×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

AAPની હાર છતાં કેજરીવાલે આ કારણે ગુજરાતનો આભાર માન્યો, કહ્યું મિશન સફળ

અમદાવાદ,તા.08 ડિસેમ્બર-2022, ગુરુવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે, તો આ આદમી પાર્ટીની ખુબ જ ખરાબ રીતે હાર થઈ છે. ચૂંટણીમાં હાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ બનાવી દીધો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જેટલા મત મળ્યા છે, તે કાયદા મુજબ AAP રાષ્ટ્રીય પક્ષ બની ગયો છે. આશરે 10 વર્ષ પહેલા નાની આમ આદમી પાર્ટીનું શરૂઆત થઈ હતી. હું ગુજરાતના લોકોનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરતો રહીશ. તમારા પ્રેમનો આભારી રહીશ. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. અમે ગુજરાતના કિલ્લામાં પગપેસારો કરવામાં સફળ થયા છીએ. અમને 13 ટકા જેટલા વોટ મળ્યા છે. આ વખતે પગપેસારો કરવામાં સફળ રહ્યા, આગાવી વખતે ગુજરાતનો કિલ્લો  જીતવામાં સફળ થઈશું..

ઉલ્લેખનિય છે કે, ભાજપે 157 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. તો કોંગ્રેસને માત્ર 16 બેઠકો અને આમ આદમી પાર્ટીએ માત્ર 5 બેઠકો મેળવી છે. સી.આર.પાટીલની જાહેરાત મુજબ આગામી 12 ડિસમ્બરે નવી સરકારનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે. આ શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે અને ભાજપની ભવ્યાતિભવ્ય જીતની ઉજવણી કરશે.