×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

“કશું પણ મફત શું કામ કરવું ? સેવા એટલે શું?”

માનવજાત પ્રગતિના પંથે છે. ઔધોગિક , વૈજ્ઞાનિક, ટેક્નીકલ પ્રગતિ. સમૃદ્ધ અને સગવડોનો પાર નથી. આ જમાનો છે ઉત્કૃષ્ટતા અને મહળકતાના. એટલે ક બુ ઉચ્ચ કક્ષાનું હોવું જેઈએ. બધું અઢળક પ્રમાણમાં હોવું જોઇએ, અછત ના હોવી જોઇએ. કરકસર ના કરવી પડે. બગાડ થાય તો વાંધો નહીં ! અને આ બધાની આગળ જઇને કહેવું હોય તો… બધું ફટાફટ થવું જોઇએ. કોઇને રાહ જોવી નથી ! ધીરજ અને સહન કરવાની વાત… જૂનવાણી લાગે છે ! સાચું છેને ?

મારી ખોપડી મારાં સંતાનો કરતાં જૂદી છે. મારાં સંતાનો, નવી પેઢી આ બધામાં, આ જમાનામાં જીવે છે એટલે મારો એમની સાથે મેળ ન ખાય એ બહું સ્વાભાવિક છે. “પપ્પા તમને એ નહીં સમજાય? એ      ઉદ્ ગાર અવારનવાર સંભળાય છે.

બપોરનું જમવાનું પીરસાય એ પહેલાં કૂતરાં માટે, ગાય માટે થોડું જુ કાઢી લેવાતું. કોઇ સાધું, કોઇ માગણીયાટ, ગરીબ ભિખારણ, અશકત-માંદુ, સાંજેવાળું પછી એ મેળાવાળો. વધ્યું-ઘટયું બધું એ ભાઈ કે બેનની ટોપલીમાં નાખી દેવાતું ! બીજા દિવસે સાદું પણ તાજું અને નવું બનતું.

એક વ્યવસ્થા હતી. એક વ્યવસ્થાતંત્ર હતું. પરસ્પરની સમજૂતિ અને સહકાર હતાં. સમગ્ર સામાજીક જીવન સહકાર પર ચાલતું. વ્યકિત તરીકે સ્વતંત્રતા હતી, સમાજ તરીકે પરસ્પર આધારીતતા-ઇન્ટર ડીપેન્ડન્સ હતી. ત્યારે પણ રોલ્સ અને સ્ટેટસ હતાં. ત્યારે પણ ઉંચ-નીંચના વાડા હતા. ત્યારે પણ અસમાનતા-ઇનઇકવાલિટી હતી. પરંતુ પરસ્પર સમજ અને સ્વિકાર, સંપ અને સહકાર હતાં.

મદદ કરવાની ભાવના મજબૂત હતી. કોઇનું કામ અટકતું નહીં. માનવજાતમાં અને ઇશ્વરીય શક્તિ, બંનેમાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રહ્દા હતાં. સ્વાર્થ કરતાં પરમાર્થની ભાવના વધારે હતી. ડગલે ને પગલે પ્રેમની અનુભૂતિ થતી. લોભ, લાલચ, બનાવટ, છેતરપિંડી ત્યારે પણ હતાં, પરંતુ એ બધું સામાજીક ઉપેક્ષા અને સામાજીક અસ્વિકારને કારણે મર્યાદામાં હતું. કાયદા કરતાં સમાજ પાસે વધારે સત્તા હતી. માણસ એક અંકૂશમાં, એક મર્યાદામાં જીવતો. મર્યાદાઓનું ઉલ્લંઘન સજાને પાત્ર હતું. માણસ ત્યારે જૂઠું બોલતાં, ખોટુંકરતાં લજવાતો !

આદર્શ સમાજ નામની કોઇ બાબત છે નહીં. જેમકે આદર્શ લગ્ન કે આદર્શ કુટુંબ નામની કોઇ બાબત વાસ્તવિક જગતમાં છે નહીં. એ બધું કથાઓમાં, પ્રવચનોમાં, ભાષણોમાં, વાતોમાં સારું લાગે છે. એટલે એ જમાનામાં એ સમાજ આદર્શ સમાજ હતો એમ માનવાની જરૂર નથી. ત્યારે પણ સામાજીક દૂષણો હતાં. અછત હતી. અસમાનતા હતી. ઊંચ-નીચના સ્પષ્ટ તફાવતો હતા. શોષણ હતું. ગરીબી અને બિમારી હતાં. શ્રધ્ધા સાથે અંધશ્રધ્ધા પણ હતી. અને છતાં… એ બધું સાવ જૂદું હતું એમ માનવું પડે એવું છે. સારું હતું એમ કહેવાનો ઇરાદો નથી. જૂદું હતું. સાવ જૂદું હતું !

