×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાશિ ભવિષ્ય – January 2023

મેષ : (અ.લ.ઈ.) આ સમય દરમ્યાન આપનું ભાગ્ય આપને સાથ આપશે. છતાં પણ પૂર્વ આયોજીત કાર્ય કરતા થોડી મુછેલીઓનો અનુભવ થશે. કેરિયર તેમજ બિઝનેસ કરતા લોકો માટેનો સમય સારો છે, છતાં પણ મહેનત વધુ કરવી પડશે. માસના અંતમાં તમોને સફળતાઓ મળતી જણાશે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે તેમને સફળતા મળતી જણાશે. આરોગ્યની બાબતે થોડી વિશેષ કાળજી રાખવી પડશે. મોસમી અથવા તો કોઈ જૂના રોગના ઉપદ્રવ વિશે વિશેષ સાવચેતી રાખવી પડશે. જેઓ પત્રકારત્વ લેખન-સંશોધનો વિગેરે કરે છે તેમના માટેનો સમય શુભ સાબિત થાય છે. કૌટુંબિક રીતે સમય સારો છે. જીવનસાથીનો સાથ તેમજ સહકાર સારો રહે. કુટુંબ ભાવના પ્રબળ રહે.

વૃષભ : (બ.વ.ઉ.) આ સમય દરમ્યાન આપના આયોજીત કાર્યો પરિપૂર્ણ થતા મન આનંદિત રહેશે. તેમજ આપના જીવનમાં જબરદસ્ત ઉત્સાહ તેમજ આત્મવિશ્વાસ પણ ખુબજ રહેશે. ઘર તેમજ બહાર માન-સન્માન વધશે, લોકો તમારી મહેનતની પ્રશંસા કરશે. આ સમય દરમ્યાન જેઓ વ્ય્વસાય સાથે સંકળાયેલા છે તેમને ઇચ્છિત લાભ મળશે. વ્યવસાયને આગળ વધારવા માટે કરવામાં આવતા દરેક પ્રયાસ સફળ થશે. મિત્રવર્ગનો પણ આ સમય દરમ્યાન આપને પૂરો સાથ મળી રહેશે. છતાં પણ આપની યોજનાઓ આપને પૂરંપુરી રીતે ગુપ્ત રાખવી પડશે. કોઈના ઉપર આંધળો વિશ્વાસ ના મુકવાની સલાહ છે. કૌટુંબિક રીતે સમય સાચો છે. જો પ્રેમ સંબંધો ચાલતા હશે તો તે લગ્નમાં પણ બદલાઈ શકે છે. વિવાહિત જીવન સુખમય રહે.

મિથુન : (ક.છ.ઘ.) આ સમય આપને માટે થોડો મિશ્ર સાબિત થશે. અમુક કામ બહુંજ જલ્દીથી પૂર્ણ થશે, જયારે અમૂક કામો પૂર્ણ થવામાં ખુબજ વિલંબ જણાશે. વિદેશ સંબંધિત જો કામકાજ તેમજ વ્યાપારમાં અણધાર્યો લાભ જણાય. જો આપ ઘણા સમયથી નોકરી માટે પ્રયત્ન કરતા હો તેમાં આપને સફળતા મળે તેમજ આપની બદલી યા બઢતી પણ થઇ શકે તેમ જણાય છે. ડેરિયર સંબંધી લાંબા અથવા ટૂંકા સમયની મુસાફરી પણ આ સમય દરમ્યાન શકય જણાય છે. મુસાફરી દરમ્યાન સ્વાસ્થ્ય અંગે બેદરકાર ના રહેવાની સલાહ છે. કૌટુંબિક રીતે એકંદરે સમય સારો જણાય છે. પ્રેમ સંબંધી જો કોઇ પગલું ભરો તો સમજી વિચારીને કદમ ઉઠાવજો, નહીંતો તમારે સામાજીક નિંદા અને બિનજરૂરી પરેશાનીઓનો સામનો કરવો પડે. વિધ્યાર્થી વર્ગને સમય સારો છે.

કર્ક : (ડ.હ.) આ માસ દરમ્યાન આપે પોતાના કામમાં ખુબજ કાળજી રાખીને કામ કરવું પડશે. અને એવા લોકો સાથે કાળજી રાખવી પડશે કે જેઓ તમોને ગેરમાર્ગે ના દોરે. તમારે તમારા કામમાં મન લગાવવું જોઇએ અને કોઇપણ બેદરકારી વિના તમારું કાર્ય સારી રીતે કરવું પડશે. જમીન-મકાન સંબંધિત વિવાદો કોઇ અસરકારક વ્યકિતની મદદથી ઉકેલાઇ જશે. અને તમારી મહેનતનું ફળ પણ તમોને મળી જશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થતા તમે રાહતનો શ્વાસ લઈ શકશો. નોકરીયાત વર્ગને નોકરીમાં રાહત જણાય તેમજ તેમના કાર્યથી ઉપરી અધિકારીવર્ગ ખુશ થાય. કૌટુંબિક ક્ષેત્રે જીવનમાં જીવનસાથીનો પૂરો સાથ સહકાર મળી રહેશે તથા વિવાહીત જીવન સુખમય પસાર થાય.

