×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્નાલની સૈનિક સ્કૂલમાં 54 વિદ્યાર્થીને કોરોના, મધ્ય પ્રદેશમાં ભાજપ સાંસદનું મોત


નવી દિલ્હી, તા. 2 માર્ચ, 2021, મંગળવાર

હાલ દેશભરમાં કોરોના સામે મહત્વપૂર્ણ ગણાતી રસી આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને 60 વર્ષથી વધુ વયનાને રસી આપવામાં આવે છે. ત્યારે મધ્ય પ્રદેશના ધારમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે.

અહીં એક મહિલા સ્વાસ્થ્ય કર્મીને રસીના બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા, એટલુ જ નહીં તેના શરીરમાં એંટી બોડીનું સ્તર પણ સારૂ હોવાનું સામે આવ્યું તેમ છતા આ મહિલાને કોરોના વાઇરસનો ચેપ લાગી ગયો છે. જેને પગલે ડોક્ટરો પણ આશ્ચર્યમાં મુકાયા છે. 

ધારની 30 વર્ષીય મહિલા સ્વાસ્થ્ય કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે 17મી જાન્યુઆરીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. જ્યારે 22મી જાન્યુઆરીએ બીજો ડોઝ લીધો હતો. 

26મી જાન્યુઆરીએ તે અસ્વસૃથ જણાતા રિપોર્ટ કરાવ્યો તો કોરોના થયો હોવાનું સામે આવ્યું. જોકે તેની અન્ય સ્વાસ્થ્ય રિપોર્ટ સામાન્ય છે. રસીના બન્ને ડોઝ લીધા હોવાથી તેનું એંટી બોડી પણ સારૂ છે.

તેમ છતા કોરોના કેમ થયો તેને લઇને ડોક્ટરો પણ આશ્ચર્યમાં મુકાયા છે અને હાલ તેને સારવાર અપાઇ રહી છે. જ્યારે કેટલાક ડોક્ટરોને શંકા છે કે વાઇરસનો કોઇ બીજો સ્ટ્રેન પણ હોઇ શકે છે.  બીજી તરફ હરિયાણાના કરનાલમાં સૈનિક સ્કૂલમાં જ 54 વિદ્યાર્થીઓ સહિત 78 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે પ્રશાસન દોડતુ થઇ ગયું છે. 

હવે તેના સ્વાસ્થ્ય રિપોર્ટને લઇને સ્વાસ્થ્ય વિભાગ પણ ચિંતામા મુકાયો છે. કરનાલમાં મંગળવારે રેકોર્ડ બ્રેક 78 કેસો સામે આવ્યા જેમાં 54 કેસ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓના છે. જ્યારે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓનો પણ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. દરમિયાન મધ્ય પ્રદેશમાં ભાજપના સાંસદ નંદ કુમાર સિંહ ચૌહાણનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.

69 વર્ષીય સાંસદ નંદ કુમારસિંહને કોરોના થતા ગત મહિને જ એરલિફ્ટથી ગુરૂગ્રામમાં સારવાર માટે લવાયા હતા પણ તેઓ બચી ન શક્યા.  દેશભરમાં કોરોનાના નવા 12,286 કેસો સામે આવ્યા છે. જેમાં 91 લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,11,24,527 પર પહોંચી ગઇ છે. દરમિયાન દેશભરમાં કુલ મૃત્યુ પામેલાની સંખ્યા 1.57 લાખનો આંકડો પાર કરી ગઇ છે.