બંધું જ બદલાયું. બધું ખૂબ ઝડપે બદલાયું. હવે માનવજીવન એ ગામ, એ શહેર પૂરતું મર્યાદિત નથી. સમગ્ર માનવજાત, સમગ્ર બ્રહ્માંડમાં પરસ્પર આધારીત બની છે. નિરાંતે જોઇએ તો માણસ એની સ્વતંત્રતા ગુમાવી રહયો છે. મારા સમગ્ર અસ્તિત્વ અને વિકાસ માટે મારે દરરોજ, કેટલા બધા લોકો પર આધાર રાખવો પડે છે. એ આધારીતતા મને સતત ડર અને બીકમાં, શંકા-કુશંકામાં જીવતો રાખે છે. એ આધારીતતા મને વધારે અસંતુટ, લોભી અને લાલચી બનાવે છે. વધારે અધૂરો અને અ-ધરાયો બનાવે છે. હું, મારી પાસે, સરખામણીમાં, અઢળક હોવા છતાં, સતત અધૂરપ અનુભવું છું. અસુરબ્નિત (ઇનસીક્યોર્ડ) અનુભવું છું.

સંતોષ અને ધીરજ કયાંક અદ્રશ્ય થઇ ગયાં. સુખ અને શાન્તિ મારાથી દૂર રહે છે. એ આધારીતતા, કાંતો બીજા માણસો પર, કાંતો પછી યંત્રો પર (દા.ત. કમ્પ્યુટર્સ, રોબૉટસ) મને સતત ખેંચાયેલો રાખે છે. હું સતત ભાર, દબાણ, સ્ટ્રેસ, ટેન્સનમાં જીવું છું.

કેવું વિચિત્ર કહેવાય નહીં ? અઢળક હોવા છતાં અધૂરપ ! પરસ્પર આધારીત હોવા છતાં ડર અને બીક. મળે, મળશે કે નહીં એની સતત ચિતા અને શંકા. અને મને નહીં આપવાની કે પછી મારી પાસેથી લઇ લેવાની સતત ધમકી.

સમાજ કરતાં વ્યકિત વધારે મહત્વનો બન્યો. અંગત લાભો કેન્‍દ્રમાં. સંબંધો વધ્યા અને વિકસ્યા. એ સંબંધોનો વિકાસ સંપ, સહકાર અને સ્વિકાર પર નહીં પરંતુ અંગત લાભો, અંગત સ્વાર્થ પર આધારીત બન્યા છે. એ પ્રેમ, એ સમજ, એ સ્વિકાર અદ્રશ્ય થવા માંડયા છે. હું તમારા માટે કંઈક કરું ત્યારે પાણ “એમાં મને શું ફાયદો થશે? એ બાબત કેન્‍દ્રમાં રહે છે.

“વોટ ઇઝ ઈન ધેર કોર મી? એ નવો સામાજીક શિરસ્તો છે. આપણે આપણાં વ્યવહારોમાં કમ્પલીટ યુ ટર્ન માર્યો છે ! આ સંજોગમાં “મફત’ કરવાની વાત, સેવા કરવાની વાત, કોઇ અપેક્ષા વગર, વળતર સિવાય આપવાની વાત કેટલી વ્યાજબી ગણાય ? આશ્ચર્યની વાત એ છે કે આ બધું હોવા છતાં સેવા કરતી સંસ્થાઓ અને દાન કરતી વ્યકિતઓ અને દાનના આંકડા બધું ખૂબ વધ્યું છે ! જેઓ કરે છે તેઓ દેખાડો કરતા નથી. જેઓ કરે છે તેઓ એમની જાતને ભાગ્યશાળી માને છે. જેઓ કરે છે તેઓ વળતરમાં કૃતજ્ઞતાનો (આભારવશતાનો) અનુભવ કરે છે.