સિંહ : (મ.ટ.) આ સમય ૬ આપના માટે અત્યંત મહત્વનો સાબિત થાય. માસની શરૂઆતમાં ઘરમાં કોઇ પ્રિય સભ્યથી સંબંધિત માહિતી પ્રાપ્ત થાય. જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ ઉભું થાય જે લોકો લાંબા સમયથી જમીન ઈમારત વગેરેની ખરીદી અને વેચાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના માટે સમય શુભ રહે. માસના અંત સુધી તે કાર્ય પાર પડી જશે. તેમજ ઇચ્છિત સફળતા મળી જશે. વ્યાપાર સંબંધી કરવામાં આવેલ યાત્રાઓ સફળ અને લાભદાયી સાબિત થશે. જે લોકો ઘણા સમયથી પોતાનો ધંધો વધારવાનું વિચારી રહ્યા છે તો તે અમલમાં મુકાશે તેમજ તેમાં ફેમિલી મેમ્બરનો પુરો સાથ સહકાર મળી રહે. વિધાર્થી વર્ગને આ સમય લાભદાયી સાબિત થાય.

કન્યા : (પ.ઠ.ણ.) આ સમય દરમ્યાન આપ લાંબા તેમજ ટૂંકા અંતરની મુસાફરી કરી શકશો અને તે આપના માટે અત્યંત લાભકારક સાબિત થાય. કાર્યક્રત્રે આપ પ્રગતિ કરી સકશો. ઉપરી અધિકારી વર્ગ આપના કાર્યથી પ્રભાવિત થાય. નોકરી કરતી મહિલાઓ માટે ખાસ કરીને આ સમય થોડો મુજ્ેલીભર્યો સાબિત થાય. ના જોઇતું ટેન્શન થાય જેથી કોઇની સાથે વાદ- વિવાદમાં ના ઉતરવું. ધંધાવાળાને ધંધામાં હરિફાઇ રહે. થોડો કાર્યભાર પણ વધુ રહે. આરોગ્યની બાબતે ખાસ કાળજી રાખવી. જૂના કોઇ રોગથી આપ પ્રભાવિત થઇ શકશો જેથી ખાવા-પીવામાં પણ વિશેષ કાળજી રાખવી. કૌટુંબિક ક્ષેત્રે સમય શુભ સાબિત થાય છે. આ સમય દરમ્યાન આપ આપના પ્રેમ સંબંધને લગ્નમાં વિચારી શકશો. તેમજ વિવાહીત જીવન સુખમય પસાર થાય.

તુલા : (ર.ત.) આ માસમાં આપના કાર્યો સમયસર રીતે પૂર્ણ થશે. તેમજ તમારા પ્રયત્નોનું સંપૂર્ણ પરિણામ પણ આપને મળશે. લોકો ઘણા લાંબાં સમયથી પોતાના કાર્યક્ષેત્રમાં ફેરબદલ અથવા બદલાવનું વિચારી રહ્યા છે તેમની ઇચ્છાઓ આ માસ દરમ્યાન પૂર્ણ થતી જણાશે. નોકરીયાત લોકો માટે આવકના સ્રોતો વધતા જશે. સાથે સાથે ખર્ચનું પણ પ્રમાણ વધુ રહે છતાં પણ સંચિત સંપત્તિમાં વધારો જરૂર થશે. રાજનીતિ સાથે જોડાયેલી વ્યકિતઓને માન- પ્રતિષ્ઠા મળે તેમજ કોઇ મોટું પદ મળવાની સંભાવના જણાય છે. આ સમય દરમ્યાન આપના પરિવારના કોઈ સભ્યો સાથે અથવા નજીકના મિત્રવર્ગ સાથે ધ્રાર્મિક સ્થળની મુલાકાત અથવા પિકનિકનો અચાનક કાર્યક્રમ થાય. આરોગ્ય તંદુરસ્તી સારી રહે.

વૃશ્ચિક : (ન.ય.) આ સમય દરમ્યાન આપ આપના સ્વભાવ પ્રત્યે બેદરકાર ના રહો. આપને આપના સ્વાસ્થ્ય અને અંગત સંબંધો ઉપર પૂરતું ધ્યાન આપવું પડશે. ઘણીવાર આપ અભિમાનથી કે ગુસ્સાથી કોઇ માટે ખોટા શબ્દોનો ઉપયોગ કરો છો તો તે આપનો વ્યવહાર બગાડી શકે છે, જેથી તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખવો ખુબજ જરૂરી ગણાય. આરોગ્યની બાબતે પણ ખાસ કાળજી રાખવી પડશે. ખાવા-પીવાની બાબતે ખાસ કાળજી રાખવી. વ્યાપારી વર્ગે પણ કોઇ મોટા સોદાઓ કરતા પહેલા શુભચિંતકોની સલાહ લેવી જરૂરી છે. કૌટુંબિક રીતે સમય સારો છે. જીવનસાથીનો સાથ સહકાર સારો રહે તેની લાગણીઓ તથા જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરવો. વિધાર્થી વર્ગને સમય સારો છે.

