×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદીએ કોરોનાની રસી લીધી, વેક્સિન માટે 10 લાખ લોકોનું રજિસ્ટ્રેશન


નવી દિલ્હી, તા.1 માર્ચ, 2021, સોમવાર

દેશભરમાં રસીકરણના બીજા તબક્કાની શરૂઆત પહેલી માર્ચથી થઇ ગઇ છે, જેમાં 60 વર્ષથી વધુ વયનાને રસી આપવામા આવશે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના રસી લઇ લીધી છે. દિલ્હીમાં એઇમ્સમાં મોદીએ રસીનો પહેલો ડોઝ લીધો હતો.

સાથે તેમણે દેશવાસીઓને રસી લેવાની અપીલ પણ કરી હતી. માત્ર મોદી જ નહીં 60 વર્ષથી વધુ વયના અન્ય નેતાઓેએ પણ પહેલા જ દિવસે રસીનો ડોઝ લઈ લીધો છે અને જનતાને પણ આ રસી લેવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રસીનો પહેલો ડોઝ લેવા માટે દિલ્હીના એઇમ્સમાં સવારે જ પહોંચી ગયા હતા, તેમણે ચૂંટણી રાજ્ય આસામનો ગમછો પોતાના ગળામાં નાખ્યો હતો.

મોદી 60 વર્ષથી વધુ એટલે કે 70 વર્ષના હોવાથી તેમણે આ રસીનો ડોઝ લીધો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિન લીધી છે. મોદીએ હાલ રસીનો પહેલો ડોઝ લીધો છે અને આગામી 28 દિવસ બાદ તેઓ બીજો ડોઝ લેશે.

આ રસીને લઇને અગાઉ અનેક સવાલો ઉઠયા હતા, જ્યારે મોદીએ આ રસીને લઇને આ બધી શંકાઓને દુર કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રસીનો પહેલો ડોઝ ચેન્નાઇની સરકારી હોસ્પિટલમાં લીધો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રસીકરણના બીજા તબક્કામાં પ્રથમ દિવસે જ દેશભરમાંથી 10 લાખથી વધુ લોકોએ રસી માટે નોંધણી કરાવી છે.   

અન્ય જે નેતાઓએ રસી લીધી તેમાં ગૃહ પ્રધાન અમિત શાહે મેદાંતા હોસ્પિટલમાં રસીનો પહેલો ડોઝ લીધો, વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ રસી લીધી હતી, એનસીપીના વડા શરદ પવારને મુંબઇમાં કોવિશિલ્ડ રસી લીધી હતી,

તેમની સાથે તેમના પત્નિ અને સાંસદ પુત્રીને પણ રસી આપવામાં આવી હતી. બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારે પટનામાં કોરોનાની રસી લીધી હતી, તેમના અન્ય મંત્રીઓ અને નેતાઓેએ પણ રસીનો પહેલો ડોઝ લીધો હતો. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે રસી લીધી હતી. 

 બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના એ નેતાઓમાં સામેલ થઇ ગયા છે કે જેઓએ કોરોનાની રસી લીધી છે. જેમ કે પોપ ફ્રાંસિસ, સાઉદી કિંગ સલમાન, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, ઇઝરાયેલના પીએમ બેંજામિન, ઇન્ડોનેશિયાના પીએમ જોકો વીડોદો, ક્વીન એલિઝાબેથ, પ્રિન્સ ફિલિપ, મોંગોલિયન પીએમ અને માલદિવના પ્રમુખે પણ અગાઉ રસી લઇ લીધી છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડેને પણ રસી લીધી હતી અને બાદમાં મોટી સંખ્યામાં અમેરિકનોએ રસી લેવાનું શરૂ કર્યું હતું. 

 રસી માટે વેબસાઇટ પરથી જ રજિસ્ટ્રેશન થઇ શકશે 

કોરોનાની રસી લેવા માટે મોબાઇલ એપ મારફતે રજિસ્ટ્રેશન કરાવવાની લોકોમાં ગેરસમજ વ્યાપી હતી. જેને પગલે સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, રસી લેવા માટે રજિસ્ટ્રેશન માત્ર સરકારી વેબસાઇટ પર જ થઇ શકશે. જેને કોવિન (સીઓડબલ્યુઆઇએન) નામ અપાયું છે. સાથે જ રૂબરૂમાં કેન્દ્ર પર જઇને પણ રજિસ્ટ્રેશન કરી શકાશે. આરોગ્ય સેતુ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકાશે. 

રસી લેનારા નેતાઓ

* ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ

*  ગૃહ પ્રધાન અમિત શાહ

*  વિદેશ પ્રધાન એસ. જયશંકર

*  બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમાર

* ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક

*  એનસીપી વડા શરદ પવાર

*  રાજસૃથાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા

* તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ 

* કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહ વગેરે નેતાઓએ પ્રથમ દિવસે રસી લીધી હતી.

મને નહીં યુવાઓને આપો  ખગડેની રસી લેવાની ના

નવી દિલ્હી, તા. 1

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કોરોનાની રસી લેવાની ના પાડી દીધી હતી, સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે મારી ઉંમર 70 વર્ષથી પણ વધુની થઇ ગઇ છે, મારા જીવનના હવે માત્ર 10-15 વર્ષ બચ્યા છે માટે મને તેની જરૂર નથી. દેશના યુવાઓને કોરોનાની રસી આપવામાં આવે. 

જ્યારે કોંગ્રેસના નેતા આૃધીર રંજન ચૌધરીએ મોદીના રસી લેવાના સમયગાળા પર ટોણો માર્યો હતો. આૃધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે પીએમ મોદીએ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે તેને કારણે જ હાલ રસી લીધી છે. પીએમ મોદીએ રસી લેતી વેળાએ આસામનો ગમછો પહેર્યો, કેરળ અને પુડ્ડુચેરીના નર્સની રસી લેવા માટે મોદીએ મદદ લીધી. આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે.