભમણિની માળા પહેરેલા, વનમાળા ધારણ કરનારા, બાજુબંધ, મુકુટ, કંદોરો, ઝાંઝરા અને કડાંથી શણગારાયેલા, ભકતોના હૃદયમાં રહેનારા, અત્યંત સુંદર, શાંત, ભકતોના નેત્રોને આનંદ પમાડનારા, સર્વલોક જેને નમસ્કાર કરે છે તેવા, કિશોર વયના તીર્થ સમાન પવિત્ર, ભક્તોનો યશ વધારનારા એવા ભગવાનના સ્વરૂપનું જયાં સુધી મન તેમના પર સ્થિર ન થાય ત્યાં સુધી ધ્યાન કર્યા કરવું. આ ધ્યાન પવિત્ર મનથી કરી પ્રભુના એક એક અંગ ચરણકમળથી માંડી બે સાથળો, ઘૂંટી, નિતંબ, બ્રહ્મા માટે કમળ પ્રકટાવનાર નાભિસરોવર, બે સ્તન, કંઠ, સમુદ્રમંથન સમયે મંદરાચળ પર્વત ધારણ કરનાર બાહુઓ, શંખ, સુદર્શનચક્ર અને કમળ ધારણ કરનાર હસ્તકમળનું ધ્યાન ધરવું. તેમના મુખકમળનાં અતિ ધ્યાનપૂર્વક દર્શન કરવાં. ભગવાનના આ સ્વરૂપને લાંબો સમય અંતરમાં ઉતારવું પછી તેમના મંદ હાસ્યનું ધ્યાન કરવું. આ રીતે ધ્યાન પછી સ્નેહથી ઉદ્દભવિત ભકિત વડે મનને ભગવાનમાં સ્થિર કરી ભગવાન સિવાય બીજું કંઇ જ ન દેખાય તેવું ધ્યાન ધરવું.
આ યોગથી પ્રેમ ઉત્પન્ન થાય છે, સમાધિ અવસ્થા ઉપજે છે. મન નિર્વિકાર થાય છે. ભગવાનના પરમાનંદનો અનુભવ થાય છે. વિષયરહિત બનાય છે અને નિર્વાણ મળે છે. આત્મા તત્વનો સાક્ષાત્કાર થાય છે ને પછી કોઇ જાતની મમતા રહેતી નથી. માતા દેવહુતિએ ભગવાન કપિલ મુનિને પુછ્યું કે હે પ્રભુ આપના કહેવા પ્રમાણે મહત્વના લક્ષણોને પરમાત્માનું જ્ઞાન થવાનું કારણ કહેવામાં આવે છે અને એ જ્ઞાનથી ભકિતયોગની પ્રાપ્તિ થાય છે અને તેનાથી મનુષ્યને વૈરાગ્ય ઉપજે છે તો આપ કૃપા કરી ભકિતયોગ અને વૈરાગ્ય માટેના જ્ઞાનયોગને વિસ્તારથી મને કહો.
ભકિતયોગ અને જ્ઞાનયોગઃ
માતાની આ પ્રમાણે જાણવાની ઇચ્છાથી કપિલ ભગવાન હર્ષ પામ્યા અને આદરથી બોલ્યા : હે માતા ! જુદા જુદા માર્ગોને કારણે અને મનુષ્યોનો અભિપ્રાય અલગ પ્રકારનો હોવાથી તથા ફળ સંકલ્પના તફાવતથી ભકિતયોગન અનેક પ્રકારો બને છે. ભકિત કરનાર ભકત ત્રણ પ્રકારના હોય છે.
(૧) તામસ ભકત- જે હિંસા, દંભ, અદેખાઈ કે ક્રોધ ભાવથી ભેદ દ્રષ્ટિવાળો થઇ મને ભજે છે.
(૨) રાજસ ભકત- જે મનમાં વિષયો, કીર્તિ તથા સમૃદ્ધિનો સંકલ્પ કરી ભેદ દ્રષ્ટિથી મારી પ્રતિમાને પૂજે છે.
(૩) સાત્વિક ભકત-જે પાપના નાશને, ભગવાન પ્રત્યેની પ્રીતિને કારણે યજ્ઞને ફરજ માને છે.
જે ભકિત કોઇપણ ફળસંકલ્પ અને ભેદ દર્શનથી રહિત હોય છે તે નિર્ગુણ ભકિત છે. જે ફકત મારા ગુણોનું શ્રવણ કરતાં જ અચલ ગતિ આપે છે. તે નિર્ગુણ ભકિતયોગ છે.
આ પ્રકારના ભકતોને મારા જેવી સમૃદ્ધિ સ્થાન અને સાયુજય આપું છું. તેઓ મારી સેવા સિવાય બીજું કંઇ પણ ગ્રહણ કરતા નથી. આને અવિનાશી નિર્ગુણ ભકિતયોગના ભકતો કહેવાય છે. આવા ભકતો બ્રહ્મભાવવાળા હોય છે.