જેઓ કૃતજ્ઞ (ગ્રેટફૂલ) છે તેઓ અધૂરા કે અશાંત હોઇશકે નહીં. જેઓ કૃતજ્ઞ છે તેઓ અસંતુષ્ટ હોઇ શકે નહીં. હજી પણ થોડુંક કે વધારે, પણ મફત કરવાની દાનતવાળા માણસો હયાત છે !“મફતની કોઇ કિંમત ન હોય” કે પછી “કશું પણ મફત શું કામ કરવું ?’ કે પછી ‘ મારી પાસે જ પૂરતું નથીને’ કે પછી “એણે કર્યુ એમાં શી ધાડ મારી, એની પાસે બહું છે’ એમ કહેવું બહું અઘરું નથી. શું કહેવુ ક ું કરવું એ મારી અંગત પસંદગી છે. એની જાહેરમાં ચર્ચા કે જીભાજોડી ન હોઇશકે. ‘આપવું’ એ બહું મોટી બાબત છે.

દાન અને સેવા પર ચાલતી અઢળક સંસ્થાઓ છે. આ સંસ્થાઓ સામાજીક વિકાસ અને સામાજીક સુરક્ષા માટે કામ કરે છે. આ સંસ્થાઓ ઘણું કરીને સરહદોથી ઉપરવટ જઇ માનવ જાતના કલ્યાણ માટે કામ કરે છે. અનેક સેવાભાવી માણસો આંતરરાષ્ટ્રિય કક્ષાએ કામ કરતી સંસ્થાઓમાં જોડાય છે. સ્થાનિક કે આંતરરાષ્ટિય, જાહેરમાં કે ખાનગીમાં, વ્યકિત માટે કે સંસ્થા માટે, ગમે ત્યાં, ગમે ત પ્રકારે પરંતુ “મફત કરવું” એ જ એક મોટી બાબત છે. અનેક સામાજીક, ધાર્મિક, રાજકીય સંસ્થાઓ ઠેરઠેર સેવાનાં કામો કરે છે.

જ્યાં સંસ્થા છે ત્યાં હોદ્દાઓની સીડી છે. (હાઇરારકી ઓફ પોજીશન્સ)

જ્યાં હોદ્દાઓ છે ત્યાં એ હોદ્દાઓ સાથે સંકળાયેલી જવાબદારીઓ છે. (રોલ્સ એન્ડ સ્ટેટસ), મોભ અને મર્યાદાઓ છે. સંસ્થાના વહીવટ માટે વ્યવસ્થા અને વ્યવસ્થાતંત્ર જરૂરી છે.

અનેક સંસ્થાઓ છે. દાનથી ચાલતી ચેરીટેબલ સંસ્થો છે તો સ્વંયસેવકોથી ચાલતી વોલેન્ટિયર ઓર્ગેનાઈઝેશન્સ પણ છે. જેમના કોઈ ચોક્કસ હેતુઓ છે. કોઈપણ સંસ્થા ચલાવવા માટે પૈસા જોઈએ. એટલે સેવાની વાત આવે ત્યારે બંને જરીરી બને. પૈસા અને સ્વયંસેવકો 

હું જયારે પણ કોઈ સંસ્થામાં જોડાઉં છું ત્યારે હું  કયા ઇરાદે જોડાઉં છું એ મહત્વનું છે.  આપાણે જે કંઈ કરીએ છીએ એની પાછળ કોઈ ને કોઇ ઈરાદો  હોય છે. એટલે વળતરમાં કદાચ મને પૈસાની, વાહ-વાહની, , પદ-પ્રતિષ્ઠાની, પદ્મશ્રી-પદ્મભૂષણની  અપેક્ષા ન હોય પણ મને કશુંક તો મળે જ છે. કૃતજ્ઞતાનો ભાવ, કશુંક પાછું આપવાનો ભાવ, નિજ/-આનંદ, જીવન-સાર્થકય જેવી બાબતો સેવા સાથે સંકળાયેલી હોય એ વધારે મહત્વનું છે.

જે કોઇવ્યકિત, જે તે સંસ્થામાં સમય, સમુદ્ધિ કે કોશલ્યોનું યોગદાન કરે છે ત્યારે એનો ઇરાદો શું છે, એની અપેક્ષા શું છે, એનું વળતર શું છે એ મહત્વનું છે.

કશું પાણ મફત કરવું, વળતરની અપેક્ષા વગર કરવું એ એક અઘરું કામ છે. બે બાબતો જરૂરી છે. ૧.ક્ષમતા, અને

૨.તત્પરતા.

