×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાગૃત જીવન – June 2021

એક સદી બાદ આપણે એક અકલ્પનીય મહામારીમાંથી પસાર થઇ રહ્યા છીએ ત્યારે આપાણે સહુ એક ભયાવહ ઓથાર હેઠળ જીવી રહ્યા છીએ, હતપ્રભ થઇને જીવી રહ્યા છીએ. વિશ્વભરના વિજ્ઞાનીઓ અભૂતપૂર્વ જહેમત ઊઠાવી ઇલાજના વિકલ્પો શોધી રહ્યા છે. તાત્કાલિક મહામારીને અટકાવવા પ્રથમ પગથિયા પર સફળતાથી કદમ પણ મૂકી શકયા. એક નહીં, પાંચથી વધુ રસી તત્કાળ કોરોનાની મહામારીને રોકવા શોધી શક્યા છે. ઇલાજ શોધવો હજી પણ બાકી છે. કોરોના બાદ હવે બ્લેક કંગસ, અને વ્હાઇટ તથા યલો કુંગસની ત્રાસદી છોગામાં ઉમેરાઇ છે. સાથે જ તિકડમબાજ ઠગ પણ કોરોનીલ, ગોબર, ગોમૂત્ર, સૂંઠ, હળદર, કપૂર, ચ્યવનપ્રાસ, તુલસી, હોમહવનના ગતકડાં લઇને પણ ઊભરી આવ્યા. ભારતની વધુ દયનીય સ્થિતી અપૂરતા ઓકિસજન, દવાઓની અલ્પ ઉપલબ્ધિ આરોગ્યકેન્‍દ્રો પર રહી. જેથી ભારે હાલાકી તો સર્જાઇ પરંતુ અસંખ્ય માનવજીવોને પણ ભરખી ગઇ. બચવામાં સફળ રહેલા દર્દીઓ અને તેમના પરિવારોને ઘાંધા બનાવી રહી છે. વિશ્વભરમાં આરોગ્યકોત્રે અકલ્પનીય અવ્યવસ્થા સર્જાઇ છે. સક્ષમ દેશો અને તેમના સક્ષમ વહીવટકર્તાઓ પ્રશંસનીય ધીરજ અને કુનેહ દાખવી સંક્રમણને ધીમુ પાડવા કામિયાબરહ્યા. તેની સામે ભારતનું આરોગ્યતંત્ર, વહીવટીતંત્ર અને નેતૃત્વ અસમર્થ જોવા મળ્યુ. સવાલ આ મહામારી દરમ્યાન આપણા સહની માનસિક સ્વસ્થતાનો છે. પાયાની ફરજો આ મહામારી દરમ્યાન આપણામાંના ઘણા બધા ચૂકી ગયા. ભારતમાં નાગરિકો કકત નાગરિકધર્મ પાળે તો પણ ઘણી ફતેહ હાંસલ કરી શકાઇ હોત. કોરોનાકાળની પાયાની ત્રણ બાબત હતી, મ્હોં પર માસ્ક (સાદા કપડાના નહીં, ) સાબુથી અવારનવાર હાથ ત્રીસ સેકન્ડ માટે ધોવા કે સેનીટાઇઝરનો ઉપયોગ, અને છથી બાર ફૂટનું સલામત એંતર એક બીજાથી દૂર રાખવું. પરંતુ સહુ કોઇ અમરપટટો લખાવીને આવ્યા હોય તેમ આ તમામ નિયમો નેવે મૂકી હર્યા ફર્યા. એક વર્ષથી વધુ સમય પસાર થઇ ગયો. મહામારી પર કાબૂ પ્રાપ્ત થવાના અણસાર છે. પરું એવી જ કપરી કામગીરી આપાણે સહુએ માનસિકરીતે સ્વસ્થ રહેવાની સાથે મળીને કરવાની છે. સૌપ્રથમ પોતાનું, પછી પરિવારજનોનું અને પછી સ્નેહીજનો અને સમાજના લોકોનું ધ્યાન રાખવાનું છે. બાળકોનું વિશેષ, કારણ, તેમની ખેલકૂદની, બહાર નીકળવાની રોજિદી સ્વતંત્રતા છીનવાઇ ગઇ છે. તેમને ઘરમાં જ પ્રવૃત્ત રાખવાનાં છે. ઘરના વડીલો, ખાસ તો શારીરિક રીતે પરાવલંબી છે તેમની દરકાર, તેમની સાથે વાતચીતના દોરને સતત ચાલુ રાખવો રહ્યો. ઈશ્વરનાં સ્થાનો પહોંચ બહાર કરી દેવાયાં. સૌને સમજાઇ રહ્યું છે, ઇશ્વર આપણા પોતામાં % છે. આત્મશ્રધ્ધા એજ આપણું અમોધ શસ છે. અંતરની પ્રાર્થનાને તમે ઘરના ઉંબર બહાર કાઢો છો, ત્યારે તે વેપારનાં કેન્‍દ્ર બને છે. એટલે જીવનનો અમૂલ્ય મંત્ર ‘આત્મશ્રધ્ધા’ જો સમજાયો હોય તો કોઇપણ કપરોકાળ જીવી જવો આસાન છે. 

-કૌશિક અમીન.