ધન : (ભ.ધ.ફ.ઢ.) આ સમય આપના માટે અત્યંત સારો સાબિત થાય. જીવનના દરેક ક્ષેત્રના લોકોનો સંપૂર્ણ સહયોગ જોવા મળશે. જેના કારણે તમારા બધા કામ સમયસર પૂર્ણ થતા જોવા મળશે. નોકરીયાત વર્ગને નોકરીમાં સંપૂર્ણ રાહત મળે તેમજ ઇચ્છિત તક મળે. ધંધાર્થીઓને ધંધામાં નવીન ધંધાનું આયોજન થાય. તેમજ તમારા જન્‍્મસ્થળથી દૂર તમોને રોજગારની તક મળે. આ સમય દરમ્યાન આપ કોઈ લકઝરી વસ્તુની ખરીદી પણ કરી શકશો જે તમે લાંબા સમયથી મેળવવાનું વિચારી રહ્યા છો. આ સમય દરમ્યાન ઘરની સજાવટ કે સમારકાર વગેરેમાં ખિસ્સામાંથી ખર્ચ વધુ થાય. કૌટુંબિક રીતે એકંદરે સમય સારો છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા થઇ શકે તેમ છે. આરોગ્યની બાબતે પણ ખાસ કાળજી રાખવી પડશે.

મકર : (ખ.જ.) આ સમય આપના માટે થોડો વ્યસ્તતાવાળો રહે. એક પછી એક કામ આવતા આપ મનથી થોડા ટેન્શનમાં રહો. કાર્ય કરવાની આપની પધ્ધતિ બદલાતી રહે. જો તમે આ સમય દરમ્યાન નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો તે આ સમય દરમ્યાન અમલમાં ના મુકશો. ધંધાવાળાને ધંધામાં સંઘર્ષ પછીથી સફળતા મળશે, છતાં પણ આપના કામમાં આપ બેદરકાર ના રહેશો નહિંતો પાછળથી પસ્તાવું પડશે. કૌટુંબિક રીતે પણ સમય સારો પસાર થાય. કુટુંબના સભ્યોનો સાથ સહકાર સારો મળે. જીવનસાથીનો સાથ સહકાર પણ સારો રહે. વિવાહીત જીવન સુખમય રીતે પસાર થાય. સંતાન સંબંધિત કેટલાક સારા સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે તેમ છે.

કુંભ : (ગ.શ.સ.ષ.) આ સમય દરમ્યાન આપની સમજણને કારણે આપ આપની ઇચ્છેલી દરેક વસ્તુઓ મેળવી શકશો. જેના માટે આપ લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છો. આપના મિત્ર વર્ગનો સાથ સહકાર તેની સમજણથી આપના અટકેલા કાર્યો તેમજ સંતાનના વિવાહ સંબંધી પ્રશ્નો પણ આપ મુછેલી વિના ઉકેલી શકશો. નોકરીયાત વર્ગને નોકરીના કાર્યસ્થળ ઉપર કેટલીક મહત્વની જવાબદારીઓ મળી શકે તેમ છે. તેમજ આવકના નવા સ્રોતો પણ મળી શકે તેમ છે. વ્યાપારી લોકોને નવી યોજનાઓ અથવા વ્યવસાયમાં રોકાણ કરવાની આ ઉત્તમ તક છે. છતાં પણ કોઇ નિર્ણય ઉતાવળમાં ના લેવો, આરોગ્ય તંદુરસ્તી એકંદરે સારા રહે, છતાં પણ પડવા-વાગવાથી ખાસ સંભાળવાનું રહેશે. સંતાનોની પ્રગતિ થાય.

મીન : (૬.ચ.) આ સમય આપના માટે ખુશીઓમાં કેરિયર કે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હોય તેમના માર્ગમાં આવતી મુછેલીઓ ર થશે. જો પરિવારના કોઈ સભ્ય સાથે તમારો મતભેદ ચાલી રહ્યો દોય તો તે કોઈ તમારી બિઝનેસ ટ્રીપ ફાયદાકારક સાબિત થાય. સત્તા અને સરકાર સાથે જોડાયેલા લોકોને કોઈ મોટી જવાબદારી પણ આ સમય દરમ્યાન મળી શકે તેમ છે. લાંબા સમય પછીથી કોઇ પ્રિય વ્યકિતને મળવાનું શકય બને. જે લોકોના વિવાહ સંબંધી વાત ચાલતી હોય તેઓના વિવાહના સમાચાર મળી શકે તેમ છે. સ્વાસ્થ્ય અંગે સારું રહે. વિદ્યાર્થી વર્ગને સમય શ્રેષ્ઠ રહે