×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાશિ ભવિષ્ય – ઓગસ્ટ 2021

મેષ : (અ.લ.ઇ.) આ સમય દરમ્યાન આપ નકામી ચિંતાઓ છોડી દો. શાંત અને તણાવયુકત રહેવાનો પ્રયાસ કરો. આપના મનના ધારેલા કાર્યો ધીરે ધીરે પરિપૂર્ણ થતા જશે. નોકરીયાત વર્ગને નોકરીમાં ધીમે ધીમે રાહત થતી જણાશે. સહકર્મચારીવર્ગથી લાભ પ્રાપ્ત થાય. તેમજ આપના કાર્યની પ્રશંસા થાય. તેમજ નવીન કાર્ય કરવાની તક પાણ પ્રાપ્ત થાય. ધંધાર્થીઓને ધંધામાં મહેનત વધુ કરવી પડે. ભાગીદારી વર્ગથી ચોતતા રહેવું. પૈસાની બાબતમાં પણ લેવડ-દેવડમાં થોડી કાળજી રાખવી. આરોગ્ય બાબતે ખાસ સંભાળવું. પડવા-વાગવાથી તેમજ આગ-અકસ્માતથી ખાસ કાળજી રાખવી. કૌટુંબિક ક્રેત્રે સમય સારો છે. માતા-પિતાનું આરોગ્ય બગડે. સમય પણ ટેન્શનવાળો પસાર થાય. સંતાનો બાબતે સમય સારો છે. જીવનસાથીનો સાથ સહકાર સારોરહે.

વૃષભ : (બ.વ.ઉ.) આ સમય દરમ્યાન આપ મનથી પ્રકુલ્લીત રહો, કોઇ નજીકના ભવિષ્યમાં સુખદ સમાચાર સાંભળવા મળે. તો નવાઇ નહીં. આપના મનના ધારેલા કાર્યો પરિપૂર્ણ થતા મન ખૂબજ/ આનંદિત રહે. અવિવાહીત લોકોને વિવાહ કરવાની તક મળે. નોકરીયાત વર્ગના લોકોને અગાઉ પોતાના કાર્યમાં જે ટેન્શન હતુ તે ધીમે ધીમે ઓછું થતું જાય. કર્મચારી વર્ગથી લાભ થાય તેમજ/ આવકમાં પણ વધારો થતો જોવા મળે. કૌટુંબિક ોત્રે સમય સારો છે. કુટુંબના સભ્યો પ્રત્યેનો વર્તાવ સારો રહે. એકબીજાને મદદ કરવાની ભાવના રહે. વિદ્યાર્થી ર્ગને વિદ્યાભ્યાસમાં પ્રગતિ કરી શકાય.

મિથુન : (ક.છ.ઘ.) આ સમય દરમ્યાન આપ લાંબા ગાળાની બિમારીથી પિડાતા હો તો તેમાંથી મુકત થાવ. તેમજ તમારી તબિયત ધીમે ધીમે સુધરતી જણાય. મન પણ આનંદિત તેમજ પ્રકુલ્લિત રહે. નોકરીયાત વર્ગને બદલી યા બઢતી મળે તેમજ જ્યાફેર થાય યા સ્થાનફેર થવાના યોગો જણાય છે. કોટુંબિક રીતે સમય સારો પસાર થાય. તેમજ જીવનસાથીનો સાથ સહકાર સારો મળે તેમજ સંતાનો બાબતે પણ અગાઉ જે ચિંતા હતી તેમાંથી મુકત થતા જણાવ. ધંધાર્થીઓને ધંધામાં જો પૈસા રોકવા હોય તો. સમજી વિચારીને પૈસારોકવા. કયાંક પાછળથી પસ્તાવું ના પડે તેની કાળજી રાખવી.