અગાઉ મેં જે પ્રમાણે સુચવ્યું તે પ્રમાણેની ભકિત કરી ધ્યાન ધરી, ભગવદ્ધર્મ પાળી મને જે ભજે છે તેનું મન પવિત્ર થાય છે અને તેઓ સહેલાઈથી મને પામી શકે છે. ભકિતયોગમાં એક ચિત્ત થઇ વિકારરહિત થયેલું મન પોતાની મેળે જ પરમાત્માને પામે છે. હું બધા જીવોમાં પ્રત્યક્ષ રહેલો છું. જેઓ જીવોમ મારી અવગણના કરી મારી પ્રતિમાને પૂજે છે, તે બાહ્યદેખાવ સિવાય બીજું કંઇ
નધા અન તમન કડઇ જ પ્રાપ્ત ધતુ નધા. તમના પૂજામા તત્વ રહતુ નધા, ત તદન વ્યર્થ જાય છે.
હું દરેક જીવોમાં એકસમાન આત્મારૂપે રહેલો છું માટે સર્વ જીવોમાં અસમાનતા જોવી કે તેમનો ધ્વંશ કરવો એ મારું અપમાન છે. આવા લોકો અશાંત હોય છે. આવા જીવોની પ્રજાથી હું ખુશ થતો નથી. ભેદ દ્રષ્ટિ જેવું બીજું કોઇ પાપ નથી.
હે માતા ! અચેતન કરતાં ચેતન જીવો ઉત્તમ છે. ચેતનવાળા કરતાં શ્વાસ લેનાર ઉત્તમ છે અને તેઓમાં જ્ઞાન ધરાવતા સૌથી ઉત્તમ છે, પછી જે ઇન્દ્રિયવૃત્તિવાળા, શબ્દસ્પર્શ અને ગંધને જાણે છે તે આવે છે અને ત્યારપછી બહુપગવાળા અને ચારપગવાળા અને છેલ્લે બે પગવાળા મનુષ્યો શ્રેષ્ઠ ગણાય છે. મનુષ્યોમાં ચાર વર્ણો ઉત્તમ છે. ચાર વર્ણોમાં વેદને જાણનાર, વેદનો અર્થ સમજનાર, વેદ સંબંધી સંશય નિર્મૂળ કરનાર તથા સર્વ કર્મો અને તેના ફળ મને અર્પણ કરનાર સૌથી શ્રેષ્ઠ છે.
આ રીતે ભકિતયોગ અને અષ્ટાંગયોગ સમજાવી કપિલ ભગવાને માતાને કહ્યું કે આમાંથી કોઇપણ એકને ગ્રહણ કરવાથી મનુષ્ય પરમેશ્વરને પામે છે.
વળી પરમાત્મા બ્રહ્મનું આ સ્વરૂપ તે જ કાળ કહેવાય છે. આ કાળ જ જગતને ચલાવનાર છે અને નિત્ય સર્વનો નાશ કરે છે. આ કાળ બ્રહ્માંડમાં સર્વ કાર્યના કારણરૂપ છે. તેના ભયથી જ સર્વ ક્રિયાઓ થતી રહે છે અને બ્રહ્માદિ દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દરેક યુગમાં જગતની ઉત્પતિ, સ્થિતિ અને સંહારના કર્મો કરે છે. આમ કાળ અંત વગરનો છે માટે અંત કરે છે. અનાદિ હોવાથી સર્વના આદિને કરનાર છે. અને અવિનાશી હોવાથી સર્જન અને સંહાર બંન્ને કરે છે. આ કાળની ગતિને કોઈ સમજી શકયું નથી. આ કાળ જયારે મનુષ્યના શરીરને અથવા તેના સુખોનો નાશ કરે છે ત્યારે અજ્ઞાની અને ઓછી બુધ્ધિવાળો જીવ તેનો શોક કરે છે કારણકે આ મિથ્યા સુખને તે ખરૂ માને છે. આનું કારણ એ પણ છે કે તેઓને વૈરાગ્ય થયેલ નથી હોતો. આવા મિથ્યા સુખોને પોષવા અને ટકાવી રાખવા તથા વધુને વધુ મેળવવા તે અનીતિ આચરે છે ને પાપકર્મો પણ કરે છે. અશકત થઇ જવાય ત્યાં સુધી તે રમતો રમ્યા કરે છે. વૃદ્ધાવસ્થા આવે છે, બીજાના આધારે જીવવું પડે છે અને મરણની ઘડીની રાહ જુએ છે. આવા સમયે જેઓને પોષવા આખું જીવન પાપો કર્યા છે તે પણ સામું જોતા નથી. આખરે મૃત્યુ થાય છે અને નરકમાં જાય છે. નરકના કપરાં દુઃખોથી પોતાના પાપો યાદ કરી પસ્તાવો કરે છે પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. આમ પોતે કરેલા કર્મો પોતે જ ભોગવે છે અને કૂતરાં, ભૂંડ જેવી યોનિઓમાં ફરી જન્મ લે છે.