શું વધારે મહત્વનું એ નકકી કરવાનું અઘરું છે. કારણકે કશું પણ આપવા માટે હોવું’ કે પછી “ખૂબ હોવું” જરૂરી નથી. થોડાકમાંથી થોડુંક પણ આપી શકાય. આપવાની દાનત હોવી એ વધારે મહત્વનું છે.

બે બાબતો ઉલ્લેખનીય છે.

૧. અમેરિકા આવીને સમૃધ્ધ થયા. આપવાનું વલણ ઓછું થયું. મફત કરવાને બદલે, મફત લેવાનું વધ્યું અને

૨. સેવાથી ચાલતી સામાજીક સંસ્થાઓમાં ખેંચાખેંચી અને હૂંસાતૂંસી વધ્યાં. સેવાનો ભાવ ઘટયો.

હું જે કંઇક છ એ મારા આનંદ માટે કરુંછું. મારી દરેક પ્રવૃત્તિમાંથી મને કશુંક મળે છે. અને એ મારું વળતર છે. જરૂરી નથી કે એ હંમેશાં આર્થિક લાભ જ હોય.

સેવાની શરૂઆત થાય જે તે સંસ્થાને, એના સભ્યોને, એ દ્વારા અન્ય જરૂરીયાતવાળાઓને મદદ થાય એ હેતુથી, પરંતુ પછી એનો વિસ્તાર કેવી રીતે થાય છે એ મહત્વનું છે.

પૈસાનો ઉપયોગ સેવાનાં કામો માટે થઇ શકે. સાથે સાથે એ જ સમૃદ્ધિનો ઉપયોગ સત્તા અને પ્રતિષ્ઠા મેળવવામાં પણ થઈ શકે. હું કોઇ એક ગુજરાતી સંસ્થામાં જોડાઉં છું, સેવા કરવાના ઇરાદે. જમ જેમ મારી સંડોવણી વધે, મારું અભિવાદન થાય, મારી બઢતી થાય. એક સામાનય સભ્યમાંથી મને મંત્રી-તંત્રી-પ્રમુખ-ચેરમેન વગેરે ઉપાધીઓની દરખાસ્ત થાય. સ્પર્ધા થાય. સરખામણી થાય.

મને ચેરમેનપદુ મળ્યું. મારી વાહવાહ થાય. મને અભિમાન થાય. મારો અહમ્‌ ઉંચો થાય. સેવાનો ભાવ જોખમમાં મુકાય !

સેવા અને નગ્રતાને સતત સાથે રાખવા બહું અઘરું છે. મારે સેવા કરવી છે પણ મારું અભિવાદન ન થાય, મારી સેવાની કદર ન થાય તો મને દુઃખ થાય. મારી આવડત અને મારી સંડોવાણી પ્રમાણે મારી પ્રગતિ પણ થવી જોઇએ ને ? અત્યારના મંત્રીમાં જરાયે આવડત નથી, પણ એની વગ અને ઓળખાણ બહું છે. મને એમ થાય છે કે મને મંત્રી બનાવેતો હું સંસ્થાનો વહીવટ સરસ કરીશકું.’ મને ચળ થાય. પેલાને કાઢવાની ચળવળ શરૃ થાય !

જે તે સંસ્થામાં મારો ફાળો આપીને (સમય દારા, પૈસા દવારા, કોશલ્ય દ્વારા) બસ છૂટા !એવું થઇ શકે ખરું ?

હું જો સામે ચડીને કયવસ્થાતંત્રની ટીકા અને મારી હોંશિયારી રજૂ કરવા થનગની રહ્યો છું, તો મારી સેવાની ભાવનાને જોખમ છે ! હા, કોઇપણ સંસ્થામાં અનેક માણસો જોડાય છે એટલે વિવિધતાઓ રહેવાની. વિચિત્રતા પણ રહેવાની. પરંતુ મારી સંડોવણી, મારો હિસ્સો એ માત્ર સેવાના ઇરાદે, સંસ્થાના વિકોસના ઇરાદે છે કે પછી કયાંક, કયારેક એ મારી સંડોવણીમાં મારી અપેક્ષા, મારો અહમ અને મારું અભિમાન ફૂદી પડે છે !