કર્ક : (ડ.હ.) આ સમય દરમ્યાન આપને સારો નાણાંકિય લાભ થાય. જ્યાં પૈસાનું રોકાણ કરશો તે યોગ્ય જગ્યાએ થશે. આપ શારીરિક રીતે તેમજ માનસિક રીતે સ્વસ્થરહેશો. નોકરીયાત વર્ગને નોકરીમાં તેમના કાર્યની કદર થાય પરંતુ સાથે સાથે કાર્યભાર પણ વધુ આવી જાય. ધંધાવાળાને ધંધામાં મહેનત વધુ કરવી પડે. એક ધંધામાંથી બીજા અનેક ધંધાની પ્રેરણા મળે. અને જે ભવિષ્યમાં આપને ફાયદાકારક સાબિત થાય. કૌટુંબિક રીતે સમય સારો છે. છતાં પણ અમુક કારણોસર આપને ગુસ્સો આવી જાય જેથી ગુસ્સો ખાસ કંટ્રોલ કરવો.

સિંહઃ (મ.ટ.) આ સમય દરમ્યાન આપની માનસિક સ્થિતિમાં સુધારો જણાય. અગાઉ થોડા ટેન્શનમાં હતા તેમાં ધીમે ધીમે થોડો સુધારો જણાય. નોકરીયાત વર્ગના લોકોને નોકરીમાં થોડો સકારાત્મક ફેરફાર જણાય. કાર્ય કરવાનો ઉત્સાહ વધે, નવું કાર્ય કરવાની પ્રેરણા મળે, સહકર્મચારી વર્ગથી ફાયદો થાય. ધંધાવાળા ને ધંધામાં આ સમય દરમ્યાન ધાર્યો ફાયદો થાય તેમજ પોતાના કાર્ય પરિપૂર્ણ થાય. આરોગ્યની બાબતે ખાસ કાળજી રાખવી. વાસી ખોરાક લેવાનું ટાળવું તેમજ તબિયતની ખાસ કાળજી રાખવી.

કન્‍યા : (પ.ઠ.ણ.) આ સમય દરમ્યાન આપે આપની જીવનશૈલીમાં ખાસ ને ખાસ સુધારો કરવો. નિયંત્રિત યોગા તેમજ કસરતને વિશેષ મહત્વ આપવું. નકારાત્મક વિચારોને ટાળવા તેમજ સતત પ્રવૃત્તિશીલ જીવન જીવવાની કોશિષ કરવી. નાણાંકિય દ્રષ્ટિએ આ સમય સારો જાય. છતાં પણ કયાંક નાણાં રોકવાની વાત આવે તો તેને હમાણાં ટાળવી છતાં પણ જો નાણાં રોકવા પડે તો ખૂબ જ વિચાર કરીને આગળની કાર્યવાહી કરવી. પારિવારિક રીતે સમય સારો જાય. સંતાનો પ્રત્યેની જવાબદારીઓ સારી રીતે અદા કરી શકશો. જીવનસાથીનો સાથ સહકાર સારો રહે.

તુલા : (ર.ત.) આ સમય દરમ્યાન આપ નાની-મોટી અનેક સમસ્યાઓનો સામનો કરી શકશો. સમય આપના માટે થોડો મુશ્કેલીભર્યો સાબિત થાય. પરંતુ તેમાંથી આપ ચોકકસ પણે બહાર નીકળી શકશો. નવીન વસ્તુઓ માટે ખરીદી કરો તો સમજી વિચારીને ખરીદી કરવી. કયાંક દેવામાં ના ફસાઇ જાવ તેની ખાસ તકેદારી રાખવી. આરોગ્યની બાબતે સમય સારો છે. આપની કારકીર્દિ ખૂબજ સારી સાબિત થાય. કોટુંબિક રીતે પણ સમય સારો છે. જીવનસાથીનો સાથ સહકાર મળતા કાર્ય ખુબજ સરસ રીતે થાય.

વૃશ્ચિક : (ન.ચ.) આ સમય દરમ્યાન આપ ખુબજ થાક તેમજ કંટાળાનો અનુભવ કરો. જેના કારણે આપ નાજોઇતા એકબીજાની ઉપર નાની-નાની વાતમાં ગુસ્સે થઇ જાવ. આ સમય દરમ્યાન આપને નાણાંકિય આવક સારી થાય અનેતે કયાંક રોકાણ કરવા ઇચ્છતા હો તો સારી જગ્યાએ રોકાણ પણ કરી શકશો. નોકરીયાત વર્ગને નોકરીમાં કોઇ વિશેષ લાભની આશા જણાય છે. ધંધાવાળાને ધંધામાં ભાગીદારીના વ્યવસાયમાં કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકો છો તેમજ/ તમારા નજીકના સગા-સંબંધીને ભાગીદાર બનાવી શકો છો.