હે માતા ! સ્વર્ગ કે નરક એ બધું અહીં જ છે. આ લોકમાં જ પ્રત્યક્ષ નજરે પડે છે. પોતે ગયા જન્મમાં કરેલ કર્મોનું ફળ માતાના ગર્ભમાં હોય ત્યારથી જ શરૂ થાય છે. નવ માસના માતાના ગર્ભ દરમ્યાન જયારે માતાના ઉદરમાં ઉંધા મસ્તકે પીઠ તથા ડોક વાળીને હલન ચલન પણ ન કરી શકાય તેવી અવસ્થામાં તેને તેનાં સેંકડો પૂર્વ જન્મનાં કર્મોનું સ્મરણ થાય છે. આ જ્ઞાન જે પરમાત્માએ તેને આપેલું છે તે પરમાત્માને પ્રથમ ગર્ભાવસ્થામાં પોતાનું રક્નણ કરવા પ્રાર્થના કરે છે. સર્વજ્ઞ વિધારૂપ શકિતવાળા પરમ પુરૃષ પરમાત્માનું શરણ માગે છે. ગર્ભાવસ્થાની યાતનામાંથી બહાર જવા ઇચ્છા કરે છે, પરંતુ ભગવાને મનુષ્ય શરીર આપેલું હોવાથી, વિવેકજ્ઞાન હોવાથી સંસારમાં ગયા પછી માયા વળગશે અને મિથ્યા
અભિમાન ઉપજશે તેવું જ્ઞાન પણ ગર્ભાવસ્થામાં થાય છે. પરંતુ પરમાત્માની ઇચ્છા પ્રમાણે તે સંસારમાં આવી પડે છે. તરત જ તેની યાદશકિત નષ્ટ થાય છે. બેસહાય અસમર્થ અવસ્થા ભોગવે છે અને માયાજાળમાં પડી બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા અને ત્યારબાદ યવાનીની જવાબદારીઓ અને આકાંક્ષાઓમાં જીવે છે. ધારણા પ્રમાણે ન મળતાં ક્રોધ, શોક, વિષયવાસના, વેરઝેર, મમત, મારું-તારુંવિ.નો ભોગ બને છે.
આ જ જન્મમરણના ફેરાનું કારણ છે. ના જોઈતાં પાપજનક કર્મો કરે છે અથવા થઈ જાય છે અને ફરી પાછો પહેલાંની જેમ નરકમાં આવી જાય છે. તેનાથી નીતિવાળાં, પવિત્ર અને પૂણ્યના કર્મો થયેલાં જ નથી માટે આને ભોગવ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. વળી માયા અને વિષયસુખ યોગમાર્ગના અવરોધકારક હોઈ તેને નિવારવા આવકાર્ય છે અને જો તે નિવારી ન શકાય તો તેને મૃત્યુ કહે છે માટે જીવવા માટે જિજીવિષા ન કરવી જોઇએ, માત્ર નિર્લેપપણે રહેવું જોઇએ. જેઓ ગૃહસ્થાશ્રમમાં રહી, પોતાના ધર્મોનું પાલન કરી કામ અને અર્થને મેળવે છે, ભકિતરૂપી ધર્મથી અલિપ્ત રહે છે તે ફરીફરી જન્મ લે છે. પણ જે ધૈર્યવાન મનુષ્યો સ્વધર્મનું આચરણ કરે છતાં કામ તથા અર્થને મેળવવાની ઇચ્છા કરતા નથી, વિષયમાં આસકિત રાખતા નથી, પોતાના બધા કર્મો ઇશ્વરને અર્પણ કરે છે, અત્યંત શાંત અને પવિત્ર મનવાળા હોય છે, મમતાનો ત્યાગ કરે છે, નિવૃત્ત ધર્મમાં તત્પર રહે છે, અંધકારરહિત હોય છે, તેઓ પૂર્ણ પુરુષને પામે છે. માટે હે માતા, તમને મેં જેમનો પ્રભાવ કહ્યો તેવા ભગવાનના શરણે તમે જાઓ અને જેમના ચરણકમળ ભજવા યોગ્ય છે અને પરમેશ્વરને તેમના ગુણોના આધારવાળી ભકિતથી ઘણા જ પ્રેમપૂર્વક આરોઘો. તેમના વિષે સ્થાપેલો ભકિતયોગ, તરત જ વૈરાગ્ય તથા બ્રહ્મદર્શન કરાવનારું જ્ઞાન ઉપજાવે છે, આમ કરવાથી પોતાના આત્માને હું પરમાનંદ સ્વરૃપ છું એવું જ્ઞાન થશે અને તમને એક ઇશ્વર જ અનેક સ્વરૂપે જણાશે. તમે સમગ્ર યોગથી મેળવતા યોગ્યફળ પ્રાપ્ત કરી શકશો. ખરી રીતે બ્રહ્મથી અલગ કોઇ પદાર્થ જ નથી અને તેને નિત્ય આસ્થા ભકિત, વૈરાગ્ય તથા યોગાભ્યાસથી સ્થિર થયેલા મનવાળો નિઃસંગ પુરુષ જ જોઇ શકે છે.
(ક્રમશઃ)