અત્યારે આપણા સમાજોમાં આમ જ ચાલી રહયું છે. અને એકમનસીબી છે. આપણે શિક્ષણ અને સમૃદ્ધિમાં ખૂબ આગળ છીએ, પરંતુ “એકતા ની બાબતમાં, “યુનાઇટેડ વી સ્ટેન્ડ’ને બદલે “ડિવાઇડ એન્ડ રુલ’ ની દિશામાં છીએ. સામાજીક સંસ્થાઓમાં કાર્યકર તરીકે, સેવક તરીકે જોડાતો એક સક્ષમ, શિક્ષિત સભ્ય ફટાક દઇને એ સંસ્થાનો પ્રમુખ બનવાના ઓરતા રાખે છે. સેવાનો ભાવ અદ્રશ્ય થઇ જાય છે.

મને જાહેરમાં માન મળે, વાહવાહ થાય પરંતુ ખાનગીમાં મારા જ સાથીદારો મારીટીકા કરે છે. મને પણ ઉડે ઉડે તો ખબર છે જ કે હં શું કરી રહ્યો છું ! પણ… હું એમ જકર્યે રાખું છું

મૂકસેવકો કેટલા ? અને એમની સરખામણીમાં પદમશ્રી અને પદ્મવિભૂષણવાળા કેટલા ? આ બંને વિભાગોમાં સેવાની દ્રષ્ટિએ આગળ કોણ ? તમે કહેશો એમાં ખોટુંશું ? વાત સાચા-ખોટાની નથી. વાત એ છે કે સેવા નિજઆનંદ માટે છેકે સેવા માત્ર વાહવાહ અને અભિવાદન માટે છે?

એમ કહેવાય છે કે જાહેરમાં કરેલું દાન-સેવા સમાજને ચોપડે નોંધાય છે, જયારે મૂક, ગુપ્ત, અજાણ થયેલું કામ-સેવા ઇશ્વરના ચોપડે નોંધાય છે. મારાં બધાં સર્ટિફિકેટ, તકતીઓ, લટકણીયાં એ બધું મારા ગયા પછી અહીં જ રહેવાનાં છે. અપેક્ષા સિવાય, અભિવાદન સિવાય, ખાનગીમાં થયેલાં એ સેવાનાં કામો મારી સાથે જાય છે એ વાત આપણા બધાની જાણીતી છે. કોઈ મોટા માણસના કોફીનમાં એના મૃતદેહની સાથે એનાં લટકણીયાં લટકાવાતાં નથી. તો પછી વળતરની આટલી બધી લાલસા શુંકામ ? અઢળક પૈસા આપીને હું એ લટકણીયા ખરીદુ શુંકામ ?

તમે કહેશો કે લાલો લાભ વગર લખલખે નહીં !’ આ પણ એક જાણીતી ઉકિત છે. મારે મારી જાતને કયાં, કેટલી અને કેવી રીતે સાંકળવી એ મારી પસંદગીની બાબત છે. આપણે આપણને મળેલ સમય, સંબંધો અને સમૃહ્દ્િનો સરખો ઉપયોગ કરતા નથી. નિવૃત્તિ પછી સમય પસાર થતો નથી, ‘ “કંટાળો આવે છે’ એવી ફરીયાદ કરતા ગુજરાતીઓ ‘વૉલન્ટીયર” તરીકે સેવા આપવા જરાયે ઉત્સુક નથી ! સામાજીક સમારંભોમાં અને સામાજીક-ધાર્મિક પ્રવૃત્તિઓમાં ‘ટાઇમ પાસ તરીકે જોડાય છે. ઊટાઇમ-પાસ” એટલે સમયનો બગાડ. આવું કેમ ?

પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બંનેના સુભગ મિલન દ્દારા મને સમય, સંબંધો અને સમુદ્દિ મળે છે એમ કહી શકાય. એમ પાણ કહેવાય છે કે સેવાની તક મળવી, સેવાનો લાભ મળવો એ પણ ભાગ્યનો વિષય છે. પરંતુ મને મળેલી એ તકનો નિજઆનંદ માટે ઉપયોગ કરવો કે પછી પદ અને પ્રતિષ્ઠા માટે, અંગત લાભો માટે કરવો એ પણ મારી પસંદગીનો વિષય ખરો કે નહીં ? અને ત્યાં મારી વિવેકબુદ્ધિની ચકાસણી થાય ને ? થાય કે નહીં ?

સેવા અને સ્વાર્થ બંને હાથમાં હાથ પકડીને ચાલે છે. જેઓ સેવા કરે છે, કરે જ છે, વળતરની ચિંતા કર્યા સિવાય ! જેઓ હંમેશાં કશુંક શોધે છે, મળવું 6૪ જોઇએ એવું નકકી કરીને બેઠા છે તેઓ આધુંપાછુ કરતાં, ઊંચુ-નીચું કરતાં જરાયે ક્રોભ અનુભવતા નથી. કદાચ જગતની વ્યવસ્થા જ એં પ્રમાણ છ.

