AI માનવજાત માટે પરમાણુ યુદ્ધ જેવી ખતરનાક
- ચર્ચા, મંત્રણા અને નિયંત્રણ માટે સોસાયટી ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેફટી દ્વારા ચેતવણી
- એઆઈના ખતરા સામે લાલબત્તી ધરવામાં ચેટજીપીટીના ફાઉન્ડર સેમ ઓલ્ટમેન, ગૂગલના જયોફ્રી હિન્ટન પણ સામેલ ઃ AIથી માનવજાતનું નિકંદન નીકળી જવાનું જોખમ
સાન ફ્રાન્સિસ્કો : આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) થકી વિશ્વની વધારે સરળતાથી માનવજાતને તેના મુશ્કેલ કાર્યો સરળતાથી પૂર્ણ કરવામાં મદદ કરવાના ઉદ્દેશ સામે હવે સૌથી મોટો પડકાર ઉભો થયો છે. આ ટેકનોલજીથી માનવજાતનું નિકંદન નીકળી શકે એટલો મોટો ખતરો છે અને તેના ઉપર નિયંત્રણ મુકવાની વૈશ્વિક સ્તરે પ્રાથમિકતા હોવી જોઈએ એવું સેન્ટર ફોર એઆઈ સોસાયટીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે. આ નિવેદન ઉપર ચેટજીપીટીના સ્થાપક સેમ ઓલ્ટમેન, ગુગલના એઆઈના પિતામહ જયોફ્રી હિન્ટન, માઈક્રોસોફ્ટના ચીફ સાયન્ટીફીક એરિક હોવીત્ઝ સહીત ૧૬૮ વ્યક્તિઓએ હસ્તાક્ષર કર્યા છે. આ વ્યક્તિઓમાં એઆઈ કંપનીઓના સંશોધક, વૈજ્ઞાાનિકો, શિક્ષણવિદ સહીતની હસ્તીઓ સામેલ છે.
જટિલ કાર્યો સરળતાથી પાર પાડી શકે અથવા તો માનવની જગ્યાએ મશીનથી કેટલાક કર્યો થાય એના માટે એઆઈની દિશામાં કાર્ય શરુ થયું હતું. આ પછી ચેટજીપીટી, ગુગલનું બોર્ડ, માઈક્રોસોફ્ટ દ્વારા પોતાના સર્ચ એન્જીંગ બિંગ અને અન્ય કંપનીઓ દ્વારા એઆઈ અને મશીન લર્નિંગનો વ્યાપક ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે. એકલા ચેટજીપીટીના વિશ્વમાં ૧૦ કરોડ યુઝર છે અને મહીને ૧.૮ અબજ વીઝીટર છે.
સોસાયટી ફોર એઆઈ સેફટીનું સંક્ષિપ્ત નિવેદન જણાવે છે, 'એઆઈ માનવજાત સામે પરમાણુ યુદ્ધ કે મહામારી જેટલા ખતરારૂપ છે. આ ટેકનોલજીથી માનવજાતનું નિકંદન નીકળી શકે એટલો મોટો ખતરો છે અને તેના ઉપર નિયંત્રણ મુકવાની વૈશ્વિક સ્તરે પ્રાથમિકતા હોવી જોઈએ.' નિવેદન અંગે સોસાયટી જણાવે છે કે વિવિધ નિષ્ણાતો, પત્રકારો અને નીતિ ઘડવૈયા એઆઈ અંગે અને તેના જોખમ અંગે ચર્ચા કરી રહ્યા છે. હાલના તબક્કે, એઆઈ ટેકનોલોજીના સૌથી ખતરારૂપ જોખમ અંગે ચિંતા વ્યક્ત કરવું મુશ્કેલ છે પણ ચર્ચા શરુ થાય વધુને વધુ લોકો તેમાં જોડાય એના માટે આ સંક્ષિપ્ત નિવેદન જાહેર કરી રહ્યા છીએ.
સમાજ વ્યવસ્થા સામે એક મોટા જોખમ તરીકે આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીને ઓળખવી જોઈએ અને તેના ઉપર નિયંત્રણ જરૂરી છે એવું હવે ખુદ આ ટેકનોલોજીને વિકસાવવા અને તેના ઉપર સંશોધન કરી રહેલી કંપનીઓ, રોકાણકારો અને શિક્ષણવિદો માની રહ્યા છે.
