×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Air India બાદ આ વર્ષે અડધો ડઝન કરતા વધારે સરકારી કંપનીઓને વેચવા-વિનિવેશ માટેની તૈયારી


- સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિનિવેશ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા હાંસલ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે

નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

એર ઈન્ડિયાના વેચાણની સાથે જ છેલ્લા 17 વર્ષોમાં પહેલી વખત કોઈ સરકારી કંપનીનું સફળ ખાનગીકરણ થયું છે. આના પહેલા 2003-04ના વર્ષમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકાર ખાનગીકરણમાં સફળ થઈ હતી. આ સાથે જ હવે એ વાતની સંભાવના વધી ગઈ છે કે, સરકાર હવે પોતાના ખાનગીકરણ અને વિનિવેશ લક્ષ્ય પર ઝડપથી આગળ વધશે. 2021-2022ના નાણાકીય વર્ષ એટલે કે, માર્ચ 2022 સુધીમાં મોદી સરકારની યોજના અડધો ડઝનથી વધારે કંપનીઓનું ખાનગીકરણ કે વિનિવેશ કરવાની છે. 

મોદી સરકારે શરૂઆતથી જ સુધાર ઉન્મુખ અને ખાનગીકરણની પક્ષધર સરકારની છબિ બનાવી છે. સરકારના નીતિ નિયંતાઓનું માનવું છે કે, અનેક સેક્ટર એવા છે જેમાં સરકારી કંપનીની જરૂર નથી. સરકારે બિઝનેસમાં ન હોવું જોઈએ. આ જ રીતે સતત ખોટમાં ચાલી રહેલી કંપનીઓનું ખાનગીકરણ કે વિનિવેશ કરી દેવામાં આવે તે જ યોગ્ય છે. 

સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિનિવેશ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા હાંસલ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. અત્યાર સુધીમાં સરકારને એક્ષિસ બેંક, એનએમડીસી, હુડકો વગેરેમાં ભાગીદારીના વેચાણથી માત્ર 8,369 કરોડ રૂપિયા અને તાજેતરમાં એર ઈન્ડિયાના વેચાણથી આશરે 18 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. એ જ રીતે અત્યાર સુધીમાં આશરે 26,369 હજાર કરોડ રૂપિયા જ ભેગા કરી શકાયા છે.