ધન : (ભ.ધ.ફ.ઢ.) આ સમય દરમ્યાન આપને આપના પરિવારના સભ્યો કે જે તમોને સૌથી વધુ મહત્વ આપે છે તેમને જ તમારી વાત તેમજ ભાવનાઓ સમજવામાં થોડીઘણી મુશ્કેલીઓ અનુભવાશે. «રથી આપે થોડો સમય શાંત રહેવામાં જ મજા છે. વ્યવસાયક્ોત્રે આપ મોટી સિધ્ધીઓ હાંસલ કરી શકશો. નોકરીયાત વર્ગને નોકરીમાં આપની વિશેષ કાર્યસિધ્ધિથી તેમજ હોંશિયારીને કારણે કાર્યની પ્રશંસા થઇ શકે છે. આરોગ્યની ખાસ કાળજી રાખવી. ઘણીવાર મન ઉદાસ તેમજ ઉદ્વેગભર્યુરહે. સંતાનોની પ્રગતિ થતા માન સનમાન મળે.

મકર : (ખ.જ.) આ સમય દરમ્યાન આપની કોઇ નજીકની વ્યકિતઓ સાથે વાદ-વિવાદ થવાથી આપનો મુડ બગડે તેમજ મન વ્યથિત રહ્યા કરે, તેના માટે આપ કોઇ સામાજીક કાર્યક્રમમાં ભાગ લો, તેમજ સમાજના મોટા નેતાઓની મુલાકાત લેતા તેમના પાસેથી ઘણીવાર સારું શીખવાનું મળે. નોકરીયાત વર્ગને નોકરીમાં ખુબજ સંભાળીને કાર્યકરવું. કયાંક એકાદ નાની અમથી ભૂલ પણ મોટી સજાનું કારણ ના બને તેની ખાસ તકેદારી રાખવી. પરિવારમાં અચાનક મહેમાનોનું આગમન થાય અને તે આપને ઉપયોગી સાબિત થાય.

કુંભ : (ગ.શ.ષ.સ.) આ સમય દરમ્યાન આપે કોઇપણ જાતના નાણાંકિય નિર્ણયો લેતા પહેલા સો વાર વિચારવું પડશે. આપની પાસે જેટલા પૈસા હોય તેટલા જ ખર્ચ કરવા. કયાંક આવક કરતા જાવક વંધુ થઇ જવાના યોગો જ/ણાય છે. જેથી સમજી વિચારીને કાર્ય કરવું. નોકરીયાત વર્ગને નોકરીમાં ખાસ વિશેષ કાળજી રાખવી. કયાંક છેતરપિંડીનો ભોગ ના બનો તેની કાળજી રાખવી. આરોગ્યની બાબતે સમય સારો છે. કુટુંબ પ્રત્યેની લાગણી વિશેષરહે. સંતાનોની પ્રગતિ થાય.

મીન : (દ.ચ.ઝ.થ) આ સમય દરમ્યાન આપ મનથી સ્વસ્થ રહો, બીજાને મદદરૂપ થવાની તમારી ટેવના કારાણે તમોને તમારા કાર્યમાં ફાયદો થાય. તેમજ સમાજમાં માન સન્‍માન વધે. કયાંક રાજ્ય તરફથી કોઇ મોટી ભેટ મળે. નોકરીયાત વર્ગને નોકરીમાં ફાયદો થાય. પ્રમોશન તેમજ આગળ વધવાના ચાન્સ મળે. ધંધાવાળાને ધંધામાં પ્રગતિ જરૂર થાય પરંતુ નવા ધંધાનું આયોજન કરતા પહેલા સો વાર વિચારવું પછીથી કાર્ય કરવું, આરોગ્ય તંદુરસ્તી સારા રહે, કુટુંબ પ્રત્યે પણ વલણસારું રહે.

– પ્રીતિ બેન જોષી