બેવાત ધ્યાનમાં રાખવા જેવી છે.

૧. જોહું કશું પાગ સેવાની ભાવનાથી, વળતર સીવાય કરતો નથી તો પૂછું મારી જાતને કે મારાથી એવું કશું કેમ થતું નથી?
અને, જે હું કશું પણ સેવા તરીકે કરું છું, દા.ત. મારા સમાજનાં મંડળમાં કે પછી મારી માન્યતાના મંદિરમાં, તો હું કેવા ભાવથી કરું છું ? માત્ર આપવાના ભાવથી કરં છું કે પછી કયાંકને કયાંક, ઉડે ઉડે કશુંક મેળવવાની, મળવાની, સ્વાર્થની કોઇક ઇચ્છા, કોઇક યોજના, કોઈક ગણતરીએમાં છૂપાયલી છે ?

૨. મારા પૂર્વગ્રહો, મારી માન્યતાઓને ચકાસું.
કોઈ સમાજ ઉત્તમ સમાજ નથી, અને કોઇ સંસ્કૃતિ કનિષ્ઠ સંસ્કૃતિ નથી. “તેઓ મારાથી જૂદા છે એટલે ખરાબ છે’ એ મારી માન્યતાઓને પડકારું. મારામાં પણ અનેક મર્યાદાઓ છે તો પછી તમે ગમે તે સમાજના હો, તમારામાં પણ એક માણસ તરીકે મર્યાદાઓ હોય જને ! મારે તમારી ટીકાશું કામ કરવી જોઇએ ?

મારી બીક, મારી ચિંતા, મારો તિરસ્કાર કયાંથી આવે છે એ તપાસું. દૂર રહેવાને બદલે, અવગણવાને બદલે, તરછોડવાને બદલે, તિરસ્કારવાને બદલે… એમની સાથે એક “માણસ’ તરીકેવ્યવહાર કરી શરુ
પૂણ્ય ના થઇશકેતો વાંધો નહીં… પાપ કરવાનું બંધ કરુ.
આભાર ના માની શકાયતો વાંધો નહીં… શું ધાડ મારી એમ ના કહું.
એ મારાથી જૂદાાં માણસોનો સ્વિકાર ન થાય તોવાંધો નહીં… તિરસ્કાર ન કરે.
સેવા ન થાયતો કંઇ નહીં, જેઓ કરે છે એમની વાતોન કું.
હું જજો કશું સેવાનું કામ કરતો નથીતો… તમે કેમ કરતા નથી એવી ટીકા ન કરું.

જ તે સંસ્થાનો ટ્સ્ટી,વિશ્વાસુ-ભરોસાપાત્ર બનીને રહુ, માલિકની અદાથી નહીં. કારણકે હું મારી જાતનો માલિક નથી તો એ વાહ- વાહ, એ હારતોળા કે પછી એ મંત્રી-તંત્રી-પ્રમુખની માલિકી મને શું કામમાં આવવાની ?
તમારી સેવાની ઊંડાઇ માપી તો જુઓ.
૧. સેવા કરવા પાછળ કેવી વૃત્તિ છે ?
૨. કેટલી પ્રમાણિકતા છે ?
૩. સેવા કરવા પાછળ ઇરાદો શું છે ?
4. બદલાની અપેક્ષા વગર કશું પણ “મફત’ કરવાની તત્પરતાકેટલી ?
પ. સેવાકરતી વખતે તમારો ભાવ અને વ્યવહાર કેવા છે ?
૬ પદવી, અધિકાર, પ્રતિષ્ઠા જેવી બાબતો સેવામાં રૂકાવટ બનેછે?
૭. સેવા પાછળ પૂજા, ભકિત, સમર્પણનો ભાવ છે
૮. ટાંટિયા ખેંચની પ્રવૃત્તિમાં સક્રિય છો કે એનાથી દૂર રહો છો ?
9. એક માણસ તરીકે સેવાકરો છો કે પછી એકવ્યકિત, એક સમાજ, એકધર્મ તરીકે અભિમાન અને અધિકારમાં જીવો છો ?
૧૦. કૃતજ્ઞતાના ભાવથી, માત્ર પાછુ આપવાની ભાવનાથી કરો છો

– આર ડી. પટેલ 908-418-3836