×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાટે ચડતું અર્થતંત્ર સરકારને લીલા લહેર : જીએસટી 1 લાખ કરોડને પાર


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.1 માર્ચ, 2021, સોમવાર

સળંગ પાંચમા મહિને જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાને પાર થઇ થયું છે. ફેબુ્રઆરી, 2020માં જીએસટી કલેક્શન સાત ટકા વધીને 1.13 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જીએસટી કલેક્શનના આંક્ડા આૃર્થતંત્ર સુધરી રહ્યાં હોવાના સંકેત આપે છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરી, 2020માં જીએસટી કલેક્શન 1.05 લાખ કરોડ  રૂપિયા રહ્યું હતું. જાન્યુઆરી, 2021માં જીએસટી કલેક્શન 1,19,875 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે ડિસેમ્બર, 2020માં જીએસટી કલેક્શન 1.15 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. 

નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ફેબુ્રઆરી, 2021માં જીએસટી ક્લેકશન 1,13,143 કરોડ રૂપિયા રહ્યું છે. જે પૈકી સેન્ટ્રલ જીએસટી 21,092 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી 27,273 કરોડ રૂપિયા, ઇન્ટેગ્રેટેડ જીએસટી 55,253 કરોડ રૂપિયા અને સેસ 9525 કરોડ રૂપિયા રહ્યું છે. 

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા પાંચ મહિનાથી જીએસટી કલેક્શનમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો થઇ રહ્યો છે. ફેબુ્રઆરી, 2021નું જીએસટી કલેક્શન ફેબુ્રઆરી, 2020ની સરખામણીમાં સાત ટકા વધારે રહ્યું છે. 

ફેબુ્રઆરી મહિનામાં વસ્તુઓની આયાતમાંથી થયેલી આવકમાં 15 ટકાનો વધારો થયો છે. સળંગ પાંચ મહિનાથી જીએસટીની આવક એક લાખ કરોડ રૂપિયાથી વધારી રહી છે. કોરોના મહામારી પછી સળંગ ત્રીજા મહિને જીએસટીની આવક 1.10 લાખ કરોડ રૂપિયાથી વધારે રહી છે. 

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે એપ્રિલ, 2020માં જીએસટી ક્લેક્શન વિક્રમજનક ઘટીને 32,172 કરોડ રૂપિયા રહ્યું હતું. કોરોના મહામારીને કારણે જીએસટીની આવક ઘટતા રાજ્યોના હિસ્સાની ફાળાની રકમ ઘટતા કેન્દ્ર સરકારે રાજ્યોનું નુકસાન ભરપાઇ કરવા માટે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 1.04 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

જીએસટી ક્લેકશન

માસ

કલેક્શન

ઓકટોબર, 2020

1,05,155 કરોડ

નવેમ્બર,2020

1,04,963 કરોડ

ડિસેમ્બર,2020

1,15,000 કરોડ

જાન્યુઆરી, 2021

1,19,875 કરોડ

ફેબુ્રઆરી, 2021

1,13,143 કરોડ


ગુજરાતની 11 માસની GSTની આવક રૂા. 55,560 કરોડ થઈ

ગુજરાતની ફેબુ્રઆરીની GSTની આવક રૂા. 3,517 કરોડ : પેટ્રોલ, ડીઝલ, CNG પરના વેટ થકી રૂા. 17,900 કરોડની આવક કરી

(પ્રતિનિધિ તરફથી)   અમદાવાદ,તા.1

ગુજરાતની જીએસટીની આવક 11 મહિનામાં રૂા. 55,560 કરોડને આંબી ગઈ છે. ફેબુ્રઆરી 2021માં જીએસટીની 3517 કરોડની આવક થઈ હતી. જે ફેબુ્રઆરી 2020ની રૂા. 3209.14 કરોડની આવક કરતાં ત્રણસો કરોડ વધુ છે.

તેવી જ રીતે જાન્યુઆરી 2021માં ગુજરાત સરકારની જીએસટીની આવક રૂા. 3414 કરોડની થઈ છે. જે જાન્યુઆરી 2020ની રૂા. 3132 કરોડની આવક કરતાં અંદાજે રૂા. 290 કરોડ વધારે છે. તેમ છતાંય ગુજરાત સરકાર જીએસટીની આવકમાં તેના વાર્ષિક રૂા. 77000 કરોડના ટાર્ગેટથી હજી રૂા. 20,000 કરોડ છેટું છે.

ગુજરાત સરકારે 2020-21ના વર્ષમાં જીએસટીની આવકનો ટાર્ગેટ રૂા. 77,000 કરોડનો રાખ્યો છે. 2019-20ના નાણાંકીય વર્ષમાં ગુજરાતની જીએસટીની આવક રૂા. 69,700 કરોડની થઈ હતી. પરિણામે ગુજરાત આ વરસે તેના રૂા. 77,000 કરોડના ટાર્ગેટને માંડ માંડ આંબી શકશે તેવું જણાઈ રહ્યું છે.

ગુજરાત સરકારની પેટ્રોલ અને ડિઝલની અત્યાર સુધીની આવક રૂા. 17,900 કરોડની થઈ છે. માર્ચ 2020માં જીએસટીની આવક રૂા. 2840 કરોડની થઈ હતી. તેમાં પેટ્રોલ અને ડિઝલ પરની સરેરાશ આવક રૂા. 1500 કરોડની આસપાસની ગણવામાં આવે તો ગુજરાતની જીએસટીની વાર્ષિક આવકના ટાર્ગેટમાં કદાચ રૂા. 250 કરોડની ઘટ આવી શકે છે.