એઆઈનો ઉપયોગ માનવજાતને સરળતાથી જટિલ કાર્ય કરવા માટે કરવામાં આવ્યો હતો પણ હવે માનવજાત સામે જ ખતરો ઉભો થયો છે. આ નિવેદનમાં, એઆઈ ટેકનોલોજીથી માનવજાતના અસ્તિત્વ સામેના જોખમોનો ચિતાર આપવામાં આવ્યો છે. એઆઈથી નોકરીઓ જશે, જાહેર આરોગ્યને નુકસાન થશે અને તેનાથી ખોટી માહિતીનો હથિયાર તરીકે ઉપયોગ થશે એવું આ સંયુક્ત નિવેદન જણાવે છે. ગુગલના ડીપમાઈન્ડ, ચેટજીપીટી, એન્થ્રોપીક જેવા એઆઈની ટેકનોલોજીનો બિઝનેસ, સંશોધન કરતી કંપનીઓના અધિકારીઓએ જ આ નિવેદન તૈયાર કર્યું છે જેમાં એવી પણ નોંધ છે કે એઆઈથી ભેદભાવ વધશે કે ઢોંગ કે વેશ ધારણ કરી લોકો સામે છેતરપીંડીના બનાવો પણ વધી શકે છે. 'પરમાણુ યુદ્ધ કે મહામારી જેવા સામાજિક ખતરાની જેમ એઆઈ થકી માનવજાતનું નિકંદન નીકળી જાય એવા જોખમને વિશ્વસ્તરે પ્રાથમિકતા મળવી જોઈએ,' એમ નિવેદન જણાવે છે.
એઆઈ ટેકનોલોજી માનવતા સામે એક મોટું જોખમ હોવાનું જણાવીને જ તાજેતરમાં વિશ્વ સ્તરે એઆઈ ટેકનોલોજીના અગ્રણી અને જયોફ્રી હિન્ટને દિગ્ગજ ટેક કંપની ગુગલ છોડવાની જાહેરાત કરી હતી. અગાઉ યુનાઈટેડ કિંગડમ સરકાર એઆઈ અંગે અલગ મત ધરાવતી હતી પણ હવે આ ટેકનોલોજી જોખમી હોવાનું સરકાર સ્વીકારે છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં મશીન લર્નિંગના પ્રોફેસર અને માઈન્ડ ફાઉન્ડ્રી નામની કંપનીના સહ-સ્થાપક માઈકલ ઓસ્બોમના મત અનુસાર, આ સંયુક્ત નિવેદન મહત્વનું છે. આ નિવેદનમાં માનવજાતના અસ્તિત્વના ખતરાનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને તેના ઉપર હસ્તાક્ષર કરનાર વ્યક્તિઓ વિવિધ ક્ષેત્રના દિગ્ગજ મહાનુભાવો છે. બહુ વ્યાપક રીતે લોકો હવે સ્વીકારી રહ્યા છે કે એઆઈ થકી વાસ્તવિક રીતે ખતરો ઉભો થવાનો છે.
એઆઈ ટેકનોલોજી વિકસાવનાર લોકો અને કંપનીઓની ધારણા કરતા તેનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે ત્યારે તેનો ઉપયોગ વધતો અટકાવવો સૌથી જરૂરી છે. એઆઈનો ઉપયોગ અને તેનું કાર્ય જટિલ છે અને તેની સમજ બધાને નથી એટલે તેના ઉપર અંકુશ જરૂરી છે એવું નિવેદન જણાવે છે. માઈકલ ઓસ્બોમે આ ટેકનોલોજી અંગે જણાવ્યું હતું કે આ ટેકનોલોજીને આપણે પૂર્ણ રીતે સમજી શક્યા નથી. આ ટેકનોલોજી આ ગ્ર્રહ ઉપર માનવજાત સામે એક નવો સ્પર્ધક ઉભો કરી શકે એટલી સંભાવના ધરાવે છે. ખુદ માનવ પ્રજાતિ સામે આ ટેકનોલોજી આક્રમક કરી નાશ કરી શકે એવી છે.