×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Dr. MGR મેડિકલ યુનિ.માં PM મોદીનું સંબોધન- "અમે 6 વર્ષમાં 15 AIIMSને મંજૂરી આપી"


- ડૉક્ટરી એક સન્માનજનક વ્યવસાય, કોરોના બાદ તેમના પ્રત્યેનું સન્માન વધ્યું: PM

નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમિલનાડુની ડૉ. એમજીઆર મેડિકલ યુનિવર્સિટીના 33મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. PMOએ આ સમારંભમાં કુલ 17,591 કેન્ડિડેટ્સને ડિગ્રી અને ડિપ્લોમાથી સન્માનિત કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ આ પ્રસંગમાં સહભાગી બન્યા હતા.

પોતાના સંબોધનમાં વડાપ્રધાને તેમની સરકારે તમિલનાડુમાં 11 નવી મેડિકલ કોલેજની સ્થાપનાને મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું. જે જિલ્લાઓમાં વર્તમાન સમયમાં એક પણ મેડિકલ કોલેજ કાર્યરત નહીં હોય ત્યાં આ નવી કોલેજ સ્થાપિત કરવામાં આવશે. તમિલનાડુમાં બનનારી પ્રત્યેક મેડિકલ કોલેજ માટે ભારત સરકાર 2,000 કરોડ રૂપિયા આપશે. વડાપ્રધાને આપણા દેશમાં ડૉક્ટર્સ સૌથી સન્માનિત વ્યવસાયિકો પૈકીના એક છે અને કોરોના મહામારી બાદ તેમના પ્રત્યેના સન્માનમાં વધારો થયો છે તેમ જણાવ્યું હતું. 

વડાપ્રધાને આગળ કહ્યું કે, 2014માં આપણા દેશમાં માત્ર 6 AIIMS હતી. છેલ્લા 6 વર્ષમાં તેમની સરકારે દેશભરમાં વધુ 15 AIIMSને મંજૂરી આપી છે. ઉપરાંત છેલ્લા 6 વર્ષોમાં 2014ની સરખામણીએ MBBSની સીટમાં 50 ટકાનો એટલે આશરે 30,000થી વધુનો વધારો થયો હોવાની માહિતી આપી હતી. તે સિવાય 2014ની સરખામણીએ PGની સીટમાં 80 ટકાનો એટલે આશરે 24,000નો વધારો થયો હોવાનું જણાવ્